Weight Loss:વજન ઓછું કરવું હોય તો આપને લોટ બદલવાની છે જરૂર, જાણીએ ઘઉંના સ્થાને ક્યાં અનાજને ડાયટમાં સામેલ કરવાથી થશે ફાયદો
વજન ઓછું કરવાના ચક્કરમાં કેટલાક લોકો ડાયટમાંથી રોટલીને દૂર કરી દે છે. લોકોને લાગે છે ઘઉંના કારણે વજન વધે છે. જો કે વજન ઉતારવા માટે આપને રોટલી બંધ કરવાની જરૂર નથી પરંતુ માત્ર લોટ બદલવાની જરૂર છે. તેનાથી આપનું વજન પણ નિયંત્રણમાં રહે છે અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક રહે છે.
બાજરાના રોટલા
વજન ઓછું કરવા માટે આપ ડાયટમાં બાજરાના રોટલાને સામેલ કરી શકો છો. તેમાં 97 કેલોરી રહે છે અને તેનાથી લાંબો સમય સુધી ભૂખ નથી લાગતી. તેનાથી બેડ કોલેસ્ટ્રોલ ઘટે છે અને ગૂડ કોલેસ્ટ્રોલ વધે છે.
ચણાનો લોટ અને મલ્ટીગ્રેઇન રોટી
ડાયટમાં ઘઊંની જગ્યાએ મલ્ટીગ્રેઇન લોટ પસંદ કરી શકાય. તે પોષ્ટિક છે, તેનાથી વજન ઓછું થવામાં પણ મદદ મળે છે. બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે.
ચોકરની રોટલી
ઘઉંના લોટમાં ચોકર નીકળે છે. તેને ચાણીને ઉપયોગમાં લઇ શકાય છે. તેનાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે અને વજન પણ ઘટાડી શકાય છે. તેમાં પોટેશ્યિમ, ફોરસ્ફોરસ, કેલ્શિયમ, મેગ્નેશ્યિમ, વિટામિન –ટી બી, કોમ્પલેક્સ હોય છે. તેનાથી બેડ કોલેસ્ટ્રોલ ઘટે છે અને ગૂડ કોલેસ્ટ્રોલ વધે છે. વજન પણ નિયંત્રિત કરી શકાય છે.
ચણાની રોટલી
મેદસ્વીતાને દૂર કરવા માટે ઘઉંની જગ્યાએ ચણાના લોટની બનેલી રોટલી પણ ડાયટમાં સામેલ કરી શકાય છે. ચણાની રોટલી માટે 10 કિલો ચણામાં 2 કિલો જવ મિક્સ કરીને લોટ તૈયાર કરો. આ બંને અનાજને મિક્સ કરીને તેના લોટથી બનાવેલી રોટલી સ્વાસ્થ્યવર્ધક સાબિત થશે. તેનાથી વજન ઝડપથી ઘટી જશે. . તેનાથી બેડ કોલેસ્ટ્રોલ ઘટે છે અને ગૂડ કોલેસ્ટ્રોલ વધે છે. વજન પણ નિયંત્રિત કરી શકાય છે.
Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.