Chest Pain Reason: છાતીમાં દુખાવો થવાનું કારણ માત્ર હાર્ટ એટેક નથી, પરંતુ અન્ય ઘણા કારણો પણ હોઈ શકે છે. ફેફસામાં ચેપ અથવા વધુ પડતી ઉધરસને કારણે પણ દુખાવો થઈ શકે છે.


છાતીમાં દુખાવો એ હાર્ટ એટેકનું સૌથી મુખ્ય લક્ષણ છે, પરંતુ કોવિડ પછી, છાતીમાં દુખાવો થવાના અન્ય ઘણા કારણો હોઈ શકે છે. જો તમને શ્વાસ લેવામાં તકલીફ, ઝાડા અને ઉલ્ટી થઈ રહી હોય તો તેની પાછળ ફેફસામાં ઈન્ફેક્શન, કફ અને ન્યુમોનિયા પણ હોઈ શકે છે. કોવિડ પછી એટલે કે પોસ્ટ કોવિડમાં પણ  આ સમસ્યા રહે છે. આવી સ્થિતિમાં, જ્યારે છાતીમાં દુખાવાની સમસ્યા થાય તો લોકો તેને હાર્ટ એટેક અથવા હાર્ટ સંબંધિત સમસ્યા તરીકે જોઈ રહ્યા હોય  છે, પરંતુ છાતીમાં દુખાવો થવા પાછળ અન્ય ઘણા કારણો છે.


ફેફસામાં ઇન્ફેકશન


કોરોના વાયરસ ફેફસાને સૌથી વધુ સંક્રમિત કરે છે. આ સ્થિતિમાં પણ છાતીમાં દુખાવાની ફરિયાદ રહે છે. આ સંક્રમણથી કેટલાક લોકોને ફેફસામાં સોજો આવી જાય છે. જેના કારણે પણ છાતીમાં દુખાવો થાય છે. આ સ્થિતિમાં ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.


સૂકી ઉધરસ


કોરોનાનું મુખ્ય લક્ષણ સૂકી ખાંસી પણ છે. જો દર્દીને સખત સૂકી ઉઘરસ આવતી હોય તો તેના કારણે છાતીની માંસપેશી નબળી પડી જાય છે અને છાતીમાં દુખાવો થાય છે.


કોવિડ ન્યુમોનિયા


કોવિડના દર્દીને છાતીમાં દુખાવનું કારણ ન્યુમોનિયા પણ હોઇ શકે છે. સંક્રમણ ગંભીર થતાં કોવિડ ન્યુમોનિયાનું જોખમ રહે છે. ન્યુમોનિયમાં ફેફસામાં મોજૂદ વાયુ થેલીમાં સોજો આવી જાય છે. જેના કારણે છાતીમાં દુખાવો થાય છે.


પલ્મોનરી એમ્બોલિજ્મ


પલ્મોનરી એમ્બોલિજ્મ થવાના કારણે પણ છાતીમાં દુખાવો થાય છે. આ એક હાર્ટ પ્રોબ્લેમ છે. તેમાં ફેફસાં સુધી બ્લડને લઇ જતી વેસેલ્સમાં ક્લોટિંગ આવી જાય છે. જેના કારણે ફેફસામાં બ્લડ નથી પહોંચતું જેના કારણે છાતીમાં દુખાવો થાય છે.