Asthma Food And Diet: અસ્થમાના દર્દીએ ખાવા-પીવામાં ખૂબ કાળજી લેવી જોઈએ. જાણો શું ખાવું અને શું ખાવાનું ટાળવું જોઇએ


અસ્થમા એટલે કે અસ્થમાના દર્દીએ આહાર અને જીવનશૈલીનું ખૂબ ધ્યાન રાખવું પડે છે. થોડી બેદરકારીના કારણે દર્દીની મુશ્કેલી વધી શકે છે.  આજકાલ બાળકોને પણ નાની ઉંમરે અસ્થમાની અસર થઈ રહી છે. વધતું પ્રદૂષણ અને નબળી રોગપ્રતિકારક શક્તિ તેનું કારણ બની રહી છે. જો કે, જો  આપના સ્વાસ્થ્ય અનુસાર ખોરાક લેવામાં આવે તો તેને ઘણી હદ સુધી નિયંત્રિત કરી શકાય છે. અસ્થમાના દર્દીઓએ આહારમાં કેટલીક એવી વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ, જે ફાયદાકારક હોય છે, જ્યારે કેટલીક બાબતો પ્રત્યે સાવધાન રહેવાની પણ જરૂર છે. તેનાથી અસ્થમાના દર્દીઓની મુશ્કેલીઓ વધી શકે છે. ચાલો જાણીએ કે અસ્થમાના દર્દીએ કેવો આહાર લેવો જોઈએ અને શું ટાળવું જોઈએ.


અસ્થમાના દર્દીઓ માટે ફાયદાકારક ખોરાક


કઠોળ


 કઠોળ ખાવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. જેના કારણે શરીરને ભરપૂર માત્રામાં પ્રોટીન મળે છે. અસ્થમાના દર્દીઓ મગની દાળ, સોયાબીન, કાળા ચણા અને અન્ય કઠોળ ખાઈ શકે છે. દાળ ખાવાથી ફેફસાં મજબૂત બને છે. અસ્થમાના દર્દીએ દરરોજ 1 વાટકી દાળ અવશ્ય ખાવી જોઇએ.


ગ્રીન વેજીટેબલ


જો તમને અસ્થમા હોય તો લીલા શાકભાજીનું વધુ સેવન કરો. લીલા શાકભાજી ખાવાથી ફેફસામાં કફ જમા થતો નથી અને શરીરને તમામ વિટામિન્સ મળે છે. આ અસ્થમાનો અટેકનું જોખમ ઘટે છે. લીલા શાકભાજી આંતરડા અને ફેફસા માટે પણ સારા છે.


વિટામિન-C


અસ્થમાના દર્દીએ ખોરાકમાં વિટામિન સીથી ભરપૂર વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ. તે ભરપૂર એન્ટી-ઓક્સિડન્ટ્સ પ્રદાન કરે છે, જે ફેફસાંને સુરક્ષિત બનાવે છે. વિટામિન સી ખાવાથી અસ્થમાના અટેકનું જોખમ ઓછું થાય છે.


 મધ -તજ


અસ્થમાના દર્દીએ મધ અને તજનું સેવન કરવું જોઈએ. તેનાથી ફાયદો થાય છે. દરરોજ રાત્રે સૂતી વખતે મધમાં 2-3 ચપટી તજ  મધ સાથે ભેળવી લેવાથી ફેફસામાં આરામ મળે છે.


તુલસી


અસ્થમાના રોગીએ તુલસીનું સેવન કરવું જોઈએ. જેના કારણે શરીરને એન્ટી ઓક્સીડેન્ટ મળે છે. રોજ ચામાં તુલસીના પાન નાખીને પીવાથી અસ્થમાના દર્દીને ફાયદો થાય છે. તુલસી ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. આ સિઝનલ બીમારીનું પણ જોખમ ઘટે છે.


અસ્થમાના દર્દીઓએ આ વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ


અસ્થમાના દર્દીએ ખોરાકમાં ઘઉં, ઈંડા, સોયા, પપૈયા, કેળા, ખાંડ, ચોખા અને દહીં ન ખાવા જોઈએ. અસ્થમાના દર્દીઓએ વધુ પડતી તળેલી વસ્તુઓ ન ખાવી જોઈએ. આ લોકોએ ઠંડી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ અવશ્ય  લો.