Benefits Of Potatoes:જો તમને બટાકા ખાવાનું પસંદ છે તો આ રિસર્ચનું તારણ આપને ખુશ કરી દેશે. એક સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે, બટાકા ખાવાથી સ્વાસ્થ્યને અનેક રીતે ફાયદો થાય છે. રિપોર્ટ અનુસાર, જો તમે દરરોજ યોગ્ય રીતે બટાકા ખાઓ છો, તો તમે સ્વસ્થ અને ફિટ રહી શકો છો. અમેરિકાની બોસ્ટન યુનિવર્સિટીના જર્નલ ઓફ ન્યુટ્રિશનલ સાયન્સના સંશોધકે આ માહિતી આપી છે. ચાલો જાણીએ આ સંશોધન શું કહે છે અને બટાકા ખાવાથી તમારા શરીરને કેવા પ્રકારના ફાયદા થાય છે.
સંશોધન શું કહે છે
સંશોધનમાં જાણવા મળ્યું છે કે ચાર કે તેથી ઓછા સફેદ બટાકા કે શક્કરિયા ખાવાથી આપણા શરીરને કોઈ નુકસાન થતું નથી. ભલે તે તળેલા હોય કે તળ્યા વગર. બટાકા ખાવાથી હાઈ બ્લડ પ્રેશર અને ડિસલિપિડેમિયા જેવી શારીરિક સમસ્યાઓ સાથે સીધો સંબંધ નથી. આ સંશોધનમાં ભાગ લેનારા જેઓએ તળેલા બટાટા ખાધા હતા તેમને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવાનું ઓછું જોખમ હતું. આવું ત્યારે થયું જ્યારે તેણે રેડ મીટને બદલે બટાકા ખાધા અને શારીરિક રીતે સક્રિય રહ્યા. આમ કરવાથી, તે લોકોમાં ટાઇપ 2 ડાયાબિટીસ થવાની સંભાવના 24% ઓછી હતી અને એલિવેટેડ ટ્રાઇગ્લિસરાઇડ્સ થવાની સંભાવના 26% ઓછી હતી.
બટાકા ખાવાના ફાયદા
- બટાટાને શાકભાજીનો રાજા કહેવામાં આવે છે. બટાકામાં ઉચ્ચ ગુણવત્તાવાળા કાર્બોહાઇડ્રેટ્સ અને ફાઈબર વધુ માત્રામાં જોવા મળે છે.
- એક કપ બટાકામાં એટલું પોટેશિયમ જોવા મળે છે, જેના કારણે સ્નાયુઓ, હૃદય અને નર્વસ સિસ્ટમ વધુ સારી રીતે કામ કરે છે.
- બટાકામાં વિટામિન-સી વધુ માત્રામાં જોવા મળે છે. તે સેલ્યુલર નુકસાનને રોકવામાં મદદ કરે છે અને એન્ટીઑકિસડન્ટ તરીકે કાર્ય કરે છે.
બટાકાનું કેવી રીતે કરશો સેવન
દરરોજ તમારા ભોજનમાં ઓછામાં ઓછા અઢી કપ શાકભાજી લેવી જોઈએ અને તેમાં દર અઠવાડિયે 5 કપ સ્ટાર્ચયુક્ત શાકભાજી લેવા જોઈએ. બટાટાનો ઉપયોગ બટર, પનીર ક્રીમ જેવા ક્લાસિક પોટેટો ટોપિંગ તરીકે પણ કરી શકાય છે. પરંતુ બટાકા ઓછા મસાલા સાથે ખાઓ. જો કે માત્ર બટાટા જ નહી પરંતુ આ સાથે ગ્રીન વેજીટેબલ પણ ખાવા જોઇએ.
Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, દાવાઓ માત્ર સૂચનો તરીકે લેવાના છે, abp અસ્મિતા તેમની પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ સારવાર/દવા/આહાર અને સૂચનને અનુસરતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લો