Health tips:દેશી ઘી અને માખણ ટ્રાન્સ ફેટ નથી, પરંતુ રિફાઈન્ડ તેલ કે જેને ત્રણ વખતથી વધુ તળવા માટે ઉપયોગમાં  આવ્યું છે તે ટ્રાન્સ ફેટ બની જાય છે. બિસ્કીટ હોય કે નાસ્તો, તેમાં ટ્રાન્સ ફેટનો ઉપયોગ કરવામાં આવે છે કારણે કે  ટ્રાન્સ ફેટનો ઉપયોગ કરીને તેને લાંબા સમય સુધી વેચી અને ખાઈ શકાય.


ચિપ્સનું પેકેટ, બિસ્કીટનું પેકેટ કે ભુજિયાનું પેકેટ… જે આપ લિજ્જત ખાવ છો  એ આ પેકેટ આપને  મૃત્યુની નજીક લઇ જાય  છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન એટલે કે WHOએ હાલમાં જ એક સ્ટેટસ રિપોર્ટ જાહેર કર્યો છે. આ અહેવાલ ટ્રાન્સ ચરબી વિશે છે. રિપોર્ટ અનુસાર ટ્રાન્સ ફેટ ખાવાથી દર વર્ષે 5 લાખ લોકો અકાળે મૃત્યુ પામે છે.


ટ્રાન્સ ચરબી શું છે?


જો તમે સાદી ભાષામાં સમજો છો, તો ટ્રાન્સ ચરબી તમારી મનપસંદ ચિપ્સ, બર્ગર, કેક અથવા બિસ્કિટમાં અથવા નાસ્તાના પેકેટમાં પણ હોઈ શકે છે. દરેક પેકેજ્ડની એક્સપાયરી ડેટ  લાંબો સમય સુધીની હોય તેમાં  સમજી લો કે તેમાં ટ્રાન્સ ચરબી હશે.


WHO રિપોર્ટ શું કહે છે?


વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) ના નવીનતમ અહેવાલ મુજબ, ટ્રાન્સ ચરબીએ વિશ્વમાં 5 અબજ લોકોના જીવનને ઘટાડી દીધા છે અને તેઓ હૃદય રોગના જોખમમાં જીવી રહ્યા છે. 2018 માં, ખોરાકમાંથી ટ્રાન્સ ચરબી ઘટાડવા અને 2023 સુધીમાં ખોરાકમાંથી ટ્રાંસ ચરબીને સંપૂર્ણપણે દૂર કરવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો હતો. જો કે હવે આ મામલે 43 દેશો આગળ વધી ગયા છે. 2022માં ભારત પણ આ યાદીમાં સામેલ થયું.


ભારત ઉપરાંત બાંગ્લાદેશ, આર્જેન્ટિના અને શ્રીલંકાએ પણ પાછલા વર્ષમાં ટ્રાન્સ ફેટની માત્રામાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. જો કે, તમામ દેશોમાં ટ્રાન્સ ફેટ પર લગામ જ લાગી છે  સંપૂર્ણપણે પ્રતિબંધિત કરી શક્યા નથી.  ત્યાં સુધી કે  જે દેશોમાં હૃદય રોગના વધુ કેસ જોવા મળે છે. પાકિસ્તાન, નેપાળ, કોરિયા, ભૂટાન, ઈરાન, એક્વાડોર, ઈજીપ્ત, ઓસ્ટ્રેલિયા, અઝરબૈજાન સહિત આવા 16 માંથી 9 દેશોએ હજુ પણ ટ્રાન્સ ફેટના ઘટાડાનો સંપૂર્ણ અમલ કર્યો નથી.


 


WHOનું ધોરણ શું છે?


WHO ના ધોરણો અનુસાર, ટ્રાન્સ ફેટનું પ્રમાણ 100 ગ્રામ દીઠ 2 ગ્રામથી વધુ ન હોવું જોઈએ. પેકેજ્ડના ફૂડમાં ઉચ્ચ હાઇડ્રોજન સામગ્રી સાથે રિફાઇન્ડ તેલ પર પ્રતિબંધ મૂકવો જોઈએ. ભારતમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટીએ જાન્યુઆરી 2022માં આ નિયમો લાગુ કર્યા છે. પરંતુ બજારમાં વેચાતી કેટલી પ્રોડક્ટ્સ આ માપદંડોનું પાલન કરે છે કે નહી  તે  કહી શકાય નહીં.


 


ટ્રાન્સ ફેટ પર ડોકટરો શું કહે છે?


ડોક્ટરોના મતે આપણા શરીરમાં ટ્રાન્સ ફેટની જરૂર નથી. તેથી, જો તેના પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે તો તેનાથી કોઈ ફરક નહીં પડે. પરંતુ આ વિના પેકેજ્ડ વસ્તુઓનું બજાર સંપૂર્ણપણે બદલવું પડશે. માંસ અને ડેરી ઉત્પાદનોમાં થોડી માત્રામાં કુદરતી ટ્રાન્સ ફેટી એસિડ હોય છે પરંતુ તે નહિવત છે. એક  પેસ્ટ્રીના ટુકડામાં અને  પિત્ઝા બેઝમાં કેટલી ટ્રાન્સ ચરબી છે તે જાણીને આપ દંગ રહી જશો.


ભુજિયાના પેકેટમાં કેટલી ચરબી હોય છે?


2019 માં, CSI એ ટ્રાન્સ  ફેટનું   પરીક્ષણ હાથ ધર્યું હતું, જેમાં ચિપ્સ અને ભુજિયાની ઘણી પ્રખ્યાત બ્રાન્ડ્સના પેકેટમાં ટ્રાન્સ ચરબી શોધવા માટે લેબમાં વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. જેમાં એવું જાણવા મળ્યું કે, જો તમે 30 ગ્રામની ચિપ્સનું પેકેટ ખાધું તો સમજો કે તમે દિવસભરની કુલ ચરબીનો લગભગ અડધો ભાગ ઇનટેક કર્યો   છે. અને તે પણ ટ્રાન્સ ચરબીના રૂપમાં, નટ ક્રેકર્સ, બેકડ ચિપ્સ અને ભુજિયામાં વધારાની ચરબી જોવા મળી હતી.