Coronavirus: કોરોનાના કેસ ઘટ્યા હોવા છતાં લોકોમાં ભયનો માહોલ છે. કોવિડ સંક્રમણને કારણે અત્યાર સુધીમાં ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. કોરોના સંક્ર્મણ પીડિતના શરીરીમાં રહેલા વિટામિન ડીનું સ્તર સાથે  સીધો સંબંધ ધરાવે છે.


ઇઝરાયેલમાં સેફેડ કંડીશનમાં બાર-એલન યુનિવર્સિટીના સંશોધકો દ્વારા કરવામાં આવેલા અભ્યાસ મુજબ,  કોરોના સંક્રમણ પહેલા શરીરમાં વિટામિન ડીનું સ્તર ચેપની ગંભીરતાને અસર કરે છે. ઉપરાંત વિટામિન ડી ચેપગ્રસ્ત વ્યક્તિના મૃત્યુ સાથે પણ સંબંધિત છે. આ સંશોધન અહેવાલ PLOS One જર્નલમાં પ્રકાશિત થયો છે.


વિટામિન ડીનો હાડકાના સ્વાસ્થ્ય સાથે સંબંધ છે અને તેની ઉણપથી કાર્ડિયોવાસ્ક્યૂલર અને ચેપી રોગો થઈ શકે છે. કોરોના સંક્રમણના પ્રારંભિક તબક્કામાં આરોગ્ય અધિકારીઓએ લોકોને વિટામિન ડી લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. વિટામિન ડી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ છે અને આ કારણોસર તેને કોવિડ-19 સામે રક્ષણ આપવા માટે સારું માનવામાં આવતું હતું.


રિપોર્ટ અનુસાર, જે લોકોમાં વિટામિન ડીની ઉણપ જોવા મળી હતી તેમનામાં કોવિડ સંક્રમિત થવાની શક્યતા 14 ગણી વધી જાય છે. એ જ રીતે કોરોના સંક્રમણના કારણે જે લોકોના શરીરમાં વિટામિન ડીની પૂરતી માત્રા હતી તેમનો મૃત્યુ દર માત્ર 2.3 ટકા હતો, જ્યારે કોરોના સંક્રમિત લોકો કે જેમની પાસે વિટામિન ડીનું પ્રમાણ ઓછું હતું તેમનો મૃત્યુ દર 25.6 ટકા હતો.


રિસર્ચનું નેતૃત્વ કરનારા યુનિવર્સિટી ઓફ ગેલિલી મેડિકલ સેન્ટર અને ઇઝરાયેલ ફેકલ્ટી ઓફ મેડિસિનના એમિએલ ડરોરે કહ્યું, સંશોધન દર્શાવે છે કે શરીરમાં વિટામિન ડીનું સ્તર જાળવી રાખવાની જરૂર છે. આ તે લોકો માટે ફાયદાકારક રહેશે જેઓ કોરોના સંક્રમિત છે. તેમણે કહ્યું કે સ્થાનિક આરોગ્ય અધિકારીઓ અને વૈશ્વિક આરોગ્ય સંસ્થાઓ વિટામિન ડી લેવા અંગે એકમત છે.


 Disclaimer: આ આર્ટિકલમાં જણાવવામાં આવેલી વિધિ, રીત કે દાવાનું એબીપી ન્યૂઝ પુષ્ટિ કરતું નથી. તેને માત્ર સૂચન તરીકે લો. કોઈપણ ઉપચાર, દવા કે ડાયટના અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લો.