Fat Loss Tips:ઉનાળા અને વરસાદની ઋતુમાં મોટાભાગના લોકો શોર્ટ્સ, હાફ પેન્ટ, પાયજામા જેવા ડ્રેસ, ફ્રોક્સ જેવા ડ્રેસ પહેરવાનું પસંદ કરે છે. પરંતુ  જાંઘ, પેટ અને હિપ્સને કારણે આવા આઉટફિટ કેરી કરી શકાતા નથી.  કારણ કે ડ્રેસ ગમે તેટલો સુંદર કેમ ન હોય, તમે તેમાં સારા નહિ દેખાશો તો કોન્ફિડન્ટ પણ ફીલ  નહિ કરો.  આજે, અમારા આર્ટિકલ દ્વારા અમે તમને કેટલીક ખાસ ટિપ્સ જણાવીશું જેની મદદથી તમે તેને સંપૂર્ણ રીતે નહીં તો એક અઠવાડિયામાં આ હિસ્સાની થોડી ઘણી ચરબી ઠીક કરી શકો છો.


હઠીલી ચરબી શરીરમાં આ સ્થાન પર હોય છે


તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે, વજન વધવાના કારણે શરીરની મોટાભાગની ચરબી પેટ, કમર, જાંઘ, ગ્લુટ્સ અને છાતી પર દેખાય છે. સ્ત્રીઓમાં જાંઘ પર વધુ ચરબી સામાન્ય રીતે જામે છે  પરંતુ તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે, અમે તમારા માટે કેટલીક ખાસ કસરતો લાવ્યા છીએ જેની મદદથી તમે સરળતાથી વજન ઘટાડી શકો છો. સ્ત્રીઓની જાંઘ, કમર અને પેટ પર  પુરૂષો કરતાં ઘણી વધુ ચરબી હોય છે. આનો સીધો અર્થ એ છે કે કેટલીક સ્ત્રીઓએ જાંઘની ચરબી ઘટાડવા માટે તેમના આખા શરીરની ચરબી ઓછી કરવી પડે છે.


ક્રંચેશ


જો તમે તમારા પેટ અને પગ પરની હઠીલી ચરબીથી છૂટકારો મેળવવા માંગો છો, તો ક્રન્ચ તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે. જે લોકો એબ્સ બનાવવા માંગતા હોય તેઓએ આ કસરત કરવી જોઈએ. આ કરવા માટે, બેડ પર સૂઈ જાઓ અને તમારા બંને હાથને તમારી પીઠ પાછળ રાખો. તેનાથી પેટ પર દબાણ આવે છે. તમે 7-10 દિવસમાં ફરક જોશો.


એર સાયકલિંગ


આ કસરત કરવા માટે પહેલા બેડ પર સૂઈ જાઓ. અને પછી તમારા પગને હવામાં પેન્ડલ મારતા હોય તે રીતે ફેરવો.  જેમ કે સાયકલ ચલાવવી. તેનાથી તમારા પેટ, કમર અને જાંઘની ચરબી ઓછી થશે. આ કસરત 5-10 મિનિટ કરો અને તમને તરત જ તમારા શરીરમાં ફરક દેખાશે.


લેગ્સ  લિફ્ટ્સ


આ કસરત કરવા માટે, સૌ પ્રથમ બેડ પર તમારી પીઠ પર સીધા સૂઈ જાઓ. પછી શ્વાસ લો અને તમારા પગને ઉપરની તરફ ઉઠાવો. થોડીક સેકંડ રાહ જુઓ અને પછી શ્વાસ બહાર કાઢો અને તમારા પગને નીચે કરો. આ કસરત કરવાથી ન માત્ર  વજન ઘટશે પણ શરીરના નીચેના ભાગમાં દુખાવો પણ ઓછો થશે.