Sperm Count : દુનિયાભરમાં પુરુષોના સ્પર્મ કાઉન્ટમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 45 વર્ષમાં તેમાં અડધાથી વધુનો ઘટાડો થયો છે. નિષ્ણાતોના મતે ભારતના પુરૂષોને તેની સૌથી વધુ અસર થઈ રહી છે. 'હ્યુમન રિપ્રોડક્શન અપડેટ' જર્નલના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 1973થી સ્પર્મ કાઉન્ટમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેના કારણે વંધ્યત્વ એટલે કે ઇનફર્ટિલિટીની સમસ્યા સામાન્ય બની રહી છે. વૈજ્ઞાનિકોના મતે આવનારા સમયમાં પુરૂષોના સ્પર્મ કાઉન્ટમાં ઝડપથી ઘટાડો થઈ શકે છે, જે ચિંતાનો વિષય છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે તમારા સ્પર્મ કાઉન્ટની સંખ્યા શું હોવી જોઈએ?
સ્પર્મ કાઉન્ટ કેમ ઘટી રહી છે?
- ખાણી પીણી અને હવાની મારફતે શરીરમાં એન્ડોક્રાઇમ ડિસરપ્ટિંગ કેમિકલ પહોંચી રહ્યું છે જે બીજા હાર્મોનને અસર કરે છે.
- પ્રદૂષણને કારણે પુરુષોના સ્પર્મ કાઉન્ટ પણ ઘટી રહ્યા છે.
- વધુ પડતું ધૂમ્રપાન અને આલ્કોહોલ પીવાથી પણ સ્પર્મ કાઉન્ટ પર અસર પડી શકે છે.
- સ્થૂળતા અને ખરાબ વસ્તુઓ ખાવાથી પણ સ્પર્મ કાઉન્ટ ઘટી શકે છે.
- પુરુષોના સેક્સ હોર્મોન ટેસ્ટોસ્ટેરોનનું અસંતુલન પણ સ્પર્મ કાઉન્ટને ઘટાડે છે.
- સ્પર્મ સંબંધિત જેનેટિક બીમારી, પ્રાઈવેટ પાર્ટ્સમાં ઈન્ફેક્શન અને જાતીય રોગ ગોનોરિયાના કારણે સ્પર્મ કાઉન્ટ હોવાનો ખતરો રહે છે.
સ્પર્મ કાઉન્ટ ઓછી હોવી કેવી રીતે શોધી શકાય?
પુરુષોને ટેસ્ટ વિના સ્પર્મ કાઉન્ટની ઓછી સંખ્યા શોધી શકતી નથી. કોઇ પુરુષના વીર્યમાં સ્પર્મ કાઉન્ટની સંખ્યા ઘટી રહી છે કે નહીં તે ચકાસવા માટે સેમન એનાલિસિસ ટેસ્ટ કરવામાં આવે છે. ભારતમાં મોટાભાગના પુરૂષો પ્રજનન ક્ષમતાની સમસ્યાઓનો સામનો કરે છે ત્યારે આ ફર્ટિલિટી ટેસ્ટ કરાવે છે.
સ્પર્મ કાઉન્ટ કેટલું હોવું જોઇએ
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) ના રિપોર્ટ અનુસાર, હેલ્ધી સ્પર્મ, સ્પર્મની સંખ્યા, આકાર અને તેની મોબિલિટીથી હેલ્ધી સીમેન નક્કી થાય છે. 35 વર્ષની ઉંમર પછી સીમેનની ક્વોલિટી ખરાબ થવા લાગે છે. સંખ્યાના હિસાબે એક મિલીલીટર સીમેનમાં 1.5 કરોડ સ્પર્મ હોય છે. તેની સંખ્યા ખૂબ ઓછી હોવા પર પાર્ટનરને કંસીવ એટલે કે પ્રેગનન્ટ થવામાં મુશ્કેલીઓ આવે છે. સ્ત્રીની ગર્ભાવસ્થા માટે પુરૂષોના સ્પર્મ મુવમેન્ટ જરૂરી હોય છે. આ સાથે જ 40 ટકા ઓવરીઝના એગ્સ સુધી પહોંચવા જોઇએ.
સ્પર્મ ક્વોલિટી માટે શું કરવું જોઇએ
દારૂ કે ધૂમ્રપાન ન કરો.
માત્ર ઠંડા વાતાવરણમાં જ રહો.
ખૂબ ચુસ્ત કપડાં પહેરવાનું ટાળો.
લેપટોપને લાંબા સમય સુધી તમારા ખોળામાં ન રાખો.
સારો અને સંતુલિત આહાર લો.
વજન ઘટાડવું.
સતત ગરમ પાણીથી સ્નાન ન કરવું જોઈએ.
રેઝિન ખુરશી, બાઇક કે સાઇકલને વધારે ન ચલાવો.
તળેલા ખોરાકથી દૂર રહો.
Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનાને અમલમાં મૂકતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.