How To Eat Walnut: ડ્રાયફ્રુટ્સમાં અખરોટ ખાઓ. અખરોટ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. અખરોટમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે, જે તમારા હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. અખરોટ ખાવાથી મગજ તેજ અને સક્રિય બને છે. અખરોટ એ આયર્ન, ફોસ્ફરસ, કોપર, પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સેલેનિયમ જેવા પોષક તત્વોનો ભંડાર છે. મોટાભાગના લોકો અખરોટને પલાળ્યા વગર ખાય છે. આજે અમે તમને અખરોટની સાચી રીત અને યોગ્ય માત્રા વિશે જણાવી રહ્યા છીએ. આ સાથે, તમે જાણશો કે અખરોટના ફાયદા શું છે?
દિવસમાં કેટલા અખરોટ ખાવા જોઇએ?
દિવસમાં 2થી3 અખરોટ ખાવા જોઇએ, જો કે તેનાથી વધુ અખરોટ ખાવાથી નુકસાન પણ થઇ શકે છે.
કેવી રીતે ખાશો અખરોટ
શિયાળામાં તમે ઈચ્છો તો અખરોટને પલાળ્યાં વગર ખાઈ શકો છો, પરંતુ ઉનાળામાં તમારે અખરોટને પલાળ્યાં પછી જ ખાવા જોઈએ. અખરોટને આખી રાત પાણીમાં પલાળી રાખો. સવારે તેને ખાઓ. આ રીતે અખરોટ ખાવાથી તમને ઘણા ફાયદા થાય છે.
અખરોટ ખાવાના ફાયદા
અખરોટના સેવનથી મગજની કાર્યક્ષમતા વધે છે
હાર્ટના હેલ્થ માટે પણ અખરોટ ફાયદાકારક છે.
અખરોટમાં ઓમેગા 3 ફેટી એસિડ અને એન્ટીઓક્સિડન્ટસ હોય છે. જે દિલની બીમારીને દૂર કરે છે.
અખરોટના સેવનથી તણાવ ઓછો થાય છે અને સારી ઊંઘ આવે છે.માઇન્ડ શાંત રહે છે.
અખરોટ ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ ઓછું થાય છે તેમજ ગૂડ કેલોસ્ટ્રોલની માત્રા વધે છે.
Disclaimer : અહીં, આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.