બીએમઆઈ કેલક્યુલેટર
તમારા બોડી માસ ઇન્ડેક્સની ગણતરી કરો
બોડી માસ ઈન્ડેક્સ (બીએમઆઈ) બોડી ફેડ માપવાનું કેલક્યુલેટર છે. જે કોઈ વ્યક્તિની ઊંચાઈ અને તેના વજનના આધારે માપવામાં આવે છે. પોતાનો બીએમઆઈ જાણવા તમારું વજન અને ઊંચાઈ આ કેલક્યુલેટરમાં નાંખો. જે બાદ તમારો બીએમઆઈ નીકળશે.
FAQ
બીએમઆઈ (Body Mass Index) ઠીક છે કે નહીં, ક્યાં થાય છે બીએમઆઈ કેલક્યુલેટરનો પ્રયોગ ?
એક સ્વસ્થ વ્યક્તિનું વજન તેની ઊંચાઈના હિસાબે હોવી જોઈએ અને તે માટે શું માપદંડ નક્કી કરવામાં આવ્યા છે. જો તમારી લંબાઇ અને વજનનો ગુણાકાર જ બીએમઆઈ કહેવાય છે અને તેને માપવા અલગ અલગ કેલક્યુલેટર આવે છે. તે કઈ ફોર્મુલા પર કામ કરે છે અને તેના ઉપયોગની ક્યાં જરૂર હોય છે, તે અંગે જાણવું જોઈએ.
બોડી માસ ઈન્ડેક્સની શું છો ફોર્મુલા?
બીએમઆઈ કેલક્યુલેટ કરવાની એક સામાન્ય ફોર્મુલા હોય છે અને આ માટે કોઈ વ્યક્તિએ તેનું વજન તથા ઉંચાઈ એકદમ યોગ્ય રીતે
નાંખવાની હોય છે. જે બાદ બીએમઆઈ = વજન (ઉંચાઈ x ઉંચાઈ) અથવા બીએમઆઈ = વજન/(લંબાઈ સ્કવેર)
બીએમઆઈના શું છે માપદંડ?
કોઈ વ્યક્તિની ઉંચાઈ અને વજનના આધારે તેનો બીએમઆઈ ઈન્ડેક્સ 18.5થી ઓછો હોય તો સામાન્યથી ઓછો હોય છે. જો બીએમઆઈ સત્ર 18.5 થી 24.9 વચ્ચે હોય તો એકદમ ઠીક સ્થિતિ છે. બીએમઆઈ સ્તર 25 કે તેથી વધારે હોય તો સાવધાન થઈ જવું જોઈએ. આવા લોકોને હૃદયની બીમારી, સ્ટ્રોક, ડાયાબિટીઝ થવાનો ડર રહે છે. 30થી વધારે બીએમઆઈ હોવા પર મેદસ્વિતા સાથે સંકળાયેલી બીમારીઓ માટે તમારું શરીર વધારે અનુકૂળ છે.
બીએમઆઈ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કોના માટે યોગ્ય નથી?
બીએમઆઈનો ઉપયોગ ગર્ભવતી મહિલાઓ, વૃદ્ધો તથા નાના બાળકો માટે કરવો યોગ્ય નથી. ઉપરાંત બોડી બિલ્ડર્સ તથા એથલિટ્સ માટે પણ બીએમઆઈનો ઉપયોગ ન કરવો જોઈએ. તેનું મોટું કારણ છે કે આ મામલામાં યોગ્ય રીતે કેલક્યુલેશન કરવામાં સક્ષમ નથી. જેની પાછળ એવું કારણ જણાવાયું છે કે બીએમઆઈ માંસપેશીને અલગ રીતે સમજી શકતું નથી. જેમકે, ગર્ભવતી હિલાઓનું વજન ન માત્ર તેમના વજનના આધારે પરંતુ તેના ગર્ભમાં ઉછરી રહેલા બાળકનું વજન પણ સામેલ હોય છે.
જો તમારો બીએમઆઈ ઈન્ડેક્સ તમારી ઉંચાઇ અને વજનના આધારે 18.5થી ઓછો આવે તો વજન સામાન્યથી ઓછું છે અને તેને વધારવાની જરૂર છે. બીએમઆઈનું આદર્શ સ્તર 18.5થી 24.9 વચ્ચે માનવામાં આવે છે. જે લોકોનું બીએમઆઈ આ લેવલ વચ્ચે આવે તેને જાળવી રાખવાની જરૂર છે. 25 કે તેથી વધારે બીએમઆઈ આવવા પર સાવચેત થઈ જવાની જરૂર છે. કારણકે આ બીએમઆઈ લેવલવાલાને ડાયાબિટિઝ ટાઈપ-2, હાર્ટ ડિસીઝ કે સ્ટ્રોક થવાનો ડર છે. જો 30થી વધારે બીએમઆઈ આવે તો મેદસ્વીતાના કારણે થનારી આડઅસરથી તમારા શરીરને મોટો ખતરો છે.
