હાલ સોશિયલ મીડિયા પર એક કિશોરનો વીડિયો વાયરલ થયો છે. જેમાં કિશોર ગણેશ ઉત્સવમાં નૃત્ય કરી રહી હોય છે અને અચાનક ઢળી પડે છે અને તેનું મોત થઇ જાય છે.જમ્મુમાં ગણેશ ઉત્સવમાં એક કિશોર પાર્વતીની ભૂમિકામાં  મસ્તીના મૂડમાં સુંદર ક્લાસિક ડાન્સ પર્ફોમ કરી રહ્યો હતો  અને અચાનક તેને હાર્ટ અટેક આવતા તે પડી ગઇ અને મોત થઇ ગયું.


સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક  કિશોર મસ્તીમાં ડાન્સ કરી રહ્યો હતી  અને અચાનક તેને હાર્ટ એટેક આવ્યો. આ વીડિયો સામે આવ્યા બાદ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે શું ડાન્સ કરવાથી હાર્ટ એટેક પણ આવી શકે છે?


 નૃત્યને સામાન્ય રીતે સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે અને દરેક વ્યક્તિને જ્યારે તક મળે છે ત્યારે સંગીતના તાલે ઝુમી લે છે.  હવે સવાલ એ થાય છે કે શું ખરેખર ડાન્સ અને હાર્ટ એટેક વચ્ચે કોઈ સંબંધ છે.


નૃત્ય સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. જો તમે નિયમિત રીતે ડાન્સ ન કરો અને અચાનક ખૂબ જ ઝડપથી ડાન્સ કરો, તો તે તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. ડાન્સ કરતી વખતે તમારા હૃદયના ધબકારા વધી જાય છે અને તેનાથી હૃદય પર દબાણની સ્થિતિ સર્જાય છે. જો તમે સ્થૂળતા અથવા હાયપરટેન્શનથી પીડિત છો, તો અચાનક હાઇ ઇન્ટેન્સિટી ડાન્સ કરવાથી હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટનું જોખમ વધી જાય છે. આ સિવાય જે લોકો ધૂમ્રપાન કરે છે તેઓ પણ ડાન્સ દરમિયાન આ પ્રકારનું જોખમ વધારે હોય છે.


હાર્ટ હેલ્થ એન્ડ ધ કનેક્શન ઓફ ડાન્સ


નિષ્ણાતોના મતે હૃદયની તંદુરસ્તી માટે એક કસરત તરીકે ડાન્સ પણ કરી શકાય છે. તે ધીમે ધીમે શરૂ કરવું જોઈએ અને પછી સ્ટેમિના વધશે. કોઈપણ પ્રકારની કસરત અચાનક વધારે પડતી ન કરવી જોઈએ. નૃત્ય કે કસરત કરવાથી આપણા શરીરમાં એન્ડોર્ફિન્સ નીકળે છે, જે આપણને ખુશ અને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. નૃત્ય તંદુરસ્ત લોકો માટે ફાયદાકારક છે. જો તમે કોઈ ગંભીર બીમારીથી પીડિત હોવ તો ડૉક્ટરની સલાહ પછી જ ડાન્સ કે એક્સરસાઇઝ કરવી જોઈએ.


હૃદયરોગથી પીડિત લોકોએ ડાન્સ કરતા પહેલા મહત્વની બાબતો જાણી લેવી જોઈએ. જે દર્દીઓની ધમનીઓ બ્લોક થઈ ગઈ હોય, તેમણે ડાન્સ અને કસરત ન કરવી જોઈએ. તેમના માટે આમ કરવાથી હાર્ટ એટેક આવી શકે છે. ભારે તણાવ પણ જીવલેણ બની શકે છે. આવા લોકોએ કોઈપણ પ્રકારની શારીરિક પ્રવૃત્તિ કાર્ડિયોલોજિસ્ટની સલાહ લીધા પછી જ કરવી જોઈએ. આ સિવાય જે લોકોને પહેલા હાર્ટ એટેક આવ્યો હોય તેમણે સ્લો ડાન્સ કરવો જોઈએ. લાંબા સમય સુધી ડાન્સ કરવાથી નુકસાન થઈ શકે છે. માત્ર ડાન્સ જ નહીં, પાવર યોગા, એરોબિક્સ પણ ટાળવું જોઈએ.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.