Weight loss Tips:શું આપ  પણ ન્યૂ ઇયર પાર્ટીમાં  સેલિબ્રિટીની જેમ  ડ્રેસ પહેરવા ઇચ્છો છો અને ન્યૂ ઇયરની પાર્ટીમાં સૌથી સુંદર દેખાવા માંગો છો? પરંતુ આપની ઇચ્છા આડે પેટની ચરબી વિઘ્નરૂપ બને છે તો જાણએ કે, આપ કેવી રીતે 15 દિવસમાં તમારા પેટની ચરબી ઓછી કરી શકો છો અને સપાટ પેટ મેળવી શકો છો


ડિટોક્સ પીણાંથી શરૂઆત કરો


જો તમે તમારા પેટની ચરબી ઘટાડવા માંગતા હો, તો દિવસની શરૂઆત ચા-કોફીનું સેવન તદ્ન બંધ કરી દો. સવારની શરૂઆત સ્વાસ્થ્યપ્રદ ડિટોક્સ ડ્રિંકથી કરો. જે શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં મદદ કરે છે.


એક્સરસાઇઝ કરો 


જો તમે પેટની ચરબી ઝડપથી ઘટાડવા માંગતા હોવ તો તમારે દરરોજ કસરત કરવી પડશે. આમાં તમે કાર્ડિયો એક્સરસાઇઝ, રનિંગ, જોગિંગ, સ્વિમિંગ, સાઇકલિંગ વગેરે કરી શકો છો. પરંતુ તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખીને માત્ર 30 થી 45 મિનિટનું વર્કઆઉટ સેશન લો. જો તમે ઇચ્છો તો, તમે સાંજે બીજું વર્કઆઉટ સેશન  લઈ શકો છો, જેમાં તમે યોગ અને કેટલીક મૂળભૂત કસરતો કરો છો.


સ્પોર્ટસનો સહારો લો


આપને વર્કઆઉટ બોરિંગ લાગતું હોય તો  બેડમિન્ટન અથવા ટેનિસ જેવી રમત રમી શકો છો. જેની મદદથી આપની શરીરની  વધુ કેલરી બર્ન થશે અને જેના કારણે આપ વજન ઝડપથી ઘટાડી શકો છો.


યોગ્ય આહાર લો


વજન ઘટાડવા માટે સૌથી જરૂરી છે કે, તમે સંતુલિત આહાર લો. જેમાં ફળો, શાકભાજી, કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન, હેલ્ધી ફેટ્સ, મિનરલ્સનું મિશ્રણ હોય છે.


પ્રોસેસ્ડ ફૂડથી દૂર રહો


જો તમે 15 દિવસમાં તમારું વજન ઓછું કરવા માંગો છો તો આપ  પ્રોસેસ્ડ ફૂડને ડાયટમાંથી દૂર કરી દો. ઉપરાંત આપ બટાટા, ઘઉં અને ખાંડને પણ સંદતર બંધ કરી દો.


પાણી પીવો


જો તમારે વજન ઘટાડવું હોય તો તમારે શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવાની જરૂર છે, તેથી વધુને વધુ પાણી પીવો, કારણ કે તમે જેટલું વધુ પાણી પીશો તેટલા વિષાક્ત પદાર્થ  શરીરમાંથી બહાર આવશે અને ફેટ આપોઆપ બર્ન થશે. ળી જશે.


ઉતાવળ કરશો નહીં


મોટા ભાગના લોકોને વજન ઉતારવાની અધિરાઇ હોય છે જેના પગલે તે વેઇટ લોસ માટે અનહેલ્ધી રસ્તા અપનાવે છે. તેનાથી કદાચ વેઇટ લોસ  થઇ જાય પરંતુ તે સ્કિન અને હેર લોસનું કારણ પણ બને છે. આવી સ્થિતિમાં સંતુલિત આહાર, સંતુલિત વર્કઆઉટ અને હેલ્ધી રૂટિન સાથે વજન ઘટાડવાનો પ્રયાસ કરો.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.