Benefits of Khichdi:કેટલાક લોકો ખીચડીને બીમાર લોકોનું  ભોજન માને છે પરંતુ શરીરને સ્વસ્થ રાખતી ખીચડીના અનેક અદભૂત ફાયદા છે.


ફિટ રહેવા માટે આપે સપ્તાહમાં એક વખત ખીચડી લેવી જોઇએ. ખાસ કરીને આપની પેટની ચરબી કમર સુધી જામી ગઇ હોય તો ખીચડી વજન ઉતારવાની સાથે અનેક રીતે ફાયદાકારક છે.


પાચન સુધારે છે


આ ડિશ પચાવવા માટે ખૂબ જ સરળ છે. ખીચડી સુપાચ્ય હોવાથી જ બીમાર લોકોને આપવાની ડોક્ટર સલાહ આપે છે. જેનું પાચન કમજોર હોય તેને ખીચડીને ડાયટમાં સામેલ કરવી જોઇએ.


પૌષ્ટિક ભોજન


ખીચડી, દાળ, ભાત, સબ્જી, મસાલા સાથે બનાવાવમાં આવે છે. જે પોષણથી ભરપૂર હોય છે. જે શરીરને ઊર્જા આપે છે. એક ખીચડીથી આપણા શરીરને બધા જ જરૂરી પોષક તત્વો મળી રહે છે જેથી તે સારૂ ઓપ્શન છે.િરંતર ચરબી જમા થતી હોય તો આપે અનિવાર્ય દિવસમાં એક વખત ડાયટમાં ખીચડીને સામેલ કરવી જોઇએ. જે  ચરબીને ઘટાડે છે આપના વજનને નિયંત્રિત કરે છે.


બાળકો માટે ખીચડી


બાળકો માટે ખીચડી સરળ, સુપાચ્ય આદર્શ ભોજન છે. પાલક ખીચડી, મગદાળની ખીચડી બનાવવી ખૂબ જ સરળ છે. ખીચડી બાળકના વિકાસ-વૃદ્ધિ માટે સુપાચ્ય અને એક સંતુલિત આહાર છે. થોડા ઘી સાથે ખીચડી કબજિયાતની સમસ્યામાં પણ રાહત આપે છે.


ડાયરિયાની સમસ્યામાં હિતકારી


જો આપને વારંવાર ડાયરિયાના સમસ્યા રહેતી હોય તો ફોતરા વિનાની મગની દાળની ખીચડી લેવી જોઇએ. આ સમસ્યામાં સૂકી નહી પરંતુ લૂઝ ખીચડી લેવાનું પસંદ કરો. તે સુપાચ્ય છે અને પેટના દુખાવામાં રાહત આપે છે. તે શરીરને નબળું નથી થવા દેતી. તેનાથી શરીરની એનર્જી બની રહે છે. ખીચડી સુપાચ્ય આહાર હોવાથી બીમાર લોકોને ડોક્ટર પણ ખીચડી ખાવાની સલાહ આપે છે. વેજીટેબલ ખીચડી બનાવીને ખાવાથી શાકના પોષકતત્વો પણ શરીરને મળે છે. આ રીતે ખીચડીને સુપાચ્ય અને આદર્શ ખોરાક મનાય છે.