Plastic Side Effects: સૂતાં જાગતાં, ચાલતાં ફરતાં દરેક સમયે પ્લાસ્ટિક આપણા જીવનનો ભાગ બની ગયું છે. આ વાત તો માત્ર એ પ્લાસ્ટિકની છે, જેને આપણે જોઈ શકીએ છીએ. માઇક્રો અને નેનો પ્લાસ્ટિક તો આંખોથી દેખાતું જ નથી. આ પર્યાવરણ જ નહીં આપણા શરીર માટે પણ હાનિકારક છે. ખોરાક, પાણી, હવા દરેક વસ્તુમાં માઇક્રો નેનો પ્લાસ્ટિક છુપાયેલું છે અને શરીરમાં પ્રવેશીને જોખમો ઊભા કરી રહ્યું છે.


વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર (WWF)ના એક અહેવાલ અનુસાર, એક વ્યક્તિ દર અઠવાડિયે 5 ગ્રામ પ્લાસ્ટિક ખાઈ લે છે. આ એક ક્રેડિટ કાર્ડ જેટલું હોય છે. આનો સૌથી મોટો સ્ત્રોત પાણી છે. બોટલબંધ પાણી, નળ, સપાટી અને જમીનની અંદરથી આવતા પાણીમાં પ્લાસ્ટિકના કણો જોવા મળે છે.


શરીરમાં કેટલું પ્લાસ્ટિક જમા થઈ રહ્યું છે


આ અહેવાલ મુજબ, એક મહિનામાં શરીરમાં 21 ગ્રામ પ્લાસ્ટિક અને એક વર્ષમાં પેટમાં 250 ગ્રામ પ્લાસ્ટિક પહોંચી રહ્યું છે. આ હિસાબે 79 વર્ષની ઉંમર સુધી શરીરમાં લગભગ 20 કિલો પ્લાસ્ટિક જમા થઈ જાય છે, જે બે મોટા ડસ્ટબિન જેટલું હોય છે. આનાથી કેન્સર જેવી ખતરનાક બીમારીઓ શરીરને ઘેરી રહી છે.


પ્લાસ્ટિકની વસ્તુઓના ઉપયોગથી નુકસાન


પ્લાસ્ટિકના કપ, ડિસ્પોઝેબલમાં ગરમ વસ્તુઓ ખાવા પીવાથી પ્લાસ્ટિકમાં રહેલા કેમિકલ અને પાર્ટિકલ શરીરની અંદર પહોંચી શકે છે. પ્લાસ્ટિકમાં કાચ અને આર્સેનિકનો પણ ઉપયોગ થાય છે, જે ઝેરી હોય છે અને કેટલીક ખતરનાક બીમારીઓને જન્મ આપી શકે છે.


પ્લાસ્ટિકથી કઈ બીમારીઓનું જોખમ


લ્યુકેમિયા, લિમ્ફોમા બ્રેઇન કેન્સર, બ્રેસ્ટ કેન્સર પ્રજનન ક્ષમતા પર ખરાબ અસર પડવી ફેફસાં જલદી ખરાબ થઈ શકે છે મગજને નુકસાન


પ્લાસ્ટિકનો ઉપયોગ કેવી રીતે ઓછો કરી શકાય



  1. રસોડામાં પ્લાસ્ટિકના ડબ્બાઓની જગ્યાએ જાર અથવા સ્ટેનલેસ સ્ટીલ લાવો.

  2. પ્લાસ્ટિક રેપ્સની જગ્યાએ સિલિકોન રેપ્સ અથવા સિલ્વર ફોઇલનો ઉપયોગ કરો.

  3. પ્લાસ્ટિકની કાંસકી, બ્રશ નહીં લાકડાના બ્રશ અને કાંસકી વાપરો.

  4. બજારમાં હંમેશા કપડાના બેગ જ શોપિંગ માટે વાપરો.

  5. પ્લાસ્ટિકના રબીંગ આઇટમ્સ અથવા સ્ક્રબર્સને હટાવીને નેચરલ સ્ક્રબર્સ લાવો.

  6. કચરાને પ્લાસ્ટિક બેગ હટાવીને કન્ટેનરમાં કચરો રાખો.


Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. તમે કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ જરૂર લો.


આ પણ વાંચોઃ


Sleep deprivation: તમને પણ રાત્રે ઊંઘ નથી આવતી? આ યોગાસન કરવાથી થશે ફાયદો