અસ્થમાના દર્દીઓએ ઘણી બાબતોનું ધ્યાન રાખવું પડે છે. ઉનાળાની ઋતુમાં પણ એસીમાં રહેવાથી ફેફસાંને નુકસાન થઈ શકે છે. આવી સ્થિતિમાં જો અસ્થમાના દર્દીઓ એસી રૂમમાં લાંબા સમય સુધી બેસી રહે છે તો તેમણે કેટલીક ખાસ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
ઉનાળાની ઋતુમાં ઘણા લોકો એર કન્ડીશન એટલે કે એસીનો ઉપયોગ કરે છે. ઘરથી લઈને ઓફિસ સુધી લોકો પોતાનો મોટાભાગનો સમય ACમાં વિતાવે છે. પરંતુ આજે આપણે વાત કરીશું કે અસ્થમાના દર્દી માટે એસી કેમ ખતરનાક છે? વાસ્તવમાં એસીની હવા અસ્થમાના દર્દીઓના સ્વાસ્થ્ય માટે જોખમી છે.
અસ્થમા એક પ્રકારનો શ્વાસ સંબંધી રોગ છે. આ રોગમાં શ્વસન માર્ગમાં સોજો અને ફેફસામાં ચેપ લાગે છે. જેના કારણે શ્વાસ લેવામાં ખૂબ તકલીફ થાય છે. AC માં સતત બેસી રહેવાથી દર્દીઓની મુશ્કેલીઓ વધી શકે છે.
ACના કારણે અસ્થમાના હુમલો વધી શકે છે.
ગરમીથી છૂટકારો મેળવવા માટે લોકો એસીનો ઉપયોગ કરે છે જે અસ્થમાના દર્દી માટે ખતરનાક સાબિત થઈ શકે છે. જ્યારે એસી રૂમમાં હાજર કણો હવા સાથે ભળી જાય છે અને શ્વાસ દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે, ત્યારે તે ફેફસાંને ઘણું નુકસાન પહોંચાડે છે. જો અસ્થમાનો દર્દી ACમાં બેસે તો તેના માટે મુશ્કેલી સર્જાઇ શકે છે. આ કારણે તેને અસ્થમાનો અટેક આવી શકે છે. તેથી અસ્થમાના દર્દીએ એસીમાં બેસતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
જો તમે સતત ACમાં બેસો છો તો આ સાવચેતીઓનું પાલન કરો
જો તમે AC માં બેસો છો તો ઘર સાફ રાખો. ઘરમાં સહેજ પણ ધૂળ કે ગંદકી ન હોવી જોઈએ. એસીની સફાઈનું ખાસ ધ્યાન રાખો.
AC ફિલ્ટરને સાફ રાખો. ACનું તાપમાન હંમેશા 25 ડિગ્રી સેલ્સિયસ રાખો. જો તમે નવું એસી ખરીદવા જઈ રહ્યા છો તો પ્યુરિફાયર ખરીદો. જો અસ્થમાના દર્દીઓ ACમાં બેસે તો તેમણે માસ્ક પહેરવું જ જોઈએ.