Cholesterol in body : આજના સમયમાં શરીરમાં કોલેસ્ટ્રોલ વધવાની સમસ્યા ઘણી જોવા મળી રહી છે. નાની ઉંમરમાં જ લોકોના શરીરમાં બેડ કોલેસ્ટ્રોલનું સ્તર વધી રહ્યું છે. જેના કારણે હાર્ટ એટેક અને બ્રેઈન સ્ટ્રોકનો પણ ખતરો રહે છે. ઘણા લોકો કોલેસ્ટ્રોલ ચકાસવા માટે લિપિડ પ્રોફાઇલ ટેસ્ટ કરાવે છે. જેમાં એક-બે નહીં પરંતુ શરીરમાં ચાર પ્રકારના કોલેસ્ટ્રોલ હોવાની જાણકારી મળે છે પરંતુ મોટાભાગના લોકો પાસે આ માહિતી નથી. લોકો માને છે કે શરીરમાં માત્ર ગુડ અને બેડ કોલેસ્ટ્રોલ હોય છે, પરંતુ એવું નથી.
તબીબોના મતે આપણું શરીર કોલેસ્ટ્રોલની મદદથી કોષોનું નિર્માણ કરે છે. કોલેસ્ટ્રોલની રચના શરીરની કામગીરી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. માનવ શરીરમાં કુલ 4 પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે.
એલડીએલ
LDL એટલે કે લો ડેન્સિટી લિપોપ્રોટીન જેને આપણે બેડ કોલેસ્ટ્રોલ તરીકે ઓળખીએ છીએ તે ઘટાડવું અગત્યનું છે કારણ કે જો તે વધે તો હૃદયની ધમનીઓમાં અવરોધ થવાનું જોખમ રહે છે. ઘણા કિસ્સાઓમાં એલડીએલ વધવાથી હાર્ટ એટેકનું જોખમ પણ વધી જાય છે.
એચડીએલ કોલેસ્ટ્રોલ
HDL ને હાઈ ડેન્સિટી લિપોપ્રોટીન એટલે કે ગુડ કોલેસ્ટ્રોલ કહેવામાં આવે છે. તે હૃદયને અનુકૂળ માનવામાં આવે છે. જો આ કોલેસ્ટ્રોલ વધે તો પણ તેનાથી હૃદયને કોઈ ખતરો નથી, પરંતુ જો HDLનું સ્તર 40 mg/dLથી નીચે જાય તો હૃદયરોગનું જોખમ વધી જાય છે.
VLDL કોલેસ્ટ્રોલ
શરીરમાં ત્રીજા પ્રકારનું કોલેસ્ટ્રોલને વેરી લો ડેન્સિટી લિપોપ્રોટીન એટલે કે VLDL કહેવાય છે. આ કોલેસ્ટ્રોલ લીવરમાં પણ બને છે, પરંતુ જ્યારે તે શરીરના બ્લડ સર્કુલેશનમાં જાય છે, ત્યારે તે એલડીએલ એટલે કે બેડ કોલેસ્ટ્રોલમાં પરિવર્તિત થઈ જાય છે. આવી સ્થિતિમાં જો શરીરમાં VLDL નું સ્તર વધી જાય તો તે સારા સંકેત નથી. આ સ્થિતિમાં તમારે ડોકટરોની સલાહ લેવી જોઈએ.
લિપોપ્રોટીન
લિપોપ્રોટીન એ શરીરમાં કોલેસ્ટ્રોલનો ચોથો પ્રકાર છે. તે લગભગ 50 mg/dL હોવું જોઈએ. જો તે વધુ કે ઓછું હોય તો હૃદય રોગનો ખતરો રહે છે.
શું આપણે ચારેય પ્રકારના કોલેસ્ટ્રોલ પર ધ્યાન આપવું જોઈએ?
ડૉક્ટરોના મતે લિપિડ પ્રોફાઈલ ટેસ્ટમાં તમારે પહેલા કુલ કોલેસ્ટ્રોલ લેવલ તપાસવું જોઈએ. તે 200 mg/dL કરતાં વધુ ન હોવું જોઈએ. જો આનાથી વધુ હોય તો હૃદય રોગનું જોખમ વધી જાય છે. કુલ કોલેસ્ટ્રોલ ઉપરાંત, તમારે શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઈડ્સને પણ જોવું જોઈએ. બેડ કોલેસ્ટ્રોલનું સ્તર 100 mg/dL કરતા ઓછું હોવું જોઈએ.