Low Blood Pressure Range: હાઈ અથવા લો બ્લડ પ્રેશર બંને સમસ્યાઓનું કારણ બને છે. ક્યારેક બીપી અચાકન ઓછું થઇ જાય ત્યારે પણ સમસ્યા સર્જાય છે. જાણો કેમ અચાનક BP લો  થઇ જાય છે.


આજકાલ લો કે હાઈ બ્લડ પ્રેશર હોવાની સમસ્યા સૌથી વધુ થવા લાગી છે. બ્લડ પ્રેશર ઓછું કે ઊંચું હોવું એ બંને ખતરનાક સ્થિતિ છે. લો બ્લડ પ્રેશરને તબીબી ભાષામાં હાઈપોટેન્શન કહેવામાં આવે છે. જ્યારે બ્લડ પ્રેશર નોર્મલથી નીચે આવી જાય ત્યારે તેને લો બીપી કહેવાય છે. ઘણી વખત લોકોને ખબર પણ નથી હોતી કે તેમને લો બ્લડ પ્રેશરની સમસ્યા છે. જ્યારે શરીરમાં કેટલાક લક્ષણો દેખાવા લાગે છે, ત્યારે તેના પર ધ્યાન આપવામાં આવે છે. જ્યારે બ્લડ પ્રેશર ઓછું હોય ત્યારે ખૂબ થાક લાગે છે અને ઉબકા આવે છે. જો તમે પણ આવી સમસ્યાનો સામનો કરો છો તો તરત જ તમારા ડોક્ટરની સલાહ લો. લો બ્લડ પ્રેશર ક્યારેક ઇમર્જન્સીની સ્થિતિ પણ સર્જી શકે છે.


લો બ્લડ પ્રેશર ક્યારે ખતરનાક બને છે?


જ્યારે બ્લડ પ્રેશર ઓછું હોય છે, ત્યારે ઘણી વખત લોકોને ખબર હોતી નથી કે તેમનું બીપી ઘટી ગયું છે. જ્યારે બીપી થોડું ઓછું હોય ત્યારે કોઈ લક્ષણો દેખાતા નથી. એટલા માટે લોકોનું ધ્યાન તેના તરફ બહુ ઓછું જાય છે. જો કે, ઘણી વખત લક્ષણો દર્શાવ્યા પછી પણ જો લો બીપીની સમસ્યાને નજરઅંદાજ કરવામાં આવે તો તે ખતરનાક બની શકે છે.


લો બ્લડ પ્રેશરના લક્ષણો



  • ચક્કર આવવા

  • ધ્યાન કેન્દ્રિત કરવું મુશ્કેલ થવું

  • મૂર્છા આવવી

  • થાક વધુ લાગવો

  • ઉલટી અને ઉબકા થવા

  • ડિહાઇડ્રેશન થવું

  • દૃષ્ટિ ગુમાવવી

  • ત્વચા નિસ્તેજ બની જવી


જો તમને આમાંના કોઈપણ લક્ષણો લાગે, તો તમારે તાત્કાલિક ડૉક્ટરને મળવું જોઈએ. આ લક્ષણો સામે આવ્યા પછી પરિસ્થિતિ ખતરનાક બની શકે છે.


આ કારણે લો બીપી થાય છે



  • શરીરમાં લોહીનો અભાવ

  • ગર્ભાવસ્થા દરમિયાન શરીરમાં ફેરફાર

  • જ્યારે શરીરમાં ડીહાઈડ્રેશન થાય છે

  • વિટામિન્સ અને પોષક તત્વોનો અભાવ

  • ભારે રક્તસ્ત્રાવ

  • કેટલીક દવાઓની આડઅસર

  • હૃદય સંબંધિત સમસ્યા

  • ડાયાબિટીસ

  • ગંભીર ચેપી રોગ


તંદુરસ્ત વ્યક્તિનું  બ્લડ પ્રેશર 120/80 મીલીમીટર પારા (mm Hg) હોવી જોઈએ. ડોકટરો કહે છે કે લો બ્લડ પ્રેશર માટે કોઈ નિશ્ચિત કટઓફ પોઈન્ટ નથી. તે એક વ્યક્તિથી બીજામાં અલગ હોઈ શકે છે. જો બ્લડ પ્રેશર 90/60 mm Hg કરતા ઓછું હોય તો તેને ગંભીર માનવામાં આવે છે.