Health tips: વધતી ઉંમર આપણાં ચહેરા પર દેખાવા લાગે ત્યારે સૌકોઈને ટેન્શન થવા લાગે છે કારણ કે કોઈને પણ ઉમરલાયક નથી દેખાવું. સ્કીન પર દેખાતી કરચલીઓ, ફાઇન લાઇન્સ એ તરફ ઇશારો કરે છે કે તમે ધીમે ધીમે વધતી ઉંમર તરફ પ્રયાણ કરી રહ્યા છો. જોકે ઉંમર વધવી એક નેચરલ પ્રોસેસ છે. તમે તેને રોકી ન શકો, પરંતુ કેટલીક વસ્તુઓની મદદથી તમે સ્કીન પર દેખાતી એજિંગ પ્રોસેસને ધીમી કરી શકો છો.
સ્કીન પર દેખાતી કરચલીઓથી છુટકારો મેળવવા માટે કેરાટીનને ખુબ જરૂરી માનવામાં આવે છે. આપણી સ્કિન, વાળ અને નખમાં કેરાટિન મળી આવે છે. તે એક પ્રકારનું પ્રોટીન છે, જે સ્કિન માટે ખુબ જ ફાયદાકારક છે. તે કોઇ પણ પ્રકારના ઇન્ફેક્શનને શરીરમાં અટકાવે છે.ત્યારે આજે અમે તમને એવા એજિંગ ફૂડ વિશે જણાવીશું જેમાં કેરાટીનની માત્રા વધુ હોય..
લીલી શાકભાજી
લીલા પાંદડાવાળી ભાજી જેમ કે પાલક, મેથી, કોથમીર, અને કોબીઝમાં લેટ્સ કેરાટિનન ભરપુર માત્રામાં હોય છે. એક કપ રાંઘેલા પાંદડાવાળા શાકમાં 15.3 મિલીગ્રામ કેરાટિન મળી આવે છે. આ ઉપરાંત તે પ્રોટીન, વિટામીન, મિનરલ્સ, આયરનનો પણ સારો સોર્સ છે.
લસણ
લસણમાં એન-એસિટાઇવલિસ્ટીન નામનુ એક પ્લાન્ટ બેઝ્ડ એન્ટીઓક્સિડન્ટ મળી આવે છે. જે વાળની કોશિકાઓને સુરજના ડેમેજથી બચાવે છે. વાળને હેલ્ધી બનાવે છે. આ ઉપરાંત લસણમાં વિટામીન સી, બી-6, મેંગેનીઝ અને અન્ય પ્રકારના વિટામીન્સ અને મિનરલ્સ મળી આવે છે.
ડુંગળી
ડુંગળીના સેવનથી શરીરમાં કેરાટિનનું ઉત્પાદન વધે છે. આ ઉપરાંત ડુંગળીમાં ફોલેટ હોય છે. જે વાળના રોમ છિદ્રોને મજબુત કરવા માટે મહત્ત્વનુ વિટામીન છે.
ગાજર અને શક્કરિયા
શક્કરિયાને સુપરફુડ કહેવાય છે. તેમાં બીટા-કેરાટીન સામેલ છે. તે તમારી સ્કીન અને વાળને હેલ્ધી બનાવે છે. આ ઉપરાંત ગાજરમાં વિટામીન એ, વિટામીન સી, વિટામીન કે અને વિટામીન બી-8, પેન્ટોથેનિક એસિડ. ફોલેટ , આયરન, તાંબુ અને મેંગનીઝ હોય છે. તેમાં ઘણી માત્રામાં ફાઇબર અને બીટા-કેરાટીન મળી આવે છે. જે સુર્યના હાનિકારક અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચાવે છે.
સનફ્લાવર સીડ્સ
સુરજમુખીના બી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. જે કેરાટિનના ઉત્પાદનને વધારે છે. આ બી વાળને મજબુત બનાવે છે અને કન્ડીશન કરે છે. સુરજમુખીના બીમાં પેન્ટોથેનિક એસિડ, સેલેનિયમ, કોપર અને વિટામીન ઇ હોય છે. તેને તમે મુખવાસ તરીકે ખાઇ શકો છો અથવા ડ્રિંક્સમાં નાંખીને પી શકો છો.
ઇંડા
શરીરમાં કેરાટિનના ઉત્પાદન માટે ઇંડા ખાવા એ નેચરલ રીત છે. કેરાટિનના ઉત્પાદન માટે બાયોટિનની ખાસ જરૂર હોય છે. ઇંડા બાયોટિનનો એક સારો સ્ત્રોત છે. એક ઇંડામાં છ ગ્રામ પ્રોટીન મળી આવે છે, જે કેરાટિનના નિર્માણને વધારવામાં મદદ કરે છે. આ ઉપરાંત ઇંડામાં વિટામીન એ અને બી12, રાઇબોફ્લેવિન, સેલેનિયમ જેવા ઘટકો હોય છે.