બીએમઆઈની સમસ્યા કે મર્યાદા શું છે?
સ્વસ્થ શરીર અને તેનો માપદંડ વજનનો આધાર માત્ર બીએમઆઈ ન હોઈ શકે. ઉંમર, જાતિ અને લિંગની પણ બીએમઆઈ પર અસર પડે છે. બીએમઆઈને તમારા શરીરની લંબાઈ અને વજનન રેશિયો માનવામાં આવે છે. બીએમઆઈથી ખબર પડે છે કે, તમારા શરીરનું નજ ઉંચાઈ મુજબ ઠીક છે કે નહીં. જોકે તમારા શરીરના કયા ભાગમાં કેટલી ચરબી કે ફેટ જમા છે તે બીએમઆઈ દ્વારા ખબર પડતી નથી.
જાણકારો મુજબ બીએમઆઈ સ્વસ્થ શરીરના વજનનું એક માપદંડ જરૂર છે પરંતુ તેની કેટલીક મર્યાદા છે. બીએમઆઈ કોઈ વ્યક્તિની સંપૂર્ણ બોડી રચનાનું આકલન કરી શકતું નથી. માંસપેશી, હાડકાનું વજન અને ચરબીના કારણે દરેકની બોડી અલગ હોય છે અને ન માત્ર માપદંડ બીએમઆઈના આધાર પર શરીર સ્વસ્થ છે કે નહીં તે કહેવું ઉચિત નથી.
બીએમઆઈના મર્યાદા પુખ્તો માટે કેમ અલગ છે?
બીએમઆઈ અંગે અમે પહેલા તમને જણાવ્યું કે, આ પૂરી રીતે સચોટ નથ. બીએમઆઈથી શરીરના વધારાના વજનના માપની ખબર પડે છે. તેનાથી શરીરમાં વધારાના ફેટની ખબર પડતી નથી. અલગ-અલગ ઉંમર, લિંગ, માંસપેશી અને શરીરમાં ફેટ જેવા પરિબળોની બીએમઆઈ પર અસર જોવા મળે છે.
તેનું એક ઉદારણ જોઈએ તો, એક પુખ્ત વ્યક્તિનું બીએમઆઈ માપદંડ મુજબ વજન પ્રમાણે શરીર સ્વસ્થ છે. પરંતુ તે ડેઇલી રૂટિનમાં એક્સરસાઇઝ કે વર્ક આઉટ ન કરે તો તેના શરીરમાં વધારાની ચરબી જમા થવાની સંભાવના હોય છે. આ સ્થિતિમાં તેના શરીરમાં વધારાનું વનજ ન હોય અને બીએમઆઈ લેવલના આધારે તે આદર્શ સ્થિતિમાં આવતો હોય તો પણ સ્વસ્થ ન માની શકાય. બીએમઆઈનો ઉચ્ચ માંસપેશી સંરચનાવાળા ઓછી ઉંમરના વ્યક્તિને સ્વસ્થ માનવામાં આવશે. આ રીતે પુખ્તો માટે બોડી માસ ઇન્ડેક્સની અલગ અલગ લિમિટ છે.
ટોપ સ્ટોરી
Gujarat Corona Cases Update: રાજ્યમાં કોરોનાના 555 નવા કેસ નોંધાયા, 482 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી
સૌરાષ્ટ્રના આ શહેરમાં ભાજપમાં ભડકોઃ ભાજપ અગ્રણીએ સાંસદ-જિલ્લા પ્રમુખ સામે કર્યા કેવા ગંભીર આક્ષેપ ?
JEE Main Result 2021: JEE મેઈન્સનું પરિણામ જાહેર થયું, આ રીતે જોઇ શકશો
Ahmedabad : 'કુછ લોગ અબ એક્સ MLA લિખને કી આદત ડાલ લો', કોંગ્રેસના મુસ્લિમ નેતાની કોણે ચેતવણી?
રાજ્યમાં દારૂબંધી મુદ્દે મુખ્યમંત્રી રૂપાણીએ શું આપ્યું મોટું નિવેદન, જાણો
તમિલનાડુમાં શશિકલાના ભત્રીજાની પાર્ટી સાથે ઓવૈસીનું ગઠબંધન, આટલી બેઠકો પર લડશે AIMIM
રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત, આ પાંચ જિલ્લામાં ન નોંધાયો એક પણ કેસ
પશ્ચિમ બંગાળ: મમતા બેનર્જીને લાગ્યો મોટો ઝટકો, TMCના 5 ધારાસભ્યો BJPમાં જોડાયા