Health Tips:આજના સમયમાં દરેક વ્યક્તિ કોમ્પ્યુટર, મોબાઈલ, ટીવી વગેરેનો લાંબા સમય સુધી ઉપયોગ કરે છે. આ વસ્તુઓને લાંબા સમય સુધી જોવાથી નાની ઉંમરમાં આંખોની સમસ્યા થાય છે. આંખ પાસેથી આપણે સતત કામ લેતા હોવાતી આંખ થાકી જાય છે. આ સ્થિતિના કારણે લોકો આંખોમાં પાણી આવવું, આંખોમાં બળતરા, આંખો લાલ થવી, આંખોમાં દુખાવો, થાક, કાંટા પડવાની રે જેવી સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. મોટે ભાગે એવું થશે કે લોકો રોકાયા વિના ઘણા કલાકો સુધી સતત સ્ક્રીન પર તેમની નજર રાખે છે. જેનાથી આંખને લગતી અનેક સમસ્યા ઉત્પન થાય છે નાની ઉંમરે નંબર પણ આવી જાય છે.
આ ફૂડને ડાયટમાં કરો સામેલ
આવી સ્થિતિમાં આંખોને આરામ આપવાની સાથે આહાર એવો હોવો જોઈએ, જે આંખોને સ્વસ્થ રહે અને આંખોની રોશની વધે, આજે અમે આપને જણાવીશું કે તમારી આંખોને સ્વસ્થ રાખવા માટે તમારે તમારા આહારમાં શું સામેલ કરવું જોઈએ.
જો તમે પણ તમારી આંખોને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવા માંગતા હોવ તો આંખની રોશની વધારવા માટે દરરોજ મધનું સેવન કરવું જોઈએ, હકીકતમાં મધ આંખો માટે કુદરતી સ્વીટનર છે. તેના સેવનથી અનેક ફાયદા થાય છે.
રોજ હળવા હાથે પગના તળિયા પર નારિયેળ અથવા તલનું તેલ લગાવો, તેનાથી તમારી આંખોને ફાયદો થશે અને આંખોની દષ્ટી પણ સુધરશે.
ખોરાકમાં વધુ પ્રોટીનયુક્ત વસ્તુઓનો સમાવેશ કરો. દાળ અને ઈંડા ખાઓ. આપને જણાવી દઈએ કે મગની દાળનું સેવન ખૂબ જ ફાયદાકારક છે કારણ કે તેનાથી આંખોની રોશની વધી શકે છે. તેની સાથે લીલા પાન અને સલાડ ખાવાથી શરીરમાં આયર્નની ઉણપ દૂર થાય છે.
આમળા આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે, જો તમે આમળા ખાઓ તો તમારી આંખો સારી રહે છે.સવારે ખાલી પેટ આમળાનો રસ પીવો. આ સાથે આંબળાના જામનું પણ સેવન કરી શકાય છે.
આપને જણાવી દઈએ કે ગાજર આંખો માટે ફાયદાકારક છે કારણ કે તેમાં હાજર બીટા કેરોટીન આંખોને સ્વસ્થ રાખે છે. તમે ખાલી પેટ ગાજરનો જ્યુસ પીવો તો તેનાથી ગ્લોઇંગ સ્કિનના સાથે આંખના અનેક પ્રકારના રોગો દૂર થાય છે. આ સિવાય બદામ, અખરોટ જેવા ડ્રાય ફ્રુટ્સને પણ ડાયટમાં સામેલ કરો.