ભારતમાં હૃદયરોગનું જોખમ નોંધપાત્ર રીતે વધ્યું છે. પાછલા વર્ષોમાં ભારતમાં હાર્ટ એટેકથી મૃત્યુની સંખ્યામાં વધારો થયો છે. લોકો નાની ઉંમરે હાર્ટ અટેકનો શિકાર બની રહ્યા છે. કેટલાક લોકો જિમ કરતી વખતે હાર્ટ અટેકનો શિકાર બને છે અને કેટલાક લોકો બેઠા બેઠા મૃત્યુ પામે છે. આના ઘણા કારણો હોઈ શકે છે કારણ કે આધુનિક વિશ્વમાં લોકો ખરાબ લાઇફસ્ટાઇલ અને ખરાબ ખાવાની આદતોથી ટેવાઈ ગયા છે. કલાકો સુધી મોબાઈલ પર સમય બગાડવો અને કોઈ પણ પ્રકારની શારીરિક પ્રવૃત્તિ વિના દિવસ પસાર કરવો એ લોકોની દિનચર્યાનો એક ભાગ બની ગયો છે. જો કે, એવા ઘણા લોકો છે જેઓ તેમના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગંભીર છે. આમાં તેઓ હાઇ પ્રોટીન ડાયટ લેતા હોય છે.


શું તમે જાણો છો કે તમે જે રીતે પ્રોટીનનું સેવન કરો છો તેનાથી તમારું હૃદય નબળું પડી શકે છે? એક સંશોધનમાં આ વાત સામે આવી છે. શું તમે પણ હાઇ પ્રોટીન ડાયટ લો છો અથવા તમે પ્રોટીન સપ્લીમેન્ટ્સનો ઉપયોગ કરો છો? ઘણા લોકો જિમ જવાની સાથે પ્રોટીન શેક પણ પીવે છે. પ્રોટીનનું વધુ પડતું સેવન તમારા માટે ઘાતક સાબિત થઈ શકે છે. જાણો કેવી રીતે.


હાઇ પ્રોટીન ડાયટના ગેરફાયદા


જરૂરિયાત કરતા વધું પ્રોટીન તમારા હૃદય માટે ખૂબ જોખમી છે. અમેરિકાની પિટ્સબર્ગ યુનિવર્સિટીની સ્કૂલ ઓફ મેડિસિનના સંશોધનમાં આ દાવો કરવામાં આવ્યો છે. સંશોધન મુજબ, વધુ પડતું પ્રોટીન આપણી ધમનીઓ માટે ખતરો છે. કહેવાય છે કે આના કારણે ધમનીઓમાં બ્લોકેજ થવાનું જોખમ રહેલું છે. સરળ શબ્દોમાં કહીએ તો આ સમયગાળા દરમિયાન ધમનીઓ સખત થઈ જાય છે. જો ધમનીઓમાં બ્લોકેજ થાય તો હૃદય સંબંધિત બીમારીઓ થઈ શકે છે અને હાર્ટ અટેકનો ખતરો રહે છે. એવું કહેવાય છે કે સંતુલિત પ્રોટીન વાળ અને ત્વચા માટે સારું છે પરંતુ તેના ઓવરડોઝથી કિડની રોગનું જોખમ રહે છે.


વધારે પ્રોટીન સાથે યુરિક એસિડ વધે છે


સંતુલિત પ્રોટીન સ્નાયુઓ અને આંખો માટે ફાયદાકારક છે પરંતુ વધુ પડતું પ્રોટીન યુરિક એસિડને વધારે છે. આ સિવાય જો પ્રોટીનની માત્રા યોગ્ય હોય તો તે રોગો સામે લડવાની શક્તિ આપે છે પરંતુ વધુ પ્રોટીન કબજિયાતનું કારણ બની શકે છે. જો પ્રોટીન સંતુલિત હોય તો તે શરીરના કોષોના વિકાસમાં મદદ કરે છે. વધુ પડતા સેવનથી શ્વાસમાં દુર્ગંધ આવી શકે છે. એ જ રીતે પ્રોટીન યાદશક્તિને તેજ કરવાનું કામ કરે છે, પરંતુ વધુ પડતું પ્રોટીન હાડકાં માટે જોખમી બની શકે છે.


એક દિવસમાં કેટલું પ્રોટીન લેવું જોઈએ?


પ્રશ્ન એ છે કે આપણે એક દિવસમાં કેટલું પ્રોટીન લેવું જોઈએ જેથી આપણા સ્વાસ્થ્યને નુકસાન ન થાય. અમેરિકાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના રિપોર્ટ અનુસાર, 1 કિલોગ્રામ વજન દીઠ 1 ગ્રામ પ્રોટીન લેવાનું ધોરણ નક્કી કરવામાં આવ્યું છે. મતલબ, જો કોઈ વ્યક્તિનું વજન 70 કિલો છે, તો તેણે દિવસમાં માત્ર 70 ગ્રામ પ્રોટીન ખાવું જોઈએ.


100 ગ્રામ રાજમામાં પ્રોટીનનું પ્રમાણ 24 ગ્રામ છે. જ્યારે 100 ગ્રામ ચણામાં પ્રોટીન 19 ગ્રામ અને સોયાબીનમાં 36 ગ્રામ છે. જ્યારે મગની દાળમાં પ્રોટીનનું પ્રમાણ 24 ગ્રામ હોય છે.


તમારા ડાયેટમાં આ ફૂડ્સને કરો સામેલ, ક્યારેય નહીં થાય વિટામિન B12ની ઉણપ