Night Shift : વિશ્વમાં 9-5 નોકરી કરનારા લોકોની સંખ્યા ઘણી મોટી છે. ઘણા લોકોને સવારની પાળી કરવી ગમે છે, તો ઘણા લોકોને જનરલ શિફ્ટ ગમે છે. જો કે, કેટલાક લોકો એવા છે કે જેઓ નાઇટ શિફ્ટ કરવાનું પસંદ કરે છે અથવા મજબૂરીમાં આ શિફ્ટ કરવી પડે છે. તાજેતરમાં નાઇટ શિફ્ટ કરનારા લોકો પર એક સંશોધન કરવામાં આવ્યું છે, જેમાં ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે. આ રિસર્ચમાં એવું કહેવામાં આવ્યું છે કે જે લોકો નાઈટ શિફ્ટ કરે છે તેમાં મેમરી લોસનું જોખમ ઘણું વધારે હોય છે, એટલે કે આ લોકો પોતાની યાદશક્તિ ઝડપથી ગુમાવી શકે છે.


કેનેડાની યોર્ક યુનિવર્સિટીના સંશોધકોના જણાવ્યા અનુસાર, મેમરી લોસ સિવાય આ લોકોને કોગ્નિટિવ ઇમ્પેયરમેન્ટની સમસ્યાનો પણ સામનો કરવો પડી શકે છે, જેમાં વિચારવાની અને સમજવાની ક્ષમતા પર ખરાબ અસર પડે છે. મગજના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે અને વર્તનમાં પણ ઘણા ફેરફારો જોવા મળે છે. આ અભ્યાસ માટે કુલ 47,811 લોકોનો ડેટા એકત્રિત કરવામાં આવ્યો હતો. આ રિસર્ચ આ અઠવાડિયે ઓપન-એક્સેસ જર્નલ PLOS ONE માં પ્રકાશિત કરવામાં આવ્યું છે.


આ લોકોમાં યાદશક્તિ ગુમાવવાનું જોખમ


સંશોધકોએ કહ્યું કે આ અભ્યાસના પરિણામો દર્શાવે છે કે નાઇટ શિફ્ટ અને કોગ્નિટિવ ઇમ્પેયરમેન્ટ વચ્ચે ઊંડો સંબંધ છે. રાત્રે કામ કરવાને કારણે આધેડ અને વૃદ્ધ લોકોમાં યાદશક્તિ ગુમાવવાનું જોખમ રહેલું છે. કારણ કે મોડી રાત સુધી ઓફિસમાં કામ કરતા લોકોમાં જ્ઞાનાત્મક ક્ષતિનો દર 79 ટકા વધારે હોય છે. જો તમે ઓફિસના કામ કે અન્ય કોઈ કારણસર આખી રાત જાગતા રહો છો તો તમને યાદશક્તિ સંબંધિત સમસ્યાઓ થવાની શક્યતાઓ વધી જાય છે.


ઓવરટાઇમ કરનારા કામદારો પર પણ ખતરો


બીજી તરફ, જે લોકો તેમના વર્કિગ ટાઇમથી વધુ કામ કરે છે એટલે કે ઓવરટાઇમ કરે છે આવા  લોકો તેમની ભાવનાઓ, વિચારો અને કાર્યને યોગ્ય રીતે સંચાલિત કરવામાં સક્ષમ નથી અથવા તેમને આમ કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. માહિતી અનુસાર, 5 લોકોમાંથી એક એટલે કે 21 ટકા લોકો 8-9 કલાકની શિફ્ટ પ્રમાણે કામ કરે છે.


 


Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, અને સૂચનોને અનુસરતા પહેલા ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.