હેલ્થ: મોટા ભાગના લોકોનું સંતરા પસંદગીનું ફળ છે. દરેક સિઝનમાં લોકો સંતરાનું સેવન કરે છે. બજારમાં મળતા સંતરા હાલ લોકોને ખૂબ આકર્ષિત કરી રહ્યાં છે. મોટાભાગના લોકો સંતરા અને સંતરાનું જ્યુસ પીવાનું પસંદ કરે છે. સંતરા વિટામીન સીથી ભરપૂર હોવાથી તે ઇમ્યુનિટીને પણ બૂસ્ટ કરે છે જો કે સંતરાનું વધુ સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ સાબિત થાય છે કેવી રીતે જાણીએ..


એક્સપર્ટના મત મુજબ સંતરાનું વધુ પડતું સેવન સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. જો કે લોકો તેના નુકસાનથી અજાણ હોયો છે, તો વધુ માત્રામાં સંતરા ખાવાથી શું નુકસાન થાય છે જાણીએ.


સંતરાના વધુ સેવનથી થાય છે નુકસાન



  • સંતરાનું વધુ સેવન કરવાથી આપની પાચન ક્રિયા ખરાબ થઇ જાય છે. તેમાં રહેલા ફાઇબરના કારણે આ સમસ્યા સર્જાઇ છે. જો આપ પાચનની સમસ્યાથી પીડિત હો તો જમ્યા બાદ જ સંતરા ખાવાનું પસંદ કરો.  નહિ તો પાચન સંબંધિત સમસ્યા થઇ શકે છે.

  • સંતરામાં વધુ પ્રમાણમાં વિટામીન સી હોય છે. વીટિમીન સીના વધુ સેવનથી હાડકા કેલ્શિયમને રીલિઝ કરવા લાગે છે અને તેના કારણે હાડકાં નબળા પડી જાય છે. તો લાંબા સમય સુધી સંતરા ખાવાથી હાડકાંની મજબૂતાઇ ઘટી શકે છે.

  • સંતરામાં શુગર પણ છે. જેના સેવનથી ઇન્સ્ટન્ટ એનર્જી મળે છે. જો કે તેના સેવનના થોડા સમય બાદ એનર્જી લેવલ ઘટી જાય છે. આ રીતે ઝડપથી એનર્જી વધવી અને ઘટવી શરીર માટે નુકસાનકારક સાબિત થાય છે. સ્વાસ્થ્ય માટે એનર્જી લેવલ મેન્ટેઇન કરવું અનિવાર્ય છે.

  • સંતરામાં ફાઇબર અને કાર્બોહાઇડ્રેટ હોય છે. જેનાથી ભૂખ વધુ લાગે છે.જ્યારે આપની ભૂખ વધશે તો આપ વધુ ખાશો અને તેના કારણે આપનું વજન વધશે. જો આપ આપના શરીરનું વજન ઘટાડવા ઇચ્છતા હો તો સંતરાનું સેવન આજથી બંધ કરો. ખાસ સંતરાનું સેવન સવારે ન કરવું જોઇએ.