Health:કેટલાક ફૂડ આઇટમ્સ એવા પણ હોય છે, જેના આપણે શાકાહાર સમજીને ખાઇ લેતા હોઇએ છીએ પરંતુ તે પુરી રીતે શાકાહાર નથી હોતા. આ ફૂડમાં કેટલાક અંશે એનિમલ પ્રોડકટ હોય છે. તેને ખરીદતી વખતે પણ આપણે તેના લેબલ પર ધ્યાન નથી આપતા. જો કે આ પ્રોડક્ટ નોનવેજ પ્રોડક્ટના લેબલથી બજારમાં વેચાય છે. તો જાણીએ એવા પ્રોડક્ટ વિશે જેની શુદ્ધ રીતે શાકાહારી ન હોવાની શક્યતા વધી જાય છે. જેમાં કંઇકને કંઇ મિલાવટ હોઇ શકે છે,


ચીઝ


મોટાભાગના લોકો બ્રેકફાસ્ટ કે સ્નેક્સમાં કોઇને કોઇ પ્રકારના ચીઝનો ઉપયોગ કરે છે. ખાસ કરીને બાળકોને ચીઝ વઘુ પસંદ હોય છે. જો કે કેટલાક ચીઝ એવા હોય છે, જેમાં રેન્નેટ મિક્સ કરેલ હોય છે. રેન્નેટ એક પ્રકારનું એન્જાઇમ છે, જે વાછરડાના પેટમાંથી કાઢવામાં આવે છે. તેનો ઉપયોગ ફૂડને ઘાટું બનાવવા માટે થાય છે.  તો આપ શાકહારી ચીઝ લેવા ઇચ્છો છો તો તેને ખરીદતા પહેલા લેબલ જરૂર વાંચી લો.


ઓમેગા-3 વાળા પ્રોડક્ટ


કેટલાક ફૂડમાં નેચરલી ઓમેગા-3 નથી હોતું.  જો કે તેને ઓમેગા-3થી ભરપૂર બનાવીને વેચવામાં આવે છે. આ ચીજ પણ વેજિટેરિયન નથી. તેમાં માછલીમાંથી લઇને પ્રોડક્ટમાં મિક્સ કરાય છે. જો આપ શાકાહારી છો તો ઓમેગા-3 માટે અળસી, સીડસ, અખરોટ ડાયટમાં સામેલ કરો, જે ઓમેગા-3ના નેચરલ સ્ત્રોત છે.


સોફ્ટ ડ્રિન્ક


આપ જાણીને હેરાન થઇ જશો કેટલાક સોફ્ટ ડ્રિન્કમાં પણ થોડી માત્રામાં જિલેટીન મિક્સ કરવામાં આવે છે. તેનો ઉપયોગ પણ ડ્રિન્કના ઘાટું બનાવવા માટે થાય છે. જિલેટીન જાનવરના અંગોમાંથી પ્રાપ્ત થાય છે. જો કે દરેક સોફ્ટ ડ્રિન્કમાં તેનો ઉપયોગ નથી થતો. તેમ છતાં પણ આપ શું પી રહ્યાં છો તેની જાણકારી હોવી જરૂરી છે. જો આપ શુદ્ધ શાકાહારી છો તો બજાર કરતા ઘરે બનાવેલ સોફ્ટ ડ્રિન્કનું સેવન કરો.


સફેદ ખાંડ


કેટલીક જગ્યાએ રિફાઇન્ડ વ્હાઇટ શુગરને 'બોન ચાર' અથવા નેચરલી કાર્બન રીતે બ્લીચ કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં જાનવરના હાડકાનો ઉપયોગ  થાય છે. કન્ફેકશનર  અને બ્રાઉન શુગર મિક્સ કરવાામાં આવે છે. કારણ કે બંને સફેદ ચીનીથી બનાવવામાં આવે છે.


વેનીલા આઇસક્રિમ


આઇસક્રિમની વેનિલા ફ્લેવર લગભગ દરેકને પસંદ આવે છે.  આ ફ્લેવરની કેટલીક આઇસક્રિમમાં ઉદબિલાવના બોડી પાર્ટસના કેટલાક તત્વ મિક્સ કરવામાં આવે છે. જેને કૈસ્ટોરમ કહે છે. વેનિલા ફ્લેવર આપવા માટે પ્રોડકટમાં કૈસ્ટોરમ મિક્સ કરવામાં આવે છે. FDAના નિયમ મુજબ કૈસ્ટોરમ ખાવાથી કોઇ નુકસાન નથી થતું અને તેને પ્રોડક્ટની સામગ્રી યાદીમાં પણ સામેલ કરવાની જરૂર નથી.


નોન ઓર્ગોનિક કેળાં


સાયન્સ ડેઇલના રિપોર્ટ મુજબ નોન ઓર્ગોનિક કેળાંમાં ઝિંગા અને કેકડાનો ઉપયોગ થાય છે. ઝીંગા અને કેકડામાં બેક્ટરિયા સામે લડવા માટે એવા કમ્પાઉન્ડ જોવા મળે છે જેને પ્રિઝર્વેટિવ રીતે ઉપયોગમાં લેવાય છે. તેના દ્રારા કેળાને જલ્દી ખરાબ થતાં બચાવી શકાય છે. તો આપ કેળાં ખરીદતી વખતે ધ્યાન રાખો કે તે ઓર્ગેનિક હોય


બટાટા ચિપ્સ


જો આપ બજારનની પોટેટો ચિપ્સ શાકાહારી સમજીને ખાઇ રહ્યાં હો તો સાવધાન થઇ જજો., તેમાં ચિકન ફેટ મિક્સ કરવામાં આે છે. જો કે આવું દરેક ચિપ્સમાં નથી હોતું પરંતુ ખરીદતા પહેલા લેબલ ચોક્કસ વાંચી લેવું.


વેજીટેબલ સૂપ


બજારમાં મળતા મોટાભાગના સૂપમાં  ચિકન કે બીફના હાંડકાનો ઉપયોગ થાય છે. ભલે આપ વેજિટેબલ સૂપ ખરીદી રહ્યાં હોય પરંત તેને ખરીદતાં પહેલા લેબલ ચોક્કસ વાંચી લો.,  શક્ય હોય તો ઘરે બનાવેલું વેજિટેબલ સૂપનો જ આગ્રહ રાખો, તે શરીર માટે  ખૂબ જ ફાયદાકારક છે.


હાર્ટ કોટેડ કેન્ડીઝ


મોટાભાગની કેન્ડીમાં શેલૈકનો ઉપયોગ થાય છે. જે માદા કીડાના સ્ત્રાવથી બનાવાય છે. સામાન્ય રીતે તેની સામગ્રીમાં ફન્ફેકશનર ગ્લેજ લખેલું હોય છે. શેલૈકનો ઉપયોગ ફર્નિચર પોલિશ, હેરસ્પ્રેમાં કરવામાં આવે છે.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.