Health :કેળા સ્વાસ્થ્ય માટે ખૂબ જ આરોગ્યપ્રદ છે. તેમાં ઘણા પ્રકારના પોષક તત્વો હોય છે, જે આપણને શરીરની અનેક બીમારીઓથી સુરક્ષિત રાખે છે. મોટાભાગના લોકો વજન વધારવા અથવા શરીરને મજબૂત બનાવવા માટે કેળા ખાતા હોય છે.
કેળા સ્વાસ્થ્ય માટે ખૂબ જ આરોગ્યપ્રદ છે. તેમાં ઘણા પ્રકારના પોષક તત્વો હોય છે, જે આપણને શરીરની અનેક બીમારીઓથી સુરક્ષિત રાખે છે. મોટાભાગના લોકો વજન વધારવા અથવા શરીરને મજબૂત બનાવવા માટે કેળા ખાતા હોય છે, પરંતુ શું તમે જાણો છો કે કેળા ખાવાથી કેન્સરથી પણ બચી શકાય છે. હા, સંશોધનમાં સામે આવ્યું છે કે કેળા ખાવાથી કેન્સરનું જોખમ ઓછું થાય છે. તમને આ સાંભળીને આશ્ચર્ય થશે, પરંતુ માત્ર કેળા જ નહીં પરંતુ અન્ય પ્રતિરોધક સ્ટાર્ચથી ભરપૂર ખોરાક તમને કેન્સરથી બચવામાં મદદ કરી શકે છે.
અભ્યાસ શું કહે છે?
મેડિકલ ન્યૂઝ ટુડેના અહેવાલ મુજબ,રજિસ્ટેન્ટ ક સ્ટાર્ચ (RS) કાર્બોહાઇડ્રેટ્સથી સમૃદ્ધ હોય છે. આ સ્ટાર્ચ નાના આંતરડામાંથી પચ્યા વિના મોટા આંતરડામાં પહોંચે છે, જે મોટા આંતરડામાં પચી જાય છે. પ્રતિરોધક સ્ટાર્ચ એ છોડ આધારિત ખોરાક છે જેમ કે અનાજ, કેળા, કઠોળ, ચોખા વગેરે.
તે સ્ટાર્ચયુક્ત ફાઇબરનો એક ભાગ છે, જે તમને કોલોરેક્ટલ કેન્સર અને ઘણા રોગોના જોખમને ઘટાડવામાં મદદ કરી શકે છે. યુકેની ન્યુ કેસલ અને લીડ્સ યુનિવર્સિટીના અભ્યાસો સૂચવે છે કે પ્રતિરોધક સ્ટાર્ચ પાવડર લિંચ સિન્ડ્રોમ ધરાવતા લોકોમાં કેન્સરનું જોખમ પણ ઘટાડી શકે છે.
રોજ કેળા ખાવાથી ફાયદો થાય છે
સંશોધનમાં આ હકીકત સાબિત થઈ છે કે દરરોજ 30 ગ્રામ પ્રતિરોધક સ્ટાર્ચનું સેવન કરવાથી કેન્સરનું જોખમ ઘટાડી શકાય છે. 30 ગ્રામ પ્રતિરોધક સ્ટાર્ચ 1 કાચા કેળાની બરાબર છે. સંશોધનમાં, લગભગ 10 વર્ષ સુધી ફોલો-અપ પછી ડેટા એકત્રિત કરવામાં આવ્યો હતા.
Skin care tips: વધતી ઉંમરની ત્વચા પર અસરને કરે છે ઓછી, આ આયુર્વૈદિક જડીબુટ્ટીનો કરો ઉપગોય
આયુર્વૈદમાં એવું ઓષધ છે, જે વધતી ઉંમરના લક્ષણોને રોકી શકે. આયુર્વૈદિક ઔષધથી ત્વચાને પુરતુ પોષણ મળે છે. કેટલીક જડીબુટ્ટી વધતી ઉંમરના લક્ષણોને ઓછી કરે છે. એવા 4 ઓષઘ છે.જે વઘતી ઉંમરની અસરને ઓછી કરે છે.
મોરિંગામાં ડિટોક્સિફાઇંગના ગુણ છે, જે એન્ટી એન્જિંગને દૂર કરવામાં બેહદ પ્રભાવિત છે. મોરિંગા ત્વચાના ડાઘ-ધબ્બા દૂર કરવાની સાથે પિંગ્મેટેન્શન સામે લડવામાં પણ મદદરૂપ થાય છે. મોરિંગાનું ફેસપેક પર લગાવી શકો છો. જે ત્વચાને કરચલીથી મુક્ત રાખે છે.
અશ્વગંધા એક સુપર ફૂડ છે. જે ત્વચાની કોશિકાને બનાવવામાં મદદ કરે છે. તેનાથી સ્કિન ફ્રેશ લાગે છે. તે ત્વચાની અંદરનું કોલેજનને વધારે છે. જેનાથી સ્કિન પર પરત મોટી આવે છે અને ગ્લો આવે છે. રાત્રે સૂતા પહેલા દૂધમાં અશ્વગંધા મિક્સ કરીને સુકામેવા સાથે પીવો.
લીમડો પ્રાકૃતિક રીતે કોલેજનને વધારે છે. તેમાં એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટીબેક્ટરિયલ ગુણ હોય છે. સ્કિનના સ્વાસ્થ્યને સુધારે છે. કરચલીથી સ્કિનને બચાવે છે. લીમડાના તેલનું સ્કિન પર મસાજ કરવાથી સારૂ રિઝલ્ટ મળે છે.
આંબળા વિટામિન સીનો શ્રેષ્ઠ સ્ત્રોત છે. જે એન્ટીઓક્સિડન્ટ ગુણથી ભરપૂર છે. જે સ્કિનને ફ્રી રેડિકલ્સથી બચાવે છે અને સ્કિનને ગ્લોઇંગ બનાવે છે. આંબળાને કાચા પણ ખાઇ શકો છો અથવા તેનું જ્યુસ પણ ફાયદાકારક છે.
Disclaimer: એબીપી ન્યૂઝ આ લેખમાં ઉલ્લેખિત પદ્ધતિઓ, અને દાવાઓની પુષ્ટિ કરતું નથી. આને ફક્ત સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો