Health Alert:સ્વાસ્થ્યને લગતા ઘણા ટ્રેન્ડસ આજે બહુ ચર્ચામાં છે. આવી સ્થિતિમાં, તેમને અનુસરતા પહેલા તેમના વિશે યોગ્ય રીતે જાણવું મહત્વપૂર્ણ છે. શું તમે જાણો છો કે જ્યારે તમે રિસર્ચ કર્યા વગર માત્ર ટ્રેન્ડ જોઈને વસ્તુઓને તમારી જીવનશૈલીનો એક ભાગ બનાવી લો છો, ત્યારે તમે જાણતા-અજાણતા જોખમ ઉઠાવી રહ્યા છો. આવો જાણીએ કેમ આ વસ્તુ નુકસાનકારક સાબિત થાય છે.


આજકાલની જીવનશૈલી એવી છે કે, સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જરૂરી બની જાય છે. આવી સ્થિતિમાં, સ્વાસ્થ્યના ઘણા ટ્રેન્ડસ હાલ ચર્ચામાં  છે, પરંતુ સમસ્યા ત્યારે ઊભી થાય છે જ્યારે તમે વિચાર્યા વિના તેને અનુસરવાનું શરૂ કરો છો. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિવિધ ટ્રેન્ડને જોતા પહેલા તેના શું નુકસાન થઈ શકે છે તે જાણવું જરૂરી છે. ઘણા લોકો માત્ર  હેલ્થ ટ્રેન્ડસને  કારણે ખાલી પેટે લીંબુ પાણી પીવાનું શરૂ કરી દે છે. તમને જણાવી દઈએ કે, આ તમને એસિડિટીનો શિકાર બનાવી શકે છે. ચાલો જાણીએ આવા જ કેટલાક હેલ્થ ટ્રેન્ડ વિશે, જેને ફોલો કરીને તમે અજાણતાં જ તમારા માટે સમસ્યાઓ ઉભી કરી રહ્યા છો.


ખાલી પેટ લીંબુ પાણી


સવારે ખાલી પેટે લીંબુ પાણી પીવાથી ઘણી આડઅસર થઈ શકે છે. માત્ર તેનો ટ્રેન્ડ જોઈને આ આદતને ફોલો કરવામાં ડહાપણ નથી. આ તમને એસિડિટીનો શિકાર તો બનાવશે જ, પરંતુ પેટમાં બળતરા અને તમારા દાંતને પણ નુકસાન પહોંચાડી શકે છે. જો તમે વજન ઘટાડવા માટે આ કરી રહ્યા છો, તો તેના બદલે તમે સવારે ઉઠ્યા પછી માત્ર હૂંફાળુ  પાણી પી શકો છો, જેમાં કોઈ નુકસાન નથી.


લાંબો સમય ભૂખ્યું રહેવું


ઘણા લોકો ખાધા પછી લાંબા સમય સુધી ભૂખ્યા રહે છે અથવા દિવસમાં માત્ર એક જ વાર ખાય છે. આવી સ્થિતિમાં, અમે તમને જણાવીએ કે આ આદત મહિલાઓમાં પીરિયડ્સ ન આવવાનું કારણ બની શકે છે. આ સિવાય તમારા શરીરમાં નબળાઈનો પણ ખતરો રહે છે અને વાળના સ્વાસ્થ્ય માટે તેને સારી આદત માનવામાં આવતી નથી. જો તમારો ઉદ્દેશ્ય ફિટ રહેવાનો છે, તો જાણો કે ભૂખ્યા રહેવા કરતાં તમારા રૂટિનમાં વર્કઆઉટનો સમાવેશ કરવો વધુ સારું છે.


કાચા ફળોનો રસ


કાચા ફળોનો રસ પીવાનો પણ આજે ટ્રેન્ડ છે. તમને જણાવી દઈએ કે, આના કારણે પેટનું ફૂલવું અને પોષણની ઉણપ જોવા મળે છે. તેના બદલે, તમારે પહેલા કાચા ફળો ઉકાળવા જોઈએ અને પછી તેનો રસ પીવો જોઈએ. તેનો રસ સીધો પીવાથી સ્વાસ્થ્યને અનેક નુકસાન થઈ શકે છે.


સ્મૂધીમાં  બરફ ઉમેરવો


ઘણા લોકો તેમાં વધુ બરફ ઉમેરીને સ્મૂધી અથવા ઠંડાઈ પીવે છે. જેના કારણે પેટમાં દુખાવો અને શરદી-ખાંસી થવાની સંભાવના રહે છે. આવી સ્થિતિમાં, કોઈએ બરફ ઉમેરીને ખાવાનું ટાળવું જોઈએ. આયુર્વેદમાં પણ તેને સારું માનવામાં આવતું નથી.


ભારે ગરમીમાં વર્કઆઉટ


ACમાં વર્કઆઉટ કરવું જેટલું નુકસાનકારક છે, તેટલું જ નુકસાનકારક  ગરમીમાં વર્કઆઇટ કરવું છે. આજકાલ ઘણા લોકો હોટ યોગાનો ટ્રેન્ડ અપનાવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, આના કારણે તમને ડિહાઈડ્રેશન અને માથાનો દુખાવો જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેથી, ખૂબ ગરમ અથવા બંધ જગ્યાએ યોગ અથવા કસરત કરવાને બદલે, તમારે તેના માટે હંમેશા ખુલ્લી જગ્યા પસંદ કરવી જોઈએ.