Cause of Brain Stroke: મગજ આપણા શરીરનું સૌથી મહત્વનું અંગ છે. તેથી સ્વાભાવિક છે કે મગજને સ્વસ્થ રાખવું આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. કારણ કે તે શરીરના લગભગ તમામ અંગોના કાર્યોને નિયંત્રિત કરે છે. તમને જાણીને નવાઈ લાગશે કે બ્રેઈન સ્ટ્રોક વિશ્વભરમાં મૃત્યુનું બીજું સૌથી મોટું કારણ છે. સ્ટ્રોકને કારણે વિકલાંગતાના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. ભારતમાં પણ બ્રેઈન સ્ટ્રોકના કેસ ઝડપથી વધી રહ્યા છે. તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે છેલ્લા પાંચ વર્ષમાં તેના કેસમાં 25 ટકાનો વધારો થયો છે.

સ્ટ્રોક શા માટે આવે છે ?

સ્ટ્રોક ત્યારે થાય છે જ્યારે મગજના કોષોને નુકસાન થાય છે અથવા મૃત્યુ પામે છે. સ્ટ્રોક અચાનક આવે છે પરંતુ ઘણા કારણો છે જે સ્ટ્રોક માટે જવાબદાર હોઈ શકે છે.  આ તકલીફમાં મગજમાં લોહીનો પુરવઠો ખોરવાય છે અથવા મગજમાં રહેલી લોહીની નળીઓ ફાટી જાય છે. આ બંને પરિસ્થિતિઓમાં પૂરતો ઓક્સિજન મગજ સુધી પહોંચતો નથી.

બ્રેન સ્ટ્રોકનું કારણ

બ્રેન સ્ટ્રોક બે કારણોસર થાય છે - મગજની ધમનીમાં અવરોધ અને બીજું મગજની ધમની ફાટી જવાને કારણે. તેથી, દર્દીની સારવાર માટે સ્ટ્રોકનું કારણ શું છે તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે બંનેના કારણે થતા બ્રેઈન સ્ટ્રોકના લક્ષણો સરખા છે.

તેના વગર દર્દીને દવા આપી શકાતી નથી. ધારો કે બ્લૉકેજને કારણે સ્ટ્રોક આવ્યો હોય તો આ કિસ્સામાં એસ્પિરિન કામ કરે છે, પરંતુ જો હેમરેજને કારણે સ્ટ્રોક આવ્યો હોય તો એસ્પિરિન આપી શકાતી નથી.

તેથી, જો તમને સ્ટ્રોક આવે અથવા તેના લક્ષણો દેખાય તો તરત જ હોસ્પિટલમાં જાઓ જેથી સ્કેનિંગ દ્વારા તે જાણી શકાય કે સ્ટ્રોક કયા કારણોસર થયો અને પછી શક્ય તેટલી વહેલી તકે સારવાર શરૂ કરી શકાય. યાદ રાખો, આ એક તબીબી કટોકટી છે અને દર્દીને બચાવવા માટે સમયસર સારવાર મેળવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

બ્રેન સ્ટ્રોકના લક્ષણો

ચહેરા પર અચાનક ફેરફાર થવોકોઈ એકબાજુના હાથ અથવા પગ ઉપાડવામાં સક્ષમ ન હોવું.એક આંખમાં અચાનક દ્રષ્ટિ ગુમાવવીઅચાનત અવાજમાં અવરોધ થવોચાલતી વખતે અચાનક બેલેન્સ ન થઈ શકવું.

આ લક્ષણો કાં તો મગજની ધમનીમાં અવરોધને કારણે અથવા હેમરેજને કારણે હોઈ શકે છે. તેથી, જો તમને આવા કોઈ લક્ષણો લાગે તો તરત જ હોસ્પિટલમાં જાઓ. 

યુરિક એસિડની સમસ્યાને હળવાશમાં ન લો, વધી જવા પર થઈ શકે છે ગંભીર નુકસાન