Tomato Flu in India: ભારતમાં ટોમેટો ફ્લૂનો પ્રથમ કેસ આ વર્ષે 6 મેના રોજ કેરળના કોલ્લમ જિલ્લામાં નોંધાયો હતો અને અત્યાર સુધીમાં 82 થી વધુ કેસ નોંધાયા છે.


દેશમાં બાળકોમાં 'ટોમેટો ફ્લૂ'ના 82 કેસ નોંધાયા બાદ કેન્દ્ર સરકાર (GOI) એ મંગળવારે રાજ્ય સરકારોને સાવચેતીનાં પગલાંનું પાલન કરવાનો નિર્દેશ આપ્યો હતો. કેન્દ્રએ એ વાત પર પણ ભાર મૂક્યો કે આ વાયરલ રોગની સારવાર માટે કોઈ ચોક્કસ દવા નથી.


આ રોગ હાથ, પગ અને મોંના રોગ (HFMD) નો એક પ્રકાર હોવાનું જણાય છે. તે મુખ્યત્વે 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં થાય છે, પરંતુ પુખ્ત વયના લોકો પણ તેનો શિકાર બની શકે છે. કેન્દ્ર દ્વારા જાહેર  કરવામાં આવેલી એડવાઈઝરી મુજબ  બાળકોને રોગના ચિહ્નો અને લક્ષણો અને તેની આડ અસરો વિશે શિક્ષિત કરવું જોઈએ.


સરકારે આ કહ્યું?


કેન્દ્રએ કહ્યું કે જો કે 'ટોમેટો ફ્લૂ' અન્ય વાયરલ ચેપની જેમ લક્ષણો (તાવ, થાક, શરીરમાં દુખાવો અને ત્વચા પર ફોલ્લીઓ) દર્શાવે છે, પણ વાયરસનો સાર્સ-કોવી-2, મંકીપોક્સ, ડેન્ગ્યુ અથવા ચિકનગુનિયા સાથે કોઈ સંબંધ નથી. . આ વર્ષે 6 મેના રોજ કેરળના કોલ્લમ જિલ્લામાં 'ટોમેટો ફ્લૂ'નો પહેલો કેસ નોંધાયો હતો અને અત્યાર સુધીમાં 82 કેસ નોંધાયા છે.


નાના બાળકોને ટામેટા ફ્લૂ થવાનું જોખમ વધુ હોય છે અને જો રોગચાળો અટકાવવામાં નહીં આવે અને તેને નિયંત્રિત કરવામાં ન આવે, તો ચેપ પુખ્ત વયના લોકોમાં પણ ફેલાઈ શકે છે. 'ધ લેન્સેટ રેસ્પિરેટરી મેડિસિન' જર્નલમાં પ્રકાશિત થયેલા તાજેતરના અભ્યાસમાં આ ચેતવણી આપવામાં આવી છે. લેન્સેટના અહેવાલ મુજબ, કેરળના કોલ્લમ જિલ્લામાં 6 મેના રોજ ટોમેટો ફ્લૂ અથવા ટામેટાંનો તાવ પ્રથમવાર ડિટેકટ કરવામાં આવ્યો છે, રાજ્યની સરકારી હોસ્પિટલોમાંથી મળેલી માહિતી મુજબ 26 જુલાઈ સુધીમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના 82 બાળકોમાં ચેપનું નિદાન થયું છે. કેરળ ઉપરાંત તમિલનાડુ અને ઓડિશામાં પણ ટામેટાના ફ્લૂના કેસ મળી આવ્યા છે.


17 ઓગસ્ટના રોજ પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, "બાળકોને ટમેટાં ફ્લૂ થવાનું જોખમ વધારે છે, કારણ કે આ વય જૂથમાં વાયરલ ચેપ સામાન્ય છે અને નજીકના સંપર્ક દ્વારા ફેલાય છે. નાના બાળકોને નેપીનો ઉપયોગ કરવાથી, ગંદી સપાટીને સ્પર્શ કરવાથી અને વસ્તુઓ સીધી મોઢામાં નાખવાથી ચેપ લાગવાનું જોખમ રહેલું છે. અને ગંભીર પરિણામો આવી શકે છે.


આ રોગમાં શરીર પર લાલ રંગના ફોલ્લા થાય છે જેનાથી દુખાવો થાય છે, તેથી તેને ટોમેટો ફ્લૂ કહેવામાં આવે છે. અભ્યાસ મુજબ, જો કે આ રોગ જીવલેણ નથી, પરંતુ કોવિડ-19 રોગચાળાની સ્થિતિની ગંભીરતાને જોયા બાદ તેના પ્રકોપને રોકવા માટે અગમચેતીના પગલા લેવા જરૂરી છે.  કોવિડની જેમ આ વાયરસમાં પણ તાવ, થાક, શરીરમાં દુખાવો અને ચકામા જેવા લક્ષણો દેખાઈ શકે છે.