Breast cancer :મોટાભાગના લોકો માને છે કે સ્તન કેન્સર માત્ર મહિલાઓમાં જ થાય છે. પરંતુ આ કેન્સર પુરુષોને પણ અસર કરી શકે છે. પુરુષોમાં સ્તન કેન્સરના ચિહ્નોને અવગણવા જોઈએ નહીં, તે જીવલેણ હોઈ શકે છે. ચાલો જાણીએ સ્તન કેન્સરના પ્રારંભિક લક્ષણો અને ઉપાય
સ્તન કેન્સરના સંકજામાં માત્ર મહિલાઓ જ નહીં પુરૂષો પણ આવી શકે છે. જો કે તે ખૂબ જ દુર્લભ છે, તેમ છતાં પણ ઈએ તેને અવગણવાની ભૂલ ન કરવી જોઈએ. પુરુષોને સ્તન પેશીઓમાં કેન્સરના કોષો વિકસાવવાનું જોખમ રહેલું છે.
ઘણા અભ્યાસો અનુસાર, પુરુષોમાં સ્તન કેન્સરના મોટાભાગના કેસો આનુવંશિક કારણોસર હોય છે. પરંતુ તે કૌટુંબિક ઇતિહાસ વિના પણ થઈ શકે છે.
અહેવાલો અનુસાર, સ્તન કેન્સરના તમામ કેસોમાંથી માત્ર 1% પુરુષોમાં થાય છે. 2015 માં, પુરૂષોમાં સ્તન કેન્સરના 2350 કેસ હતા, જેમાંથી 440 તેના કારણે મૃત્યુ પામ્યા હતા. વાસ્તવમાં પુરૂષો સમજી શકતા નથી કે તેમને સ્તન કેન્સર છે, તેઓ લક્ષણોની અવગણના કરે છે જેની કેન્સર મોતનું કારણ બને છે.
પહેલા પુરૂષોમાં દેખાતા બ્રેસ્ટ કેન્સરના લક્ષણોને સમજીએ. તાવ નબળાઇ લાગવી,-સ્તનમાં ગઠ્ઠો થવો અથવા ચાંદા થવા, સ્તનની આસપાસના સ્નાયુઓમાં દુખાવો થવો. સ્તનની ત્વચા પર બળતરા થવી,
નિપ્પલમાંથી સ્રાવ ઝરવો, વગેરે લક્ષણો સ્તન કેન્સરના છે.
યુવાનોને સ્તન કેન્સર થઈ શકે છે. પરંતુ ઉંમર સાથે તેનું જોખમ વધે છે.અંડકોષનો સોજો પણ પુરુષોમાં સ્તન કેન્સરનું જોખમ વધારે છે.જો કુટુંબમાં અથવા સંબંધીઓમાં કોઈને સ્તન કેન્સર થયું હોય, તો તમને પણ કેન્સર થવાનું જોખમ વધી જાય છે.
Weight loss tips: વેઇટ લોસ માટે અને હેલ્થી રહેલા માટે આ લોટની રોટલી છે ઉત્તમ, રિસર્ચનું તારણ
વજન ઘટાડવા માટે લોકો ડાયટિંગ કરે છે. જો કે, ડાયેટિંગ વગર પણ તમે વજન ઘટાડી શકો છો. આપની ડાયટમાં આ લોટની રોટલીને સામેલ કરી દો. પછી જુઓ કમાલ
સ્થૂળતાને કારણે તમારો આત્મવિશ્વાસ નબળો પડે છે. આટલું જ નહીં તે અનેક રોગોને પણ આમંત્રણ આપે છે. વધારે વજનથી છુટકારો મેળવવા માટે કેટલાક લોકો જીમમાં જાય છે તો કેટલાક ડાયટિંગ કરવા લાગે છે. જો કે, અતિ ક્રશ ડાયટિંગ પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તો સવાલ એ છે કે વજન કેવી રીતે ઘટાડવું જેથી શરીર પર કોઈ ખરાબ અસર ન થાય. જવાબ છે જુવારનો રોટલો. હા, જો તમારે વજન ઓછું કરવું હોય તો તમારા આહારમાંથી ઘઉંની રોટલીની બાદબાકી કરે જુવારના રોટલાનો સમાવેશ કરો. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જુવારની રોટલી ખાવાથી વજન ઘટે છે.
જો તમે દરરોજ જુવારનો રોટલો ખાઓ તો શરીરમાં જમા થયેલી ચરબી ઓછી થઈ શકે છે. તે લિપિડ મેટાબોલિઝમ ડિસઓર્ડરને સુધારવામાં પણ મદદ કરે છે.ચીનના સંશોધકો દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. સ્થૂળતાની સારવારમાં જુવારની ભૂમિકા જોવા માટે આ સંશોધન કરવામાં આવ્યું હતું. જેમાં જાણવા મળ્યું કે જુવાર ખાવાથી સ્થૂળતા ઓછી થાય છે.
જુવારમાં ડાયેટરી ફાઈબર મળી આવે છે જે પાચનને સુધારે છે. જુવારનો રોટલો ખાવાથી કબજિયાત, પેટ ફૂલવાની સમસ્યા, ગેસ, પેટનો દુખાવો દૂર રહે છે. તે કોલેસ્ટ્રોલને પણ ઓછું કરે છે.
જુવારમાં ફેનોલિક કમ્પાઉન્ડ જોવા મળે છે. તે એન્ટીઑકિસડન્ટ તરીકે કામ કરે છે. તેનાથી શરીરમાં સોજો ઓછો થાય છે. ઘણા અભ્યાસોમાં એવું જોવામાં આવ્યું છે કે એન્ટીઑકિસડન્ટથી ભરપૂર ખોરાક સોજો વિરોધી અસર દર્શાવે છે. જેના કારણે તે સોજો ઘટાડવા અથવા રોકવામાં મદદ કરે છે.
ડાયાબિટીસના દર્દીઓમાં ખોરાકની સમસ્યા સૌથી વધુ હોય છે. તેમને ગ્લાયકેમિક ઇન્ડેક્સવાળા ખોરાકથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. તે બ્લડમાં સુગરની માત્રા વધારીને કામ કરે છે. પરંતુ જુવાર એ લો-ગ્લાયકેમિક ઇન્ડેક્સ ખોરાક છે. ડાયાબિટીસવાળા લોકો તેને ખાઈ શકે છે.
વજન ઘટાડવા અને સ્વસ્થ રહેવા માટે લોકો ગ્લુટેન ફ્રી ફૂડ પર ભાર આપી રહ્યા છે. જુવાર ગ્લુટેન ફ્રી છે. તે સેલિયાક રોગથી રાહત આપે છે. આ સિવાય એવું પણ કહેવામાં આવ્યું છે કે જુવારમાં ખાસ ફાઈટોકેમિકલ્સ હોય છે જે કેન્સરનું જોખમ ઘટાડે છે.