શિયાળામાં એવી વસ્તુઓ ખાવાનું મન થાય છે જે શરીરને ગરમ રાખે છે અને રોગોથી પણ બચાવે છે. જો તમે શિયાળાની ઋતુમાં ખજૂરનું સેવન કરો છો તો તમને ઘણા ફાયદા થાય છે. તમારે ગરમ તાસીરવાળી વસ્તુઓ ખાવી જોઈએ. શિયાળામાં ખાંસી અને શરદીથી લોકો પરેશાન રહે છે. આવી સ્થિતિમાં, જો તમે ખજૂરનું સેવન કરો છો, તો તમને તમારી ઉધરસમાં ઝડપથી રાહત મળશે.


ખજૂર હાડકાંને મજબૂત બનાવે છે


તેમાં આયર્ન, મિનરલ્સ, કેલ્શિયમ, એમિનો એસિડ, ફોસ્ફરસ અને વિટામિન્સ ભરપૂર માત્રામાં હોય છે. જો તમે ઈચ્છો તો તેને દૂધ સાથે પણ ખાઈ શકો છો. જો તમારા હાડકા નબળા થવા લાગ્યા હોય તો પણ તમે તેનું સેવન કરી શકો છો. ખજૂરમાં મેંગેનીઝ અને કોપર હોય છે, જે તમારા હાડકાંને મજબૂત બનાવે છે. કબજિયાતની સમસ્યા પણ દૂર કરે છે. ખજૂરને આખી રાત પાણીમાં પલાળીને ખાવાથી તમારી બધી સમસ્યાઓ દૂર થઈ જશે. 


રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખે છે


શિયાળામાં રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવી ખૂબ જ જરૂરી છે. જેના કારણે તમે મોસમી રોગોથી સુરક્ષિત રહેશો. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તમારે તમારા આહારનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. શિયાળામાં ડ્રાયફ્રૂટ્સ ખાવાની સલાહ આપવામાં આવે છે. આ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. તે શરીરને ગરમ રાખવામાં પણ મદદરૂપ છે.


ખજૂર ખાવાના યોગ્ય સમયની વાત કરીએ તો સવારે વહેલા ઉઠીને ખાલી પેટ ખજૂર ખાવાથી ઘણા ફાયદા થઈ શકે છે. તેને બપોરના નાસ્તા તરીકે પણ ખાઈ શકાય છે અને સૂતી વખતે ઘી સાથે તેનું સેવન કરવાથી પણ ફાયદો થાય છે. હવે સવાલ એ આવે છે કે એક દિવસમાં કેટલી ખજૂર ખાવી જોઈએ તો જવાબ છે કે શરુઆતમાં રોજ માત્ર 2 ખજૂર ખાવી પૂરતી રેહશે. બાદમાં તમે 4 ખજૂર સુધી ખાઈ શકો છો. આનાથી વધુ માત્રામાં ના ખાવી જોઈએ, નહીંતર આડઅસરો પણ જોવા મળી શકે છે.


પલાળેલી ખજૂર ખાવાથી તેમાં રહેલા ટેનીન અને ફાઈટીક એસિડ દૂર થઈ જાય છે, જેના કારણે આપણે ખજૂરમાંથી પોષક તત્વોને સરળતાથી શોષી શકીએ છીએ. પલાળીને ખાવાથી , તેઓ પચવામાં સરળ બને છે. તેથી જો તમે ખજૂરનો સ્વાદ અને પોષણ બંને મેળવવા માંગતા હો, તો તેને ખાતા પહેલા આખી રાત એટલે કે 8-10 કલાક પલાળીને રાખો.