જ્યારે આપણે 30 વર્ષની ઉંમર વટાવી જઈએ છીએ ત્યારે આપણું શરીર નબળું પડવા લાગે છે અને 30 વર્ષની ઉંમર પછી આપણું સ્વાસ્થ્ય જાળવવા માટે નારંગી, ગ્રેપફ્રૂટ, લીંબુ જેવા ફળોનું સેવન કરવું જોઈએ.
એન્ટિ-ઓક્સિડન્ટ્સથી ભરપૂર સાઇટ્રસ ફળો રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. આ વસ્તુઓનું સેવન કરવાથી વજન ઓછું થાય છે અને હૃદય રોગનો ખતરો ઓછો થાય છે.
આ ઉંમરમાં તમારે સંતરા નારંગી લીંબુ જેવા ફળનું સેવન કરવું જોઈએ. એન્ટી ઓક્સિડન્ટ્સથી ભરપૂર ફળો રોગપ્રતિકારણક શક્તિ વધારવામાં મદદ કરે છે.
બ્રોકોલી એ વિટામિનનો ભંડાર છે. આ તમને તમારા હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે અને રોગો સામે લડવા માટે રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે. બીન્સમાં ભરપુર માત્રામાં પ્રોટીન હોય છે જે શરીરની માંસપેશિયોના નિર્માણમાં સહાયક છે. આ સિવાય બીન્સમાં ફાઈબર હોય છે જે શરીરને અન્ય ખાદ્ય પ્રદાર્થોના પાચનમાં મદદ કરે છે.
જો તમે લસણ નથી ખાતા તો તમે સતત જોખમ ઉઠાવી રહ્યા છો. લસણ હાનિકારણ સૂક્ષ્મજીવોને મારવામાં મદદરુપ થાય છે અને શરીરને તમામ હેલ્મિંટોથી સાફ રાખે છે. તે પ્રતિરક્ષા પ્રણાલીમાં પણ સુધાર કરે છે.
સેમન અને ટ્રાઉટ જેવી ઓઈલી માછલી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જે શરીરમાં જરુરી હોર્મોન બનાવવામાં મદદ કરે છે. આ મગજ, હદય માટે સારુ રહે છે. ઓઈલી માછલીમાં ઓમેગા-3 ફેટી એસિડની ભરપુર માત્રા રહેલી હોય છે.
અખરોટ પેટ ભરતા સ્નેકમાં ઉપયોગમાં લેવામાં આવે છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે. અખરોટમાં હાઈ પ્રોટીન અને ફાઈબરના ગુણ હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
મધનો ઉપયોગ 5,000 વર્ષોથી પણ વધુ સમયથી દવામાં ઉપયોગ કરવામાં આવે છે. તે ઘણી સમસ્યાઓ માટે કુદરતી ઉપાય છે. મધને એન્ટીસેપ્ટિક, એન્ટી ઓક્સિડેન્ટ અને એન્ટીબેક્ટીરિયલ ગુણ માટે ઓળખવામાં આવે છે. આ સિવાય ઘણા લોકો કોસ્મેટિક ઉદેશ્યથી પણ તેનો ઉપયોગ કરે છે.
ચીયા સીડમાં ફાઈબર, ઓમેગા-3 ફેટી એસિડ, મેગ્નીશિયમની ખૂબ જ વધારે માત્રા હોય છે. ચીયા સીડ પ્લાંટ બેસ્ડ પ્રોટીન છે. તેનુ સેવન કરવાથી પેટ ભરેલુ લાગે છે અને ભૂખ નથી લાગતી. તમે ઈચ્છો તો ચીયા સીડને ઓટમીલ સાથે મેળવીને ખાઈ શકો છો.