healthy drinks:યુરીક એસિડ વધી જવું એ આજકાલ એક સામાન્ય સમસ્યા થઇ ગઇ છે. યુરિક એસિડ વધી જવાથી શરીરમાં અનેક પ્રકારની સમસ્યા  ઉત્પન થાય છે. શરીરમાં યુરિક એસિડ વધી જવાથી એડીમાં દુખાવો,જોઇન્ટમાં દુખાવો, આંગળાના જોઇન્ટસમાં દુખાવો,અંગૂઠામાં સોજો આવી જવો, દુખાવો થવો, તરસ વધુ લાગવી જેવી સમસ્યા થાય છે. શરીરમાં યુરિક એસિડ વધી જાય તો કેટલાક એવા ડ્રિન્ક છે. જેના સેવનથી રાહત મળે છે.


 


બેકિંગ સોડા


બેકિગ સોડાનું સેવન યુરિક એસિડને ઓછું કરવામાં મદદ કરે છે.તેથી એક ચમચી બેકિંગ સોડાને એક ગ્લાસમાં મિક્સ કરીને નિયમિત રીતે તેનું સેવન કરવાથી રાહત મળે છે.નિષ્ણાતનું માનવું છે કે, બેકિંગ સોડા યુરિક એસિડના ક્રિસ્ટલ્સને તોડીને તેને બ્લડમાં મિક્સ કરવામાં મદદ કરે છે. જો કે વધુ માત્રામાં બેકિંગ સોડાનું સેવન નુકસાન પહોંચાડે છે. જેથી ડોક્ટરની સલાહ જરૂરી છે.


લીંબુ પાણી


લીંબુ પાણીનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક છે. યુરિક એસિડ વધવાની સમસ્યામાં તે ફાયદાકારક છે. આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે આપ દિવસમાં એક વખત લીંબુ પાણીનું સેવન કરી શકો છો. લીંબુ પાણી એસિડ ક્રિસ્ટલથી થતાં નુકસાને ઓછું કરે છે.


પાણી પીવો


નિયમિત પર્યાપ્ત માત્રામાં પાણીનું સેવન લાભ પહોંચી શકે છે. શરીરની મોટાભાગની સમસ્યા પાણીથી જ હલ થઇ શકે છે.  નિયમિત 2થી3 લિટર પાણી પીવાથી  શરીરના વિષાક્ત પદાર્થ બહાર નીકળી જાય છે. તેમજ યુરિક એસિડ વધવાની સમસ્યાથી રાહત આપી શકે છે.


દૂધ અને કેળા એક સાથે ખાવા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે?
કેળા ભરપૂર વિટામિન પ્રોટીનથી ભરપૂર છે. ફાઇબરથી ભરપૂર કેળા એનર્જી  આપવાની સાથે બીમારીથી પણ બચાવે છે. તો દૂધથી શરીરને કેલ્શિયમ અને વિટામિન ડી મળે છે. જો કે દૂધ અને કેળા એક સાથે ખાવાથી શરીરને વધુ ન્યુટ્રીશન મળે છે, ખાસ કરીને વજન વધારવા માટે લોકો કેળા અને દૂધ લેવાની સલાહ અપાઇ છે. 



દૂધ અને કેળાને મિક્સ કરીને શેક સહિત અનેક ડિશ બનાવી શકાય છે. હેલ્થ એક્સ્પર્ટનું માનવું છે કે, દૂધ કેળા અલગ -અલગ વધુ પૌષ્ટિક છે. જો કે સાથે આ સારૂ કોમ્બિનેશન નથી. હેલ્થ એક્સપર્ટ બનાના શેકને પણ વિરૂધ આહાર માને છે. 


દૂધ પ્રોટીન, વિટામિન્સ અને રાઇોફ્લેવિન, વિટામિન બી12,  જેવા મિનરલ્સનો ખજાનો છે. 100 ગ્રામ દૂધમાં લગભગ 42 કેલેરી હોય છે. જો કે દૂધમાં વિટામિન સી, ફાઇબર નથી હોતું આ સિવાય કાર્બોહાઇડ્રેઇઠ પણ ઓછું હોય છે. જો કે શાકાહારી માટે દૂધ પ્રોટીનનો સૌથી ઉત્તમ સ્ત્રોત છે. 


બીજી બાજુ કેળા વિટામિન બી6, વિટામિન ફાઇબર, પોટેશિયમ અને બોયાટીન જેવા વિટામિનોથી ભરપૂર હોય છે. 100 ગ્રામ કેળામાં 89 કેલેરી હોય છે. કેળા ખાધા બાદ લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે અને ઇન્સ્ટન્ટ એનર્જી મળે છે.કાર્બોહાઇટડ્રેટથી ભરપૂર આ ફળ વર્કઆઉટ બાદના નાસ્તા માટે સારો ઓપ્શન છે.


દૂધ અને કેળાનું કોમ્બિનેશન કેટલાક લોકો આદર્શ માને છે કારણ કે જે પોષક તત્વો દૂધમાં છે, તે કેળામાં નથી અને જે પોષક તત્વો કેળામાં છે તે દૂધમાં નથી. 


સ્ટડી મુજબ  કેળા અને દૂધ એક સાથે ખાવાથી પાચનતંત્ર સાથે સાયનસને પણ પ્રભાવિત કરે છે. સાયનસના સંકોચનથી શરદી, કફ જેવી સમસ્યા થઇ શકે છે. લાંબા સમય સુધી કેળા, દૂધ મિકસ કરીને ખાવાથી  વોમિટ, ડાયરિયા જેવી પણ સમસ્યા થઇ શકી છે.