Sleep Disorder: જો તમે દરરોજ 5 કલાકની ઊંઘ લો છો તો તેની સીધી અસર હૃદય સુધી પહોંચે છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે લોકો 5 કલાકથી ઓછી ઊંઘ લે છે તેમના હાથ અને પગની ધમનીઓ સંકોચાય છે.
એક નવા અભ્યાસમાં ખુલાસો થયો છે કે દિવસમાં 7 થી 8 કલાકથી ઓછી ઊંઘ તમારા હૃદયને જોખમમાં મૂકે છે. પીએડીના જોખમને ઘટાડવા માટે સાતથી આઠ કલાક સૂવું એ સારી આદત છે. તંદુરસ્ત જિંદગી જીવવા માટે 8 કલાક ઊંઘની જરૂર છે. ઘણીવાર તમે એવું પણ અનુભવ્યું હશે કે, જ્યારે તમે મોડી રાત સુધી જાગતા રહો છો અને સવારે વહેલા ઉઠો છો ત્યારે માથું ભારે રહે છે અને શરીર ખૂબ જ થાકી જાય છે. શરીરનું એનર્જી લેવલ સાવ નીચે જાય છે. એટલા માટે સ્વાસ્થ્ય નિષ્ણાતો પણ લોકોને 8 કલાકની ઊંઘ લેવાની સલાહ આપે છે
7 થી 8 કલાકથી ઓછી ઊંઘ તમારા હૃદય માટે ખતરાની ઘંટડી છે
જો તમે દરરોજ માત્ર 5 કે 6 કલાકની ઊંઘ લેતા હોવ તો તેની સીધી અસર તમારા હૃદય સુધી પહોંચે છે. હા, એક અભ્યાસમાં સામે આવ્યું છે કે જે લોકો દરરોજ 5 કલાકથી ઓછી ઊંઘ લે છે તેમના હાથ અને પગની ધમનીઓ સંકોચાય છે. તે એથેરોસ્ક્લેરોસિસના લક્ષણોમાંનું એક છે, જેમાં ચરબી જમા થવાને કારણે પગ અને હાથોમાં લોહીનો પ્રવાહ અવરોધાય છે. સામાન્ય પીએડીના લક્ષણો છે. જેમાં પગની નિષ્ક્રિયતા, ઠંડી લાગવી,.હિપ્સમાં પીડાદાયક ખેંચાણ, પગમાં ચામડીના રંગમાં ફેરફાર, પગ પરના ચાંદા, જે સંપૂર્ણ રીતે સાજા થતા નથી.
ઊંઘનો અભાવ શરીરને નુકસાન પહોંચાડે છે
અભ્યાસો દર્શાવે છે કે, વિશ્વમાં 200 મિલિયનથી વધુ લોકો પીએડીની સમસ્યા ધરાવે છે. રાત્રે પાંચ કલાકથી ઓછી ઊંઘ પીએડીના લગભગ બમણા જોખમ સાથે સંકળાયેલ છે. ઓછી ઊંઘના કલાકોથી 53,416 લોકોમાં પીએડનું જોખમ વધી ગયું છે. પરિણામો સૂચવે છે કે, રાત્રે ઓછી ઊંઘ લેવાથી પીએડી થવાની સંભાવના વધી શકે છે, અને પીએડી લેવાથી અપૂરતી ઊંઘ લેવાનું જોખમ વધી જાય છે. રાત્રે મોડે સુધી જાગવું, લેપટોપ પર મોડે સુધી કામ કરવું વગેરેથી હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે.
શું લાંબા સમય સુધી સૂવું એ સમસ્યાનું સમાધાન છે?
ના, અભ્યાસમાં લાંબી ઊંઘ પર પણ તારણ કાઢવામાં આવ્યું હતું, તેમાં જાણવા મળ્યું હતું કે 8 કલાકથી વધુ ઊંઘથી પીએડીનું જોખમ 24% વધી ગયું છે. આમ ફરીથી પૂરતા સપ્રમાણમાં સૂવા પર ભાર મૂકવામાં આવ્યો. ધ્યાનમાં રાખો કે તમે દિવસમાં 7 થી 8 કલાક ઉંઘ પુરતી છે. ન વધુ કે ન તેનાથી ઓછી. ગાઢ નિંદ્રા માટે ઓછા એક કલાક પહેલાં ગેજેટ્સ બંધ કરવા, ઊંઘના એક કલાક પહેલાં ખોરાક લેવો, ઊંઘ પહેલાં પુસ્તક વાંચવાનો અથવા ધ્યાન કરવાનો પ્રયાસ કરો. સાંજ પછી ચા કે કોફીનું સેવન ન કરો કારણ કે તે તમને લાંબા સમય સુધી આપને જાગૃત રાખી શકે છે.
Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, સૂચનોને અનુસરતા પહેલા, ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.