Health:આજની ઝડપી જીવનશૈલીમાં, જે વસ્તુઓને ઓછા સમયમાં ઝડપથી તૈયાર કરી શકાય છે તેનો ઉપયોગ ઘણો વધી ગયો છે. સમયના અભાવને કારણે આજકાલ લોકોમાં ફ્રોઝન ફૂડ, પેક્ડ ફૂડ અને જંક ફૂડનો ઉપયોગ નોંધપાત્ર રીતે વધી ગયો છે. પરંતુ આ ખાદ્યપદાર્થો જેટલી સરળ બને છે, તેટલી ઝડપથી તે તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. વધુ પડતું ખાવાથી માત્ર સ્થૂળતા જ નથી વધી રહી પરંતુ હાર્ટ એટેક, કેન્સર અને ડાયાબિટીસ જેવી બીમારીઓનું જોખમ પણ ઝડપથી વધી રહ્યું છે.
ફ્રોઝન ખાદ્ય પદાર્થોનો ઉપયોગ વધી રહ્યો છે
ખાસ કરીને કામ કરતા લોકોમાં ફ્રોઝન ફૂડ અને પેક્ડ ફૂડ ખાવાનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. જે યુવાનો પાસે સમય ઓછો છે અને ઘરની બહાર રહે છે. તેઓ ઘણીવાર આ ફૂડને વધુ પસંદ કરે છે. ઘરે બનાવેલા તાજા ખોરાકની સરખામણીમાં ફ્રોઝન ફૂડ સ્વાસ્થ્ય માટે ખરાબ માનવામાં આવે છે. કારણ કે તેમાં હાઇડ્રોજનયુક્ત પામ તેલનો ઉપયોગ કરવામાં આવે જેમાં હાનિકારક ટ્રાન્સફેટ હોય છે
ફ્રોઝન ફૂડ આઈટમ્સ કેમિકલયુક્ત
આ સિવાય ફ્રોઝન ફૂડમાં સ્ટાર્ચ અને ગ્લુકોઝનું પ્રમાણ વધુ હોય છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે, ફ્રોઝન ફૂડને સાચવવા માટે ઘણા પ્રકારના કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે.તેને તાજો રાખવા માટે જે પ્રિઝર્વેટિવ્સનો ઉપયોગ થાય છે,. જે કેમિકલથી ભરપૂર હોય છે. આ જ વસ્તુ ફ્રોજન ફૂડને વધુ ખરાબ બનાવે છે.
અમેરિકાથી લઈને ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં આ પ્રકારના ફૂડનો ક્રેઝ ઝડપથી વધ્યો છે. જો ભારતની વાત કરીએ તો મેટ્રો શહેરોમાં યુવાનોમાં જંક ફૂડ ખાવાનું ચલણ નોંધપાત્ર રીતે વધ્યું છે. આ પ્રકારનો ખોરાક ખાવાથી ફૂડ ઇન્ફેક્શનનું જોખમ વધારે છે. આ સિવાય આ ફૂડથી સ્થૂળતા, લીવર, કિડની, હાર્ટ સહિતના અંગો બીમાર થાય છે. ફ્રોઝન ફૂડમાં સોડિયમની માત્રા વધુ હોવાને કારણે આ ફૂડ શરીરમાં ઘણી સમસ્યાઓનું કારણ બને છે.
ફ્રોઝન ફૂડનો વધુ પડતો ઉપયોગ આ રોગોનું જોખમ વધારે છે
ડાયાબિટીસનું જોખમ: સ્ટાર્ચનો ઉપયોગ ફ્રોઝન ફૂડને તાજો રાખે છે. આ સ્ટાર્ચ ખાવાનો સ્વાદ વધારે છે પરંતુ તેને પચાવવામાં મુશ્કેલી પડે છે. આવો ખોરાક ખાવાથી શરીર ગ્લુકોઝને સુગરમાં ફેરવે છે. વધારે ખાંડ ડાયાબિટીસનું જોખમ વધારે છે. જેના કારણે શરીરની પેશીઓને પણ નુકસાન થાય છે.
હ્રદય માટે ખતરનાકઃ ફ્રોઝન અને પ્રોસેસ્ડ ફૂડ ખાવાથી હ્રદય રોગનું જોખમ વધી જાય છે. ફ્રોઝન ફૂડમાં ટ્રાન્સ ફેટનું પ્રમાણ વધુ હોય છે જે ધમનીઓમાં ગંઠાઈ જવાની સમસ્યાને વધારે છે. ટ્રાન્સ ફેટ શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલને વધારે છે અને સારા કોલેસ્ટ્રોલને ઘટાડે છે. આ હાર્ટ એટેકનું જોખમ નોંધપાત્ર રીતે વધારે છે. આ ઉપરાંત આવા ખોરાકમાં સોડિયમનું પ્રમાણ વધુ હોય છે જે બીપીને પણ વધારે છે.
સ્થૂળતા વધે છેઃ ફ્રોઝન ફૂડમાં ચરબીનું પ્રમાણ ખૂબ વધારે હોય છે, જે શરીરમાં સ્થૂળતા વધારે છે. આ પ્રકારનો ખોરાક પોષક તત્વોથી ભરપૂર હોવાનું કહેવાય છે પરંતુ ડોક્ટરો તેને સ્વાસ્થ્ય માટે ધીમા ઝેર સમાન જ ગણાવે છે. આ ખોરાકમાં હાજર ચરબીમાં કાર્બોહાઇડ્રેટ્સ અથવા પ્રોટીન કરતાં બમણી કેલરી હોય છે. જો તમે 1 કપ ફ્રોઝન ચિકન ખાઓ છો, તો તે લગભગ 600 કેલરી ઇનટેક કરો છે.
કેન્સરનું જોખમ: જે લોકો ફ્રોઝન ફૂડ ખાય છે તેમને કેન્સરનું જોખમ વધારે હોય છે. ઘણા સંશોધનો દર્શાવે છે કે ફ્રોઝન ફૂડ, ખાસ કરીને ફ્રોઝન મીટ ખાવાથી સ્વાદુપિંડના કેન્સરનું જોખમ વધે છે. એક અભ્યાસ અનુસાર, ફ્રોઝન સ્પાઈસી નોન વેજ, હોટ ડોગ્સ અને સોસ ખાવાથી કેન્સરનું જોખમ 65 ટકા વધી જાય છે.