Juices for Immunity Booster:

   દેશમાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે, જેના કારણે ઘણા નિષ્ણાતો ચોથી લહેરની આશંકા વ્યક્ત કરી રહ્યા છો. કોરોનાના કેસ વધતાં દિલ્હી સહિત ઘણા રાજ્યોએ ફરીથી માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે. પ્રધાનમંત્રી મોદી પણ કોરોનાના વધતાં કેસને લઈ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે. કોરોના   કોરોના મહામારીમાં (Corona Pandemic) ઈમ્યુનિટી (Immunity) મજબૂત હોવી કેટલી જરૂરી છે તે આપણે સૌ જાણીએ છીએ. કોરોના વાયરસથી બચવા એક્સપર્ટ પણ  ઈમ્યુનિટી મજબૂત કરવાની સલાહ આપે છે. નિષ્ણાતોના  કહેવા મુજબ જે લોકોની ઈમ્યુનિટી નબળી હોય છે તેમને કોરોનાનું સંક્રમણ થવાનો વધારો ખતરો હોય છે. રોગપ્રતિકારક શક્તિ વધારવાની સૌથી સરળ રીત હેલ્ધી ડાયટ છે. આજે અમે તમને ઈમ્યુનિટી વધારતાં કેટલાક હેલ્ધી ડ્રિંક્સ (Immunity Booster Juices) અંગે જણાવી રહ્યા છે.


આંબળાનું જ્યૂસ ( Amla Juice) શરદી, ઉધરસ જેવા વાયરલ ઈન્ફેક્શનમાં આંબળાનું જ્યૂસ પીવાથી ઘણો લાભ થાય છે. તેમાં લીંબુ, સંતરાથી વધારે વિટામિન સી હોય છે. તમે આ જ્યૂસને ઘરે પણ બનાવી શકો છે. આ જ્યૂસ પીવાથી ઈમ્યૂન સિસ્ટમ મજબૂત થાય છે. જે તમને શરદી-ઉધરસ જેવી બીમારીથી બચાવે છે.


હળદરવાળું દૂધ (Haldi Doodh) : સ્વાસ્થ્ય માટે દૂધ અને હળદર બંને ફાયદાકારયક છે. હળદરમાં એંટી બેક્ટેરિયલ તત્વ હોય છે, જે સંક્રમણ, શરદી, ઉધરસ, ગળામાં ખારાશ જેવી સમસ્યાથી બચાવે છે. જ્યારે દૂધમાં હળભર મિક્સ કરીને પીવામાં આવે છે ત્યારે તે વધુ હેલ્ધી અને પૌષ્ટિક બની જાય છે. હળદરમાં રહેલું કરકયૂમિન એન્ટી ઈંફ્લેમેટરી ગુણોથી ભરપૂર હોય છે. જે રોગપ્રતિકારક ક્ષમતાને વધારે છે.


કારેલાનું જ્યૂસ: કારેલા સ્વાદમાં કડવા હોય છે અને ઘણા લોકોને તેનો સ્વાદ સારો નથી લાગતો. પરંતુ તેમાં સ્વાસ્થ્ય માટે ખજાનો છુપાયેલો  છે. તે બ્લડ શુગર લેવલ ઘટાડવાથી લઈ પેટના કેન્સરથી બચાવે છે. કારેલમાં એન્ટી ઓક્સિડેંટ અને ખનિજ તત્વો હોય છે. જે શરીરદને શક્તિ પૂરી પાડે છે અને વાયરસ તથા બેક્ટેરિયાથી થતી બીમારીથી શરીરને સુરક્ષિત રાખે છે.


ઘરે બનાવેલો ઉકાળો (Homemade Kadha) આયુષ મંત્રાલય તરફથી અનેક ગાઈડલાઈંસ આવી છે. જેમાં આદુ, તુલસી, મરી જેવી હર્બલ ચીજો મેળવીને ઉકાળો બનાવીને સેવન કરવાનું કહ