China Pneumonia Outbreak: ન્યુમોનિયા એ એક ગંભીર ચેપી રોગ છે જે ફેફસાના સ્વાસ્થ્યને ખૂબ અસર કરે છે. જે લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે તે આ રોગનો શિકાર બને છે. આ ઉધરસ, શરદી, તાવને કારણે થાય છે. હવે સવાલ એ થાય છે કે ચીનમાં આ ખતરનાક ન્યુમોનિયા રોગ ઝડપથી ફેલાઈ રહ્યો છે તો શું તેની અસર ભારત પર પડશે? આ અંગે 'ABPએ ડૉ. નીતુ જૈન સાથે ખાસ વાતચીત કરી હતી. તેઓ PSRI હોસ્પિટલમાં 'વરિષ્ઠ કન્સલ્ટન્ટ પલ્મોનોલોજી ક્રિટિકલ કેર એન્ડ સ્લીપ મેડિસિન'માં છે.


જ્યારે અમે તેમને પૂછ્યું કે શું ભારતમાં તેની અસર જોવા મળશે, તો તેમણે સ્પષ્ટ કહ્યું કે હાલમાં કાંઇ કહેવું વહેલુ ગણાશે કારણ કે ભવિષ્યમાં શું થવાનું છે તેના પર હાલમાં શું કહી શકાય. પણ હા, હું એક વાત કહેવા માંગુ છુ કે ન્યુમોનિયા ભારત હોય કે ચીન કે દુનિયાના કોઈ પણ ખૂણામાં ન્યુમોનિયાના પ્રકાર એક જ હશે. હવે તે તેના પર નિર્ભર કરે છે કે જેને ન્યુમોનિયા થયો છે તેમની રોગપ્રતિકારક શક્તિ કેટલી છે? જો વહેલી સારવાર સારી રીતે કરવામાં આવે તો ન્યુમોનિયા મટી શકે છે.


ન્યુમોનિયા કેટલા પ્રકારના હોય છે?


કમ્યુનિટી-એક્વાયર્ડ ન્યુમોનિયા - આ પ્રકારનો ન્યુમોનિયા ત્યારે થાય છે જ્યારે વ્યક્તિ હોસ્પિટલમાં ન ગયો હોય.


બેક્ટેરિયા- ન્યુમોનિયાનું કારણ સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા છે. આ ફ્લૂ બાદ ફેફસામાં ઇન્ફેક્ટેડ કરનાર લોબર ન્યુમોનિયા હોઈ શકે છે


એટિપિકલ ન્યુમોનિયા- એટિપિકલ ન્યુમોનિયા એક અલગ પ્રકારનો ન્યુમોનિયાનો છે. આ તમામ ઉંમરના લોકોને થઈ શકે છે. તે માયકોપ્લાઝ્મા અથવા ક્લેમાઇડિયા જીવોના કારણે થાય છે.


ફંગલ ન્યુમોનિયા - આ નબળા રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને થાય છે.


કોવિડ-19 જેવા વાયરસ – શરદી અને ફ્લૂના કારણે થનાર ન્યુમોનિયા. તે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં જોવા મળે છે.


નોસોકોમિયલ ન્યુમોનિયા - આ હોસ્પિટલોની અંદર થાય છે. આમાં હોસ્પિટલ એક્વાયર્ડ ન્યુમોનિયા (HAP) અને વેન્ટિલેટર એક્વાયર્ડ ન્યુમોનિયા (VAP) નો સમાવેશ થાય છે.


એસ્પિરેશન ન્યુમોનિયા - આ ઉલટી, લાળ અને ફેફસામાં ચેપનું કારણ બને છે.


 


'HN રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ' (HN RFH) માં કાર્યરત ડૉ.રાહુલ પંડિતે સ્પષ્ટ કર્યું હતું કે ઉત્તર ચીનમાં ન્યુમોનિયાનો પ્રકોપ વધી રહ્યો છે અને તેની અસર ભારતમાં પણ થઇ શકે છે. જો કે, અમે ન્યુમોનિયાને ઘણા પ્રકારોમાં ફેલાતો જોયો છે. આપણે યાદ રાખવું જોઈએ કે ઉત્તર વિસ્તારમાં શિયાળો હમણાં જ શરૂ થયો છે. અમે હંમેશા સમગ્ર વિશ્વમાં શિયાળા દરમિયાન કેસોની સંખ્યામાં વધારો જોયો છે. શિયાળા દરમિયાન ફલૂના કે ન્યુમોનિયાના કેસ આવવા ખૂબ જ સામાન્ય છે. તે રહસ્યમય ન્યુમોનિયા છે કે નહીં તે કહેવું ખૂબ જ વહેલું છે. અમને વધુ માહિતીની જરૂર છે. મને નથી લાગતું કે આ બીમારીને લઇને ગભરાટ કે ડર હોવો જોઈએ.


લોકોએ એ સમજવાની જરૂર છે કે વિવિધ સ્થળોએ ચેપી રોગોનું હોવું ખૂબ જ સામાન્ય છે. સ્વાઈન ફ્લૂ અથવા ઈન્ફલ્યુએન્ઝા અથવા આરએસના કેસો પ્રામાણિકપણે વિશ્વભરમાં સામાન્ય રીતે જોવા મળે છે.


ચીનનો રહસ્યમય ન્યુમોનિયા શું છે?


ચીનમાં ઝડપથી ફેલાતો ન્યુમોનિયા બાળકોને સૌથી વધુ તેનો શિકાર બનાવી રહ્યો છે. તેનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. જે રીતે તે દેશભરમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે, બાળકોની હોસ્પિટલોમાં ભીડ વધી રહી છે. જે આરોગ્ય સેવા માટે એક પડકાર બની ગયો છે. ચીનમાં આરોગ્ય અધિકારીઓ એલર્ટ પર છે કારણ કે દેશમાં બાળકોમાં ન્યુમોનિયાનો મોટો પ્રકોપ જોવા મળી રહ્યો છે જેના માટે કોઈ જાણીતું કારણ નથી. અહેવાલો દાવો કરે છે કે રહસ્યમય ન્યુમોનિયા દેશભરની બાળરોગની હોસ્પિટલો પર અસર કરી રહ્યું છે, ખાસ કરીને બેઇજિંગ, લિયાઓનિંગમાં શાળાઓ અને વર્ગો બંધ થવાની તૈયારીમાં છે. માત્ર તમામ વિદ્યાર્થીઓ જ બીમાર નથી પરંતુ શિક્ષકો પણ ન્યુમોનિયાથી સંક્રમિત છે.