Health Tips: સફેદ ડુંગળી તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. સફેદ ડુંગળી રાંધેલી કે કાચી બંને રીતે ખાઈ શકાય છે. સફેદ ડુંગળી ખાવાના અનેક ફાયદા છે.
ભારતીય ફૂડમાં કેટલીક એવી વસ્તુઓ છે. જે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમાંથી એક ડુંગળી છે. તેમાં પણ સફેદ ડુંગળીમાં વિટામિન સી, ફ્લેવોનોઈડ્સ અને ફાયટોન્યુટ્રિઅન્ટ્સ જેવા ગુણો હોય છે. ડુંગળી આપના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. બીજી તરફ, જો તમે દરરોજ તેનું સેવન કરો છો, તો તે ઘણી ગંભીર બીમારીઓનું જોખમ પણ ઘટાડે છે. સાથે જ તમને જણાવી દઈએ કે ડુંગળીમાં બ્લડ સુગરને સંતુલિત કરવાની ક્ષમતા હોય છે. સફેદ અને લાલ ડુંગળી બંને સ્વાદમાં સંપૂર્ણપણે અલગ હોય છે. ડુંગળી રાંધેલી કે કાચી બંને રીતે ખાઈ શકાય છે. સફેદ ડુંગળી ખાવાના અનેક ફાયદા છે.
કેન્સર સામે લડવામાં કારગર
સફેદ ડુંગળીમાં કમ્પાઉન્ડ અને ફ્લેવોનોઈડ એન્ટીઑકિસડન્ટ ગુણો ધરાવે છે જે તેમના કેન્સર સામે લડવાના ગુણો માટે ફાયદાકારક છે. આ સિવાય સફેદ ડુંગળીમાં ફિસેટિન અને ક્વેર્સેટિન જેવા ગુણ પણ હોય છે જે ટ્યૂમરને વધતા અટકાવે છે.
પાચન સુધારક છે ડુંગળી
પાચન-સંબંધિત સમસ્યાઓનો સામનો કરવા માટે આહારમાં સફેદ ડુંગળીનો સમાવેશ કરો કારણ કે તેમાં ફાઈબર અને પ્રીબાયોટીક્સના ગુણધર્મો છે. જે પેટ માટે આરોગ્યપ્રદ માનવામાં આવે છે. બીજી તરફ, ડુંગળીમાં પ્રીબાયોટિક્સ ઇન્યુલિન જેવા તત્વો હોય છે જે આંતરડામાં સારા બેક્ટેરિયાની સંખ્યા વધારવામાં મદદ કરે છે.
ઇમ્યનિટિ બૂસ્ટર
સફેદ ડુંગળીમાં સેલેનિયમ હોય છે જે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. રોગપ્રતિકારક શક્તિ વધારનાર શાકભાજીમાં ડુંગળી સૌથી વધુ અસરકારક છે. દરરોજ તેનું સેવન કરવાથી એલર્જી જેવી સમસ્યાઓ દૂર કરવામાં મદદ મળે છે. તેથી સફેદ ડુંગળીનું રોજ સેવન કરવું જોઈએ.
Liver Damage Symptoms :જો શરીરમાં આ લક્ષણો દેખાય તો સમજી લો કે, આપનું લિવર થઇ ગયું છે સંપૂર્ણ ડેમેજ
Liver Damage Symptoms :લીવરએ શરીરના મુખ્ય અંગોમાંનું એક છે. જો આમાં કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો અનેક પ્રકારની ગંભીર બીમારીઓ થઈ શકે છે. આવી સ્થિતિમાં તેના લક્ષણોને સમયસર ઓળખી લેવા જોઈએ.
લીવર આપણા શરીરનું એક મહત્વપૂર્ણ અંગ છે. તે આપણા શરીરમાં રહેલી ગંદકીને સાફ કરવામાં અસરકારક સાબિત થઈ શકે છે. તેની મદદથી તમે ઘણા રોગોનો ઈલાજ કરી શકો છો. આવી સ્થિતિમાં, જો લીવર યોગ્ય રીતે કામ કરવાનું બંધ કરી દે છે, તો તમને ઘણી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. હા, એટલે જ લીવરનું રક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે. જો તમને લીવર સંબંધિત કોઈ સમસ્યા છે, તો આ સ્થિતિમાં તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો. કેટલાક લક્ષણો છે. જે લીવરના નુકસાન તરફ નિર્દેશ કરી શકે છે. ચાલો જાણીએ આ લક્ષણો વિશે.
પેટનું કદ વધવું
લીવરમાં સોજો થવાને કારણે પેટનું કદ વધવા લાગે છે. મોટા ભાગના લોકો પેટ વધવાની સમસ્યાને સ્થૂળતા ગણીને અવગણના કરે છે. જો તમે પણ આ પ્રકારની ભૂલ કરો છો તો સાવધાન થઈ જાવ. કારણ કે લીવરમાં સોજોની સમયસર સારવાર ન કરવામાં આવે તો તે સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઈ શકે છે. તેથી, પેટનું ફૂલવાના કિસ્સામાં ડૉક્ટરની સલાહ લો.
અતિશય થાક
લીવર ડેમેજ અથવા કોઈપણ પ્રકારની ખામીને કારણે તમે ખૂબ થાક અનુભવો છો. આ સિવાય ત્વચા પર શુષ્કતા, આંખોની આસપાસ બ્લેક સર્કલ પણ લીવર ફેલ્યોરના લક્ષણો હોઈ શકે છે. જ્યારે તમારું લીવર નબળું હોય ત્યારે તમારી ત્વચાના કોષોને નુકસાન થઈ શકે છે. સાથે જ વાળ ખરવા પણ શરૂ થઈ શકે છે.
પેશાબના રંગમાં ફેરફાર
યકૃતને નુકસાન થવાને કારણે પેશાબના રંગમાં ફેરફાર પણ જોવા મળે છે. ખાસ કરીને જો તમારા પેશાબનો રંગ ખૂબ જ પીળો દેખાતો હોય અથવા જો તમને આંખોની આસપાસ પીળાશ દેખાય તો તે લીવરને નુકસાન થવાનું લક્ષણ હોઈ શકે છે. આ સ્થિતિમાં, તાત્કાલિક તબીબી સલાહ લો.
Disclaimer: આ આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી પદ્ધતિ,ઉપચાર,ડાયટ, દવા,ઉપાયની પુષ્ટી abp અસ્મિતા નથી કરતું, આ પદ્ધતિ, રીત, વિધિ, ઉપાય, ડાયટને અનુસરતા પહેલા જેતે વિષયના નિષ્ણાતની સલાહ અવશ્ય લો