Hair care Tips: વધતી ઉંમર સાથે વાળમાં તેલનું ઉત્પાદન ઘટે છે. આ સિવાય પ્રદૂષણ, ધૂળ, સૂર્યપ્રકાશ, ઠંડો પવન કે ક્લોરિનેટેડ પાણીના કારણે પણ વાળ ડ્રાય થઈ જાય છે. જો તમે વારંવાર તમારા વાળ ધોતા હોવ તો પણ વાળનું તેલ ખતમ થઈ જાય છે અને વાળ તેની ચમક ગુમાવે છે. શિયાળામાં તમારા વાળની ચમક વધારવા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખો જેથી કરીને ડ્રાય હેર પણ સ્મૂધ અને શાઇની બની રહે
રક્ત પરિભ્રમણ વધારવા માટે દરરોજ મસાજ કરો
ઉત્તર ભારતથી દક્ષિણ સુધી ઠંડીની મોસમ શરૂ થઈ ગઈ છે. જો વાળની યોગ્ય રીતે કાળજી લેવામાં ન આવે તો વાળ ખરવા, શુષ્કતા અને નિર્જીવ વાળ તમને પરેશાન કરશે. તમે વાળની મસાજ માટે કોલ્ડ પ્રેશ તેલનો ઉપયોગ કરી શકો છો. બદામના તેલ, સરસવ વગેરેથી સ્કેલ્પની માલિશ કરો જેનાથી રક્ત પરિભ્રમણ વધે છે અને વાળનો વિકાસ પણ વધે છે.
ડીપ-ક્લીન્સિંગ શેમ્પૂનો ઉપયોગ કરવો
જો તમારા વાળ ચીકણા છે તો શિયાળામાં તમારે ચોક્કસપણે વધુ ધ્યાન આપવું પડશે. તેલના ઉત્પાદનને કારણે, વધુ ધૂળ અને ગંદકી વાળમાં ચોંટી જાય છે, જેના કારણે ડેન્ડ્રફની સમસ્યા વધે છે. તમારા વાળની સફાઈ પર વધુ ધ્યાન આપવું જોઈએ. ડીપ-ક્લીન્સિંગ શેમ્પૂનો ઉપયોગ કરીને તમારા વાળ ધોઈ લો. શેમ્પૂની મદદથી માથામાંથી વધારાનું તેલ દૂર થશે અને ધૂળ પણ ચોંટશે નહીં.
ગરમ પાણીથી વાળ ન ધોવા
ઠંડીથી બચવા માટે લોકો શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરવાનું પસંદ કરે છે. જો તમે તમારા વાળ ધોવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરો છો, તો તે તમારા વાળમાંથી કુદરતી તેલ દૂર કરશે. વાળમાં શુષ્કતા વધશે. ગરમ પાણીનો ઉપયોગ કરવાને બદલે સામાન્ય અથવા ઠંડા તાપમાનના પાણીનો ઉપયોગ કરો. આમ કરવાથી વાળના ક્યુટિકલ્સ સીલ થઈ જશે અને ડ્રાયનેસની સમસ્યા નહીં રહે.
વાળ માટે ફ્રિઝ કંટ્રોલ સીરમ
જો તમને લાગે છે કે ફક્ત શેમ્પૂ લગાવવાથી તમારા વાળ સારા થઈ જશે તો એ તમારી ભૂલ છે. જો તમે તમારા વાળને સ્વસ્થ અને ચમકદાર બનાવવા માંગો છો, તો સલ્ફેટ યુક્ત શેમ્પૂ સાથે કન્ડિશનરનો ઉપયોગ કરો. વાળની શુષ્કતા દૂર કરવા માટે તમે સીરમનો પણ ઉપયોગ કરી શકો છો. તમને બજારમાં સરળતાથી હેર સીરમ મળી જશે જે વાળની સંભાળ માટે શ્રેષ્ઠ વિકલ્પ છે.
હીટ ઇન્સ્ટૂમેન્ટથી વાળને બચાવો
ભીના વાળને સૂકવવા માટે ડ્રાયરનો ઉપયોગ કરીને, વાળને સીધા કરવા માટે સ્ટ્રેટનર અથવા કર્લિંગ આયર્ન જેવા સાધનો ઉપયોગ થાય છે. આજકાલ આવા ઉપકરણોનો ઘણો ઉપયોગ થાય છે. જો તમે પણ તમારા વાળને સ્વસ્થ રાખવા માંગતા હોવ તો ઓછામાં ઓછા આવા સાધનોનો ઉપયોગ કરો. જો તમે ઇચ્છો તો, તમે તમારા વાળને નુકસાનથી બચાવવા માટે હીટ પ્રોટેક્ટન્ટ સીરમ લગાવી શકો છો.