નવી દિલ્હીઃ કોરોનાના નવા વેરિએન્ટે અત્યારે દુનિયાભરમાં તરખાટ મચાવી દીધો છે. દક્ષિણ આફ્રિકામાંથી મળી આવેલા ઘાતક વેરિએન્ટે ભારતમાં પણ કેર વર્તાવવાનુ શરૂ કરી દીધુ છે. આ સ્થિતિને જોતાં તબીબો માને છે કે, જાન્યુઆરી મહિનામાં કોરોના ફરી એકવાર કોરોના વકરી શકે છે, અને ફેબ્રુઆરીના અંત સુધી ધીમે પડે તેમ છે. જોકે બહુ ઓછા લોકો જાણે છે કે ઓમિક્રૉનના લક્ષણો શું છે અને કઇ રીતે તે ફેફસા સુધી પહોંચે છે. 


ઓમિક્રૉનને લઇને એક વાત ખાસ છે કે, તે બીજા બધા વેરિએન્ટ કરતાં બહુ ઝડપથી ફેલાઇ રહ્યો છે, જોકે મોટેભાગે આમાં માઈલ્ડ પ્રકારના લક્ષણો હોય છે, નવા વેરિએન્ટમાં શરદી-ખાંસીની સાથે હાથ-પગ-માથામાં દુઃખાવો અને અશક્તિ જેવા લક્ષણો દેખાયા છે. એટલુ જ નહીં કોરોનાનો ઓમિક્રોન વેરિઅન્ટ 12 કલાકે ફેફસાં સુધી પહોંચે છે. આમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટતું નથી.


ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે જોડાયેલા તબીબોનુ કહેવુ છે કે, આગામી દિવસોમાં એટલે કે જાન્યુઆરીમાં કોરોનાનો ઓમિક્રૉન પીક પિરિયડ પર આવી શકે છે. બાળકો પણ કોરોના સંક્રમિત થાય શક્યતા રહેલી છે. ખાસ વાત છે કે અત્યાર સુધી કોરોના વાયરસના 40 પ્રકારના ચેન્જીસ જોવા મળ્યા છે, પહેલા સાતમા દિવસે એ પછી ત્રીજા દિવસે અને એ પછી 7-8 કલાકે વાઇરસ ફેફસાં સુધી અસર કરતો હતો.


 


India Corona Cases: દેશમાં સતત બીજા દિવસે વધ્યા કોરોના કેસ, રસીકરણનો આંકડો 130 કરોડને પાર


Ind vs Aus: 85 વર્ષ બાદ એશીઝમાં બની આ અદભૂત ઘટના, ખેલાડીઓથી લઇને કૉમેન્ટેટરો પણ જોઇને રહી ગયા દંગ, વીડિયો વાયરલ


Bipin Rawat Death: CDS રાવત અને તેમના પત્નીના શુક્રવારે કરાશે અંતિમ સંસ્કાર


Gujarat Corona Cases: છેલ્લા 24 કલાકમાં રાજ્યના આ શહેરમાં નોધાયા કોરોનાના નવા 23 કેસ


જનરલ બિપિન રાવત પહેલા આ જાણીતી હસ્તીઓનું પણ હવાઇ દુર્ઘટનામાં થયું છે કરુણ મોત


રાજ્યના ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે આવ્યા મોટા સમાચાર, આ વિષયોના પેપર્સ બોર્ડ કાઢશે