Breast Cancer And Deodorant : કેટલાક લોકોનો મત છે કે,  ડીઓડરન્ટનો ઉપયોગ કરવાથી કેન્સરનું જોખમ રહે છે. સોશિયલ મીડિયા પર એવી પણ ચર્ચા ચાલી રહી છે કે તેનાથી સ્તન કેન્સર થાય છે, ચાલો જાણીએ શું છે મિથ અને હકીકત


 ડીઓડરન્ટનો ઉપયોગ  આજકાલ સામાન્ય થઇ ગયો છે. જ્યારે પણ આપણે બહાર જઈએ છીએ, ત્યારે આપણી આસપાસના લોકોને આખો દિવસ સુગંધનો અનુભવ કરાવવા માટે આપણે ડિઓડરન્ટનો ઉપયોગ કરીએ છીએ. એવી ઘણી સ્ત્રીઓ પણ છે જે બહાર જતા પહેલા અચૂકપણે  ડિઓડરન્ટ લગાવે છે. પરંતુ શું તમે જાણો છો કે ઘણા લોકો એવું પણ માને છે કે ડિઓડરન્ટ લગાવવાથી સ્તન કેન્સર થઈ શકે છે. આ જ કારણ છે કે ઘણી સ્ત્રીઓ તેને ટાળે છે. તાજેતરમાં, ફરી એકવાર સોશિયલ મીડિયા પર તેની ચર્ચા વધી છે ત્યારે ડૉ. તનાયાએ આ વાયરલ મેસેજમાં કેટલું તથ્ય છે તે અંગે વાત કરી છે.


શું પરફ્યુમથી બ્રેસ્ટ કેન્સર થઇ શકે છે?


ડૉક્ટર તનાયાના મતે, આ સંપૂર્ણપણે પાયાવિહોણું છે. તેના વિશે ઈન્ટરનેટ પર જે વાતો ફેલાવવામાં આવી રહી છે તે અફવાઓ છે. તેમણે કહ્યું કે અત્યાર સુધી એવા કોઈ પુરાવા નથી કે અંડરઆર્મ રોલ-ઓન ડિઓડોરન્ટ્સથી સ્તન કેન્સર થાય છે. તેમણે કહ્યું કે લોકો દાવો કરે છે કે તેમાં એલ્યુમિનિયમ હોય છે જે પરસેવાની ગ્રંથીઓને બ્લોક કરી શકે છે અને શરીરમાં શોષાય છે. તેનાથી સ્તન કેન્સર થઈ શકે છે.


'આ માત્ર મિથ  છે, હકીકત નથી'


ડો. તનાયાએ જણાવ્યું કે એલ્યુમિનિયમની વસ્તુ બિલકુલ ખોટી છે. અંડરઆર્મ્સમાં ડિઓડરન્ટથી અવશોષિત  થતી એલ્યુમિનિયમની માત્રા કન્સર માટે પર્યાપ્ત નથી.  કેટલીક સ્ટડી મુજબ આ માત્ર 0.012 ટકાથી નાનું હોય છે. જે એલ્યુમિનિયમની   ખૂબ જ નાની માત્રા છે.  જેથી ડોક્ટર્સના મત મુજબ  ડિઓડરન્ટ વિશે ચિંતા કરવાની જરૂર નથી. તમે ઇચ્છો તેટલો તેનો  ઉપયોગ કરી શકો છો.


સ્તન કેન્સરથી બચવું હોય તો કરો આ કામ



  • શરીરનું વજન જાળવી રાખો.

  • શારીરિક રીતે સક્રિય રહો. દરરોજ કસરત કરો.

  • જો તમે આલ્કોહોલ પીતા હોવ તો તેને ઓછું કરવાનો પ્રયાસ કરો કે ન પીવો.

  • ઘણા અભ્યાસો અનુસાર, સ્તનપાન સ્તન કેન્સરનું જોખમ ઘટાડી શકે છે.

  • હોર્મોન થેરેપી પહેલા  કોઇ સ્ત્રીરોગચિકિત્સક સાથે વાત  જરૂર કરો.

  •  


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.