Banana Benefits:કેળા ભરપૂર વિટામિન પ્રોટીનથી ભરપૂર છે. ફાઇબરથી ભરપૂર કેળા એનર્જી  આપવાની સાથે બીમારીથી પણ બચાવે છે. તો દૂધથી શરીરને કેલ્શિયમ અને વિટામિન ડી મળે છે. જો કે દૂધ અને કેળા એક સાથે ખાવાથી શરીરને વધુ ન્યુટ્રીશન મળે છે, ખાસ કરીને વજન વધારવા માટે લોકો કેળા અને દૂધ લેવાની સલાહ અપાઇ છે.


દૂધ અને કેળાને મિક્સ કરીને શેક સહિત અનેક ડિશ બનાવી શકાય છે. હેલ્થ એક્સ્પર્ટનું માનવું છે કે, દૂધ કેળા અલગ -અલગ વધુ પૌષ્ટિક છે. જો કે સાથે આ સારૂ કોમ્બિનેશન નથી. હેલ્થ એક્સપર્ટ બનાના શેકને પણ વિરૂધ આહાર માને છે.


દૂધ પ્રોટીન, વિટામિન્સ અને રાઇોફ્લેવિન, વિટામિન બી12,  જેવા મિનરલ્સનો ખજાનો છે. 100 ગ્રામ દૂધમાં લગભગ 42 કેલેરી હોય છે. જો કે દૂધમાં વિટામિન સી, ફાઇબર નથી હોતું આ સિવાય કાર્બોહાઇડ્રેઇઠ પણ ઓછું હોય છે. જો કે શાકાહારી માટે દૂધ પ્રોટીનનો સૌથી ઉત્તમ સ્ત્રોત છે.


બીજી બાજુ કેળા વિટામિન બી6, વિટામિન ફાઇબર, પોટેશિયમ અને બોયાટીન જેવા વિટામિનોથી ભરપૂર હોય છે. 100 ગ્રામ કેળામાં 89 કેલેરી હોય છે. કેળા ખાધા બાદ લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે અને ઇન્સ્ટન્ટ એનર્જી મળે છે.કાર્બોહાઇટડ્રેટથી ભરપૂર આ ફળ વર્કઆઉટ બાદના નાસ્તા માટે સારો ઓપ્શન છે.


દૂધ અને કેળાનું કોમ્બિનેશન કેટલાક લોકો આદર્શ માને છે કારણ કે જે પોષક તત્વો દૂધમાં છે, તે કેળામાં નથી અને જે પોષક તત્વો કેળામાં છે તે દૂધમાં નથી.


સ્ટડી મુજબ  કેળા અને દૂધ એક સાથે ખાવાથી પાચનતંત્ર સાથે સાયનસને પણ પ્રભાવિત કરે છે. સાયનસના સંકોચનથી શરદી, કફ જેવી સમસ્યા થઇ શકે છે. લાંબા સમય સુધી કેળા, દૂધ મિકસ કરીને ખાવાથી  વોમિટ, ડાયરિયા જેવી પણ સમસ્યા થઇ શકી છે.


સાવધાન! સવારે નાસ્તામાં ક્યારેય ન ખાઓ આ ફૂડ amp
આ ફૂડ કોલેજનને કરે છે બૂસ્ટ amp



  •  નાસ્તામાં ક્યારેય ન ખાઓ આ ફૂડ 

  • ખાલી પેટ આ ફૂડ પહોંચાડશે ભારે નુકસાન

  • સવારે ખાલી પેટ દહીં ખાવું નુકસાનકારક છે.

  • સવારે ખાલી પેટ ક્યારેય તળેલી વસ્તુ ન ખાવ

  • આવું કરવાથી આખો દિવસ પાચન નબળું રહેશે

  • સવારના સમયે ક્યારે સલાડ ન ખાઓ

  • સવારે કાચું ફૂડ ખાવાથી ડાઇજેશન સ્લો થશે

  • મોર્નિગમાં સુગરવાળા ડ્રિન્ક નુકસાન કરે છે

  • તેનાથી સુગર લેવલ ઝડપથી વધે છે

  • સવારે ખાલી પેટ જ્યુસ પણ ન પીવું

  • મેંદાથી બનેલી કોઇ ચીજ સવારે ન ખાઓ

  •  સવારના ખાલી પેટ સ્પાઇસી ફૂડ ન ખાઓ


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.