Deepika Heart Problem: અભિનેત્રી દીપિકા પાદુકોણને હ્રદયની બીમારીના કારણે તાજેતરમાં હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. જાણો શું છે દીપિકાને હૃદયની બીમારી અને કેટલી ખતરનાક છે?


બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ પણ હ્રદયની બીમારીથી પીડિત છે. થોડા દિવસો પહેલા શૂટિંગ દરમિયાન દીપિકા પાદુકોણની તબિયત અચાનક બગડી હતી, જેના પછી તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ડૉક્ટરોએ જણાવ્યું હતું કે તેના હૃદયના ધબકારા વધી ગયા હતા, જેના કારણે તે નર્વસ થઈ ગઇ હતી


ડોક્ટરોએ દીપિકાના ઘણા ટેસ્ટ કર્યા, જે બાદ તેને સ્વસ્થ થતાં ઘરે મોકલી દેવામાં આવી. દીપિકા પાદુકોણ અત્યારે તો  સ્વસ્થ  છે પણ શું તમે જાણો છો કે દીપિકા પાદુકોણને શું થયું? તેના ધબકારા અચાનક કેમ વધી ગયા?


દીપિકા પાદુકોણમાં હાર્ટ એરિથમિયાના લક્ષણો જોવા મળ્યા છે. કારણ કે આ પહેલીવાર નથી જ્યારે દીપિકા પાદુકોણને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હોય. હવે તમારા મનમાં સવાલ ઉઠતો જ હશે કે આખરે આ રોગ શું છે? ચાલો જાણીએ.


શું છે હાર્ટ Arrhythmia


માનવ હૃદયમાં ધબકારાનો એક રેટ અને રિધમ  હોય છે અને જો તે લયમાં ખલેલ પહોંચે તો તેને હાર્ટ એરિથમિયા કહેવાય છે. આ એક પ્રકારનો હાર્ટ ડિસઓર્ડર છે. હૃદયના આ દર અને લય પાછળ ઇલેક્ટ્કકલ ઇમ્પલ્સ હોય  છે, જે વિદ્યુત આવેગનું સંચાલન કરે છે. હવે આ હૃદયના વિદ્યુત આવેગ છે, તેઓ નિર્ધારિત માર્ગમાંથી પસાર થાય છે.આ સિગ્નલ Heart Musclesની એક્ટિવિટીને કોર્ડિનેટ કરે છે. જે લયબદ્ધ કરે છે. આ લયમાં મુશ્કેલી આવતા એરિધમિયાની સમસ્યા થાય છે.


હાર્ટ એરિથમિયાનો ભય શું છે


હાર્ટ એરિથમિયા મોટાભાગના કિસ્સાઓમાં નુકસાન પહોંચાડતું નથી. પરંતુ જ્યારે આ સમસ્યા મગજ, ફેફસાં, હૃદય કે અન્ય આવશ્યક અંગોમાં લોહીના પ્રવાહમાં સમસ્યા સર્જે છે ત્યારે તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે.


હાર્ટ Arrhythmiaના લક્ષણો



  • હૃદયના ધબકારા ચૂકી જાય છે

  • ગરદન અથવા છાતીમાં ફફડાટ

  • હાર્ટ રેટ ઝડપી અથવા ધીમો

  • છાતીનો દુખાવો

  • શ્વસન તકલીફ

  • મૂર્છા અને થાક

  • પુષ્કળ પરસેવો


હાર્ટ અરિધિમયા થવાનું કારણ


હાર્ટ એરિથમિયા રોગ થવા પાછળ ઘણા કારણો છે. તેનું કારણ હાઈ બ્લડ પ્રેશર, ડિપ્રેશન, કસરત, તણાવ કે ટેન્શનથી લઈને એલર્જી, શરદી વગેરે હોઈ શકે છે.


Disclaimer: એબીપી ન્યૂઝ આ લેખમાં ઉલ્લેખિત પદ્ધતિઓ, અને દાવાઓની પુષ્ટિ કરતું નથી. આને ફક્ત સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો