8 બાળકોની માતા બની પ્રેમ દિવાની, પ્રેમી સાથે ભાગી ગઇ અને આખરે કોર્ટેને પણ કહેવું પડ્યું...

રાજસ્થાનના ભરતપુર જિલ્લામાંથી પ્રેમ પ્રકરણનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં 8 બાળકોની માતા 4 બાળકોના પિતાના પ્રેમમાં પડી હતી. તે તેના પતિને છોડીને તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી

Continues below advertisement

રાજસ્થાનના ભરતપુર જિલ્લામાંથી પ્રેમ પ્રકરણનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં 8 બાળકોની માતા 4 બાળકોના પિતાના પ્રેમમાં પડી હતી. તે તેના પતિને છોડીને તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. મહિલાના બાળકો રડતા રહ્યા, પણ મહિલાનું દિલ  ન પીગળ્યું અંતે કોર્ટે પણ તેણીને તેના પ્રેમી સાથે જવાની પરવાનગી આપવી પડી હતી. 

Continues below advertisement

બાળકો રડતાં રહ્યાં પરંતુ મહિલાનું દિલ ન પીગળ્યું

હકીકતમાં શનિવારે પોલીસે મહિલા અને તેના પ્રેમીને કોર્ટમાં રજૂ કર્યા હતા. આ દરમિયાન મહિલાનો પતિ તેના પરિવાર અને 8 બાળકો સાથે કોર્ટ પહોંચ્યો હતો. જ્યારે બાળકોએ માતાને ઘરે પરત આવવા વિનંતી કરી હતી, ત્યારે પતિ પણ તેને ઘરે જવા માટે આજીજી કરતો રહ્યો હતો. પરંતુ મહિલા એકની બે ન થઇ. બધાએ મહિલાને સમજાવી, આઠ બાળકો પણ રડી પડ્યાં પરંતુ મહિલા તેના પતિ અને બાળકો સાથે પરત જવા તૈયાર ન હતી. આઠ બાળકો ભીની આંખે આખો પ્રસંગ જોતા રહ્યા. પરંતુ મહિલા તેના નિર્ણયથી ડગી નહીં. જ્યારે કોર્ટે તેની મરજી પૂછી ત્યારે આખરે મહિલાએ જજને કહ્યું કે તે પોતાની મરજીથી ગઈ છે અને તેના પ્રેમી સાથે રહેવા માંગે છે. કોર્ટે મહિલાને તેના પ્રેમી સાથે રહેવાની મંજૂરી આપી હતી. આ મામલો દિવસભર કોર્ટના કોરિડોરમાં ચર્ચાનો વિષય રહ્યો હતો.

જાણો સમગ્ર ઘટના શું છે?

આ મામલો ભરતપુરના કમાન પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. જ્યાં નિમલા ગામના રહેવાસી ફકરુએ 12 એપ્રિલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેની પત્ની સુહાનીનું ગામનો જ સાહુન (58) અપહરણ કરીને લઈ ગયો હતો. તે જ સમયે, પતિએ પછી ગામમાં પંચાયત બોલાવી, જે દરમિયાન સાહુને પંચોની સામે કહ્યું કે તે 23 એપ્રિલે ફકરૂની પત્નીને પરત કરશે. ફકરુ 23મીની રાહ જોતો હતો પરંતુ 23મી એપ્રિલે પત્ની ઘરે આવી ન હતી. આ પછી, યુવકે ફરીથી પંચાયત યોજી, જ્યાં તેણે કહ્યું કે તે પત્નીને પરત નહીં કરે. કારણ કે તે તેને પ્રેમ કરે છે. જેથી પંચાયત પણ આ મામલે કંઈ કરી શકી નહી અને મામલો કોર્ટમાં પહોચ્યો

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

Continues below advertisement
Sponsored Links by Taboola