Health Tips: કાચી હળદર (Raw Turmeric) એ આદુ જેવા જ મૂળનો એક પ્રકાર છે, જેમાંથી આપણે રોજિંદા જીવનમાં હળદર પાવડરનો ઉપયોગ કરીએ છીએ. તેમાં કર્ક્યુમિન, આયર્ન, વિટામીન સી અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં મળી આવે છે, જે શરીરના કોઈપણ ભાગમાં થતી બળતરા ઘટાડવા, રોગપ્રતિકારક શક્તિ વધારવા, પાચનક્રિયા સુધારવા અને ત્વચાને ચમકદાર રાખવામાં મદદરૂપ છે. હળદરમાં હાજર એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટિ-બેક્ટેરિયલ ગુણ આપણને શરદી અને ઉધરસથી બચાવે છે અને શરીરને કુદરતી રીતે અંદરથી ગરમ રાખે છે. તેથી શિયાળામાં તેનું સેવન સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. તો ચાલો જાણીએ કે આ સિઝનમાં તેનું સેવન કયા સ્વરૂપમાં કરી શકાય છે.


જો કે, કાચી હળદરમાં વધુ ઔષધીય ગુણ હોય છે. હળદર કાચી હોય કે સૂકી બંનેમાં મિનરલ્સ અને એન્ટિ-ઓક્સિડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે. હળદરમાં મેંગેનીઝ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, સેલેનિયમ, સોડિયમ, ઝિંક, આયર્ન, કોપર, પોટેશિયમ, ફાઈબર, વિટામિન બી3, બી6, કોલિન, ફોલેટ, વિટામિન સી, વિટામિન એ જોવા મળે છે. પરંતુ સૌથી ખાસ ઘટક 'કર્ક્યુમિન' છે. 


એક ગ્લાસ દૂધમાં તાજી છીણેલી હળદર નાખીને પીવાથી શરીરને હૂંફ મળે છે. રાત્રે સૂતા પહેલા તેનું સેવન કરવાથી સારી ઊંઘ આવે છે અને રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત થાય છે. કાચી હળદર, લીંબુ અને લીલા મરચાને થોડા હળવા મસાલા સાથે મિક્સ કરીને અથાણું બનાવો. તેને લંચ કે ડિનર સાથે ખાઈ શકાય છે અને વિટામિન સીની સાથે એન્ટી-ઓક્સિડન્ટ પણ મળે છે.


કાચી હળદરમાં સારી માત્રામાં કર્ક્યુમિન હોય છે જે એક પ્રકારનું બળતરા વિરોધી સંયોજન છે. આ વિશેષ સંયોજન શરીરમાં કોઈપણ પ્રકારના ચેપ અથવા ક્રોનિક સોજાને ઘટાડી શકે છે. કાચી હળદર તમારી પાચન પ્રક્રિયાને સરળ અને મજબૂત બનાવે છે આનાથી તમારા શરીરમાં ચરબી જમા થતી નથી અને તમે કબજિયાતથી પીડાતા નથી. આખરે તમારું વજન ઓછું થવા લાગે છે. 


Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.


આ પણ વાંચો...


Myths Vs Facts: શું પીરિયડ્સ દરમિયાન સ્તનમાં દુખાવો એ કોઈ રોગનું લક્ષણ છે? જાણો શું છે સમગ્ર સત્ય