નવી દિલ્હીઃ ભારતમાં કોરોના મહામારીની ત્રીજી લહેરે તબાહી મચાવવાનુ શરૂ કરી દીધુ છે. આ વખતે કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રૉનના દર્દીઓની સંખ્યા વધી રહી છે, એક્સપર્ટના રિપોર્ટ અનુસાર ઓમિક્રૉન ઝડપથી પ્રસરે છે, અને તેની સામે સારી અને મજબૂત ઇમ્યૂનિટી વાળા લોકો જ પોતાના બચાવ કરી શકે છે. જેથી હાલના સમયમાં દરેક વ્યક્તિએ પોતાની ઇમ્યૂનિટી વધારવાની જરૂર છે. જો તમે પણ ઇમ્યૂનિટી બૂસ્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છો, તો અહીં બતાવેલી પાંચ એક્સરસાઇઝ તમને મદદરૂપ બની શકે છે. જાણો ઘરે બેઠાં કઇ રીતે ઓમિક્રૉન બૂસ્ટ કરી શકાય છે.....
દોરડા કૂદ
દોરડા કૂદવાથી તમારૂ શરીર ફિટ રહે છે. કહેવામાં આવે છે કે આ એક્સરસાઈઝ સૌથી સરળ છે. દોરડા કૂદવાથી તમારી કેલેરી બર્ન થાય છે. જેનાથી વજન ઓછુ કરવામાં મદદ મળે છે. તેને કરવાની સાથે મોઢાથી શ્વાસ ન લો અને શરીરને સીધુ રાખો.
પુશ-અપ
આ એક્સરસાઈઝને બેસિક કહી શકાય છે. મોટામાં મોટો બોડી બેલ્ડર આ એક્સરસાઈઝને કરે છે. આ બોડી વેટ એક્સરસાઈઝ છે. જેને પુરૂષ-મહિલા બન્ને કરી શકે છે.
બર્પી
બર્પી એક્સરસાઈઝ (Burpee)નું નામ કદાચ ઘણા લોકોએ નહીં સાંભળ્યું હોય. આ બોડી વેટ એક્સરસાઈઝ છે. જેનાથી શરીરનું વજન ઓછુ થાય છે. માનવામાં આવે છે કે 1 બર્પી કરવાથી 2 કેલેરી બર્ન થાય છે. તેના માટે પહેલા સીધા ઉભા થવું પડશે. ત્યાર બાદ પોતાના બન્ને હાથોને જમીન પર લઈ જઈને પોતાના પગ પાછળ લઈ જઈને પુશ અપ કરો.
પુલ અપ
પુલ અપની આ એક્સરસાઈઝ બોડી વેટ એક્સરસાઈઝ છે. જોકે બીજી એક્સરસાઈઝની અપેક્ષામાં આ થોડી હાર્ડ છે. કારણ કે આમાં શરીરનું વજન પોતાના હાથથી ખેંચવાનું હોય છે. આ એક્સરસાઈઝને ધરની ઉંચી રેલિંગ, રૂમ, હોલ કે છતમાં લગાવેલા પાઈપ પર કરી શકાય છે.
સ્ટેયર્સ ક્લાઈબિંગ
છેલ્લી અને પાંચમી એક્સરસાઈઝ સ્ટેયર્સ ક્લાઈંબિંગ છે એટલે કે સીડી ચઢવી. જે તમે સરળતાથી કરી શકો છો. આ ખૂબ જ સરળ એક્સરસાઈઝ છે.
ખાસ નોંધ છે કે જો તમને કોઈ હેલ્થ પ્રોબ્લેમ છે અથવા તો શરીરના કોઈ ભાગમાં ઈજા પહોંચી છે તો પહેલા કોઈ સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ જરૂર લો. અહીં અમે તમને માત્ર એક્સરસાઇઝની માહિતી આપી રહ્યાં છીએ, દરેકે એક્સરસાઇઝ કરતા પહેલા ડૉક્ટરે કે એક્સપર્ટની સલાહ લેવી ખુબ જરૂરી છે.
આ પણ વાંચો---
Coronavirus New Cases: છેલ્લા 24 કલાકમાં 2 લાખ 58 હજાર કોરોના કેસ આવ્યા, ઓમિક્રોન કેસ 8 હજારને પાર
NEET PG 2022 નું રજીસ્ટ્રેશન શરૂ, પરીક્ષાનું સમયપત્રક જાણવા અહીં ક્લિક કરો