Health tips:ખીચડી બેશક એક સાધારણ ભોજન છે. જો કે આપની વજન ઓછું કરવાની પ્રક્રિયામાં ભરપૂર સહયોગ આપે છે.  ખીચડી સાદો અને પોષ્ટિક આહાર છે. ખીચડી વજન ઉતારવામાં પણ કારગર છે. આ 5 પ્રકારની ખીચડી છે. જે ઝડપથી આપનું વજન ઉતારે છે. નજર કરીએ આ પાંચ પ્રકારની ખીચડી પર..


મકાઇની ખીચડી: શું આપ જાણો છો. મકાઇના દાણાની મસાલો નાખીને જોરદાર ખીચડી બનાવી શકાય છે. જેમાં આપ ગાજર, બીન્સ વગેરે સબ્જી ઉમેરી શકો છો. મકાઇની ખીચડીમાં ફોસ્ફરસ, જિંક, મેગ્નશ્યિમ,  હોય છે. મકાઈના નિયમિત સેવનથી આંખ અને હૃદયને પણ ફાયદો થાય છે.


દલિયાની ખીચડી: આ ખીચડી બનાવવી પણ સરળ છે. જેમાં ફોલેટ,  મેગેનિઝ,  મેગ્નેશિયમ, આયરન, નિયાસિન, કોપર ભરપૂર માત્રામાં હોય છે.


દાળની ખીચડી: દાળની ખીચડી હાર્ટ પેશન્ટ અને ડાયાબિટીશના દર્દી માટે હિતકારી છે. જેમાં ફાઇબર ભરૂપુર માત્રામાં હોય છે. તે પ્રોટીનથી પણ ભરપુર હોય છે. જે વજન ઉતારવામાં કારગર છે.


ઓટસ: ઓટસ અને સબ્જીથી બનેલી આ ખીચડી સ્વાદિષ્ટ હોવાની સાથે પૌષ્ટિક પણ એટલી જ છે. જે મેગેનિઝ, પ્રોટીન, ફાઇબર,આયરનથી ભરપૂર છે. ફાઇબરથી ધીમું પાચન થાય છે. જેનાથી ક્રેવિંગ રોકાઇ જાય છે.


બાજરા: બાજરા ખીચડી  રાજસ્થાનની મશહૂર ખીચડી છે. બાજરામાં પ્રોટીન,  ફાઇબર, મેગ્નેશિયમ, આયરન,  કેલ્શિયમ,  જેવા વિભિન્ન પોષક તત્વોથી ભરપૂર છે. વજન ઘટાડવા માટે આ એક આદર્શ ભોજન છે. જેને પર્લ ખીચડી પણ કહે છે.


Health Tips:અનેક રોગોની દવા છે શેકલું લસણ, જાણો સેવનથી શું થાય છે ફાયદા


 જે લોકો દરરોજ સવારે એક ગ્લાસ પાણીની સાથે લસણની કળી ખાય છે તેમનું પાચનતંત્ર હંમેશા ઠીક રહે છે. તેનાથી પાચન સંબંધિત સમસ્યા પણ દૂર રહે છે. વજન ઉતારવામાં પણ આ પદ્ધતિ લાભદાયી છે. 


શેકેલા લસણના સેવનથી બેડ કોલેસ્ટ્રોલની સમસ્યા દૂર થવામાં મદદ મળે છે. 


જો આપ રોજ શેકેલું લસણ સવારે ખાલી પેટ ખાવ છો તો આપનું બ્લડ પ્રેશર સંતુલિત રહે છે. 


જો સવારે ખાલી પેટ લસણની કળી ખાવામાં આવે તો તેનાથી કેન્સરના બેકટેરિયા શરીરમાં નથી ફેલાતા


શેકેલા લસણનું સેવન કરવાથી રક્ત ધમનીમાં બનેલ બ્લોકેજ દૂર થઇ જાય છે. તેનાથી હાર્ટ અટેકનું જોખમ ટળે છે. 


લસણમાં મોજૂદ એન્ટી બાયોટિક ગુણ  જખ્મને ભરવામાં મદદ કરે છે. તેનાથી જલ્દી રૂઝ આવે છે. જલ્દી રૂઝ માટે પીસેલા લસણ સાથે મધ લો. તરત જ મળશે રિઝલ્ટ