ઘણા લોકો માને છે કે જો આલ્કોહોલ ઓછી માત્રામાં પીવામાં આવે તો તેનાથી કોઈ નુકસાન થતું નથી પરંતુ તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. થોડા વર્ષો પહેલા પ્રકાશિત થયેલા 'ધ લેસન્ટ'ના એક અભ્યાસમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે જો આલ્કોહોલનું સેવન મર્યાદિત માત્રામાં કરવામાં આવે તો તેના સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદા થઈ શકે છે, તેનાથી સ્વાસ્થ્યમાં સુધારો થઈ શકે છે અને ડાયાબિટીસનું જોખમ ઘટી શકે છે.  જોકે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ આ વાતને સંપૂર્ણપણે નકારી કાઢી છે અને કહ્યું છે કે આલ્કોહોલનું એક ટીપું પણ સ્વાસ્થ્યને નોંધપાત્ર નુકસાન પહોંચાડી શકે છે.


દારૂનું એક ટીપું સ્વાસ્થ્યને કેટલું નુકસાન પહોંચાડી શકે છે ?


વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન મુજબ, દારૂના સેવન માટે કોઈ સલામત મર્યાદા નથી. આ થોડા સમય માટે સારું લાગે છે પરંતુ લાંબા ગાળે તે ખૂબ જ નુકસાનકારક છે. થોડી માત્રામાં પણ દારુનુ સેવન તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. 


શું દારૂ માટે કોઈ સેફ લિમિટ  છે?


વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન મુજબ, દારૂ પીવા માટે કોઈ સેફ લિમિટ નથી. મતલબ કે એક પેગ કે આલ્કોહોલનું ટીપું પણ તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે.


નેશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિનમાં પ્રકાશિત થયેલા એક લેખ અનુસાર, 30 મિલી અથવા તો એક નાનો પેગ પણ આપણા લીવરને ઘણું નુકસાન પહોંચાડી શકે છે. આપણું લીવર આલ્કોહોલને ફિલ્ટર કરે છે. દર વખતે ફિલ્ટરનેશન પ્રક્રિયામાં તેના કેટલાક કોષો નાશ પામે છે. જો કે આપણું લીવર નવા કોષો પુનઃપ્રાપ્ત કરી શકે છે, ઘણા વર્ષો સુધી સતત આલ્કોહોલનું સેવન કરવાથી કોષોને પુનર્જીવિત કરવાની લીવરની ક્ષમતામાં ઘટાડો થાય છે, ભલે આપણે બહુ ઓછો આલ્કોહોલ પીતા હોઈએ.


જો તમે દારૂ પીશો તો શું થશે ?


આલ્કોહોલ પીવાથી કેન્સર, મગજને નુકસાન, હતાશા, હૃદયને નુકસાન અને વ્યસનનું જોખમ વધે છે. જો કે, આ બધું હોવા છતાં, કિશોરો અને યુવાનોમાં દારૂ પીવાનું વધી રહ્યું છે. 


આજકાલના યુવાનોમાં દારુ પીવાનું ચલણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. લોકો જાણે છે કે દારુ લીવરને નુકસાન પહોંચાડે છે તેમ છતા લોકો દારુનું સેવન કરે છે.