Diabetes vs Dark Chocolates: નવા વર્ષને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. તે પહેલા ક્રિસમસ પાર્ટી ચોકલેટ વિના તો અધુરૂ રહે છે.  આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે શું ડાયાબિટીસના દર્દીઓ ડાર્ક ચોકલેટ ખાઈ શકે છે કે નહી?


નવા વર્ષને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. તે પહેલા ક્રિસમસ પાર્ટીમાં ચોકલેટ ખાવી અનિવાર્ય છે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે શું ડાયાબિટીસના દર્દીઓ ડાર્ક ચોકલેટ ખાઈ શકે છે? દૂધમાંથી બનેલી ચોકલેટ ટાળવી જોઈએ? તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે મોટાભાગની ચોકલેટ દૂધમાંથી બને છે અને તેમાં સુગર પણ  પણ હોય છે. ખાંડ ઉમેરવામાં આવે છે જેથી કોકોની કડવાશને છુપાવી શકાય.  જેના કારણે તેમાં ભરપૂર માત્રામાં ફેટ અને કેલરી હોય છે. તેથી ચોકલેટનું સેવન  ખાંડ અને કેલરી વધારે છે. જે ખાધા પછી વજન વધે તે સ્વાભાવિક છે. કોલેસ્ટ્રોલ પણ વધે છે.


શું ડાયાબિટીસના દર્દીએ ડાર્ક ચોકલેટ ખાવી જોઈએ?


ઘણા લોકો એવી દલીલ કરે છે કે, ડાર્ક ચોકલેટ ડાયાબિટીસવાળા લોકો માટે સલામત છે કારણ કે તેમાં ખાંડ ઓછી હોય છે. કારણ કે તેમાં 70 ટકા કોકો હોય છે. પરંતુ તેમાં પણ ખાંડ તો ઉમેરવામાં આવે જ છે. તેથી સાવચેત રહો. આ સિવાય તેમાં પોલીફેનોલ્સ હોય છે, જે એન્ટીઓક્સીડેન્ટ તરીકે કામ કરે છે અને સંશોધન દર્શાવે છે કે, તે લોહીમાં સુગર લેવલને નિયંત્રણમાં રાખે છે. શરીરને તેના ઇન્સ્યુલિનનો વધુ કાર્યક્ષમ ઉપયોગ કરવામાં મદદ કરે છે. પરંતુ તે તમારા રક્ત ખાંડના સ્તરને ઘટાડવા માટે પૂરતા નથી, તેથી જ  ડાયાબિટીસથી પીડાતા લોકોને  મીઠાઈના વિકલ્પમાં ડાર્ક ચોકલેટ ખાવાની સલાહ ન આપી શકાય


જો કે અન્ય સાદી ચોકલેટ ખાવા કરતા ડાર્ડ ચોકલેટ ખાવી વધુ હિતાવહ છે, જોકે વધુ કોકોઆ વાળી ચોકલેટ ખાવાથી ચોક્કસ ફાયદો થાય,છે.  જો કે આ ચોકલેટનો સ્વાદ કડવો વધુ હોય છે.  જો તમારે ડાર્ક ચોકલેટ ખાવી જ હોય ​​તો લિમિટમાં ખાવી જોઈએ. જો તમારું HbA1c (ત્રણ મહિના માટે સરેરાશ બ્લડ સુગરની ગણતરી) સ્તર સામાન્ય અથવા 5.7 ટકા કરતા ઓછું હોય અને સામાન્ય શ્રેણીમાં હોય તો ચોકલેટની થોડી માત્રા ખાવાથી તમારી બ્લડ સુગર લેવલ પર કોઇ અસર નથી થતી.


ચોકલેટમાં કેલરી વધુ હોય છે. તેથી ચોકલેટની કેલરીની ગણતરી કરો અને ખાતરી કરો કે તેનું વજન દૈનિક કેલરી ભથ્થા કરતાં વધી ન જાય. આનો અર્થ એ છે કે તમારે ચોકલેટ ખાવા માટે  અન્ય વધુ કેલેરી વાળા ફૂડને અવોઇડ કરવા પડશે. આપ તેના બદલે  ડાયટમાં આખું અનાજ, કઠોળ,  પાંદડાવાળા શાકભાજી અને ફળોનો સમાવેશ કરી શકો છો.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો