Health Tips:મેડિકલ એક્સપર્ટનું માનવું છે કે, કેટલાક લોકો વધુ વોલ્યૂમ સાથે ઇઅર ફોન લગાવીને સાંભળે છે. જો કે રાતના સમયે આવું કરવું જોખમ ભર્યું છે.
એક વિદ્યાર્થી રાત્રે સૂતી વખતે કાનમાં ઇયર ફોન લગાવીને ઊંઘી ગયો હતો. આખી રાત તેમણે ઇઅર ફોન દ્રારા ગીતો સાંભળ્યાં, પરંતુ જ્યારે સવારે તે જાગ્યો તો એક કાનમાં બિલકુલ સંભાળવાનું બંધ થઇ ગયું. જાણકારોના મુજબ રાત્રે સુતી વખતે તેમણે બંને કાનમાં ઇઅર ફોન લગાવ્યાં હતા પરંતુ સદભાગ્યે ઊંઘમાં એક કાનમાથી ઇઅર ફોન નીકળી ગયો હતો અને બીજા કામમાં આખી રાત ઇઅર ફોન લગાવેલ હતો અને ફુલ વોલ્યૂમ સાથે ગીતો ચાલું હતા,જેથી એક કાનમં બહેરાશ આવી ગઇ.
'mail online' મુજબ આ મામલો તાઇવાન છો. તાઇવાનમાં તાઇચુંગ શહેરમાં એશિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા આ વિધાર્થી વધુ તો માહિતી નથી મળી પરંતુ સેકેન્ક યરના આ વિદ્યાર્થીની એક ભૂલના કારણે તેમણે આ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જો કે વિદ્યાર્થીનું સદભૂાગ્ય એ રહ્યું કે, તેમને સમયસર ડોક્ટરની સલાહ લીધી અને થોડા દિવસમાં જ તેમની એક કાનમાં બહેરાશનની જે સમસ્યા હતીતે દૂર થઇ ગઇ.
department of otorhinolaryngologyના નિર્દેશક ડોક્ટર તિયાન હુઇજીએ સલાહ આપી છે કે, રાત્રે સૂતી વખતે મ્યુઝિક સાંભળા માટે ઇઅર ફોનનો ઉપયોગ બિલકુલ ન કરવો . તેમણે આવી પણ સલાહ આપી છે કે, જો આવી કોઇ સમસ્યા થાય તો તરત જ ડોક્ટરની સલાહ લેવી.
એક્સપર્ટનું માનવું છે કે, લોકો અનેક વખત દિવસમાં પણ હાઇ વોલ્યૂમ સાથે ઇઅર ફોન લગાવીને મ્યુઝિક સાંભળે છે. જો કે રાત્રે આ આદતના કારણે બહેરાશ આવી શકે છે. 'omg taiwan' સાથે વાતચીત કરતા ડોક્ટર હુઇજીએ કહ્યું કે, રાત્રે સૂતી વખતે વ્યક્તિના શરીરમાં લોહીનું સર્ક્યુલેશન ખૂબ જ ધીમું થતું હોય છે. જેના કારણે સેલ્સને વધુ અવાજ સહન કરવા માટે પુરતા પ્રમાણમાં બ્લડ નથી મળતું .જેના કારણે રાત્રે સૂતી વખતે ઇઅર ફો ન લગાવીને સાંભળું ખતરનાક છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.