Heart Attack sign:હાર્ટ એટેક અંગે ડોકટરોનું કહેવું છે કે તે અચાનક નથી થતો. ડૉક્ટરના જણાવ્યા અનુસાર, તેના લક્ષણો આપણા શરીર પર થોડા સમય પહેલા જ દેખાવવા લાગે છે.


હાર્ટ એટેક વિશે ઘણીવાર એવું કહેવામાં આવે છે કે તે હંમેશા અચાનક થાય છે. બીજી તરફ, ડૉક્ટરો અને નિષ્ણાતો કહે છે કે હાર્ટ એટેકના મોટાભાગના કેસોમાં અચાનક નથી થતો. પરંતુ , હાર્ટ એટેકના લક્ષણો થોડા સમય પહેલા જ શરીરમાં દેખાવા લાગે છે.  શરીરમાં કેટલાક આવા લક્ષણો દેખાય છે, જેને આપણે ગંભીરતાથી લેતા નથી. મોટાભાગના લોકો આ નાના લક્ષણોને અવગણે છે. ઉદાહરણ તરીકે, ખૂબ એસિડિટી હોવી. હાથમાં કળતર, ખોરાક પચતો નથી. હાર્ટ બર્ન પીઠની બાજુમાં સતત દુખાવો. એવા ઘણા ચિહ્નો છે જે હાર્ટ એટેક સાથે સંકળાયેલા હોઈ શકે છે. જાણીને નવાઈ લાગશે કે આ ચિહ્નો બહુ નાના હોય છે પરંતુ તે  હાર્ટ અટેકનો સંકેત આપે છે. અને ધ્યાન ન આપીએ તો  જીવલેણ સાબિત થઇ શકે છે.


હાર્વર્ડ હેલ્થ રિસર્ચ શું કહે છે?


હાર્ટ એટેકના ઘણા મામલાઓમાં એવું જોવામાં આવ્યું છે કે નાના સંકેતો તમને સંકેત આપે છે કે તમારે ઝડપથી ડૉક્ટર પાસે જવું જોઈએ, પરંતુ લોકો તેને સંપૂર્ણપણે અવગણે છે. હાર્વર્ડ હેલ્થે તાજેતરમાં એક સંશોધન પ્રકાશિત કર્યું છે કે, તેમણે મહિલાઓ પર આ સંશોધન કર્યું હતું, જેમાં 95% મહિલાઓએ કહ્યું હતું કે હાર્ટ એટેકના એક મહિના ઠીક ન  હતું લાગતું.  આ સંશોધનમાં એ વાત પણ સામે આવી છે કે બે સૌથી નાના દેખાતા સંકેતો છે જેને લોકો વારંવાર અવગણતા હોય છે. જેમ કે હંમેશા થકાવટ અનુભવવી અને  ઊંઘ  ન આવવી.


હાર્ટ એટેકના એક મહિના પહેલા શરીર પર આવા લક્ષણો દેખાય છે


રિસર્ચ મુજબ શ્વાસ લેવામાં તકલીફ, નબળાઈ, રાત્રે પરસેવો, ચક્કર અને ઉલ્ટી હાર્ટ એટેકના પ્રારંભિક લક્ષણો હોઈ શકે છે. બીજી બાજુ, મોટાભાગના પુરુષોમાં, છાતીમાં દુખાવો, જકડાઈ જવું, શ્વાસ લેવામાં તકલીફ એ પ્રારંભિક લક્ષણ તરીકે જોવા મળે છે.


'હાર્વર્ડ હેલ્થ'ના રિસર્ચ મુજબ, 'જો કેટલીક મહિલાઓને વધુ પડતો થાક, અસ્વસ્થતા, ઊંઘ ન આવવા અથવા શ્વાસ લેવામાં સતત તકલીફ રહેતી હોય તો તે હાર્ટ એટેકના પ્રારંભિક લક્ષણો હોઈ શકે છે.' આ લક્ષણો પર ધ્યાન આપીને તેનો તાત્કાલિક ઈલાજ કરી શકાય છે અને હાર્ટ એટેકથી બચી શકાય છે.


હાર્વર્ડ હેલ્થ અનુસાર, જે મહિલાઓને છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, થાક, પરસેવો, ચક્કર અને ઉબકા જેવા લક્ષણો હોય તેમણે તરત જ ડૉક્ટરની મદદ લેવી જોઇએ.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.