Mobile: આજે મોટા ભાગના બાળકો ટેક્નોલોજી અને ફોનની દુનિયામાં જીવતા રહેલા છે, જેમાં આપણે બધા રહીએ છીએ. 6 મહિનાની ઉંમરના બાળકો પણ સ્ક્રીનની સામે એક કલાક કરતાં વધુ સમય પસાર કરે છે. તો સરેરાશ કિશોરને તેમનો પહેલો ફોમ 12 વર્ષની ઉંમર પહેલા મળી જાય છે. તાજેતરમાં યુએસ સર્જન જનરલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ચેતવણીના લેબલો મૂકવાની વાત કરી છે, જેથી એપના માધ્યમથી માતાપિતાને યુવાનો પર થતા માનસિક સ્વાસ્થ્ય અસરો વિશે માહિતગાર કરી શકાય. નોંધનિય છે કે, હાલમાં બાળકોને ટેક્નોલોજી સાથે કેવી રીતે પરિચય કરાવવો અને તેમના ઉપયોગ માટે કેવા પ્રકારની મર્યાદાઓ જાળવવી તે માહિતી આપવી જરુરી બની જાય છે.
તમને જણાવી દઈએ કે, યુપીના બદાઉનમાં એચપી ઈન્ટરનેશનલ સ્કૂલના શિક્ષકોએ બાળકોને મોબાઈલ ફોનથી દૂર રાખવા માટે એક જાગૃતિ યોજના બનાવી છે. જેમાં વીડિયોમાં એક મહિલા શિક્ષખ આંખ પર પટ્ટી બાંધીને રડતા જોવા મળી રહ્યા છે. ત્યાર બાદ અન્ય ટીચર દ્વારા પૂછવામાં આવતા તેઓ કહે છે કે મોબાઈલ ફોન વધુ વાપરવાને કારણે તેની આંખોમાંથી લોહી નીકળી રહ્યું છે. આ સાંભળી બાળકો ડરી જાય છે. આ જ દરમિયાન અન્ય ટીચર બાળકોને મોબાઈલ ફોન આપે છે પરંતુ બાળકો તેને લેવાની ચોખી ના પાડી દે છે. બાળકોને મોબાઈલથી છુટકારો મેળવવાનો આ એક સારો રસ્તો છે. આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.
તમને જણાવી દઈએ કે, મોબાઈલ ફોન, લેપટોપ અને અન્ય નવા નવા ગેજેટ્સ લોકોને તેના વ્યસની બનાવી રહ્યા છે અને ખાસ કરીને બાળકો તેના સૌથી વધુ વ્યસની બની રહ્યા છે. બાળકો કલાકોના કલાકો સુધી મોબાઈલ કે લેપટોપનો ઉપયોગ કરી રહ્યા છે. પથારીમાં આડા પડીને મોડી રાત્રે મોબાઈલ ફોન જોવો એ તમારા શરીરને અંદરથી બીમાર બનાવી દે છે. આ અંગે કાનપુર મેડિકલ કોલેજના ન્યુરો વિભાગના એચઓડી મનીષ સિંહે જણાવ્યું હતું કે, હાલમાં હોસ્પિટલમાં બાળકોમાં સર્વાઈકલ પેઈનની સમસ્યા સતત જોવા મળી રહી છે.
બાળકો ઘણા પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છે
વધુમાં પ્રોફેસર સિંહે જણાવ્યું કે, જે બીમારીઓ 50 થી 55 વર્ષની ઉંમરે જોવા મળતી હતી તે હવે 13થી 20 વર્ષની વયના બાળકોમાં જોવા મળી રહી છે. આ ઉપરાંત ઘણીવાર બાળકો એક જ સ્થિતિમાં બેસીને કલાકો સુધી મોબાઈલનો ઉપયોગ કરતા રહે છે. બાળકોની માતાઓ પણ તેમના બાળકોને મોબાઈલ આપે છે જેથી તેમનું ઘરકામ સારી રીતે કરી શકે, એ વિચારીને કે હવે બાળકો તેમને હેરાન નહીં કરે અને તેઓ તેમનું કામ કરી શકશે. જો કે, માતા-પિતાની આ આદતોને કારણે બાળકો સામાન્ય પ્રવૃત્તિઓથી દૂર થઈ રહ્યાં છે અને ઈલેક્ટ્રોનિક ગેજેટ્સના ગુલામ બની રહ્યા છે.
આ પણ વાંચો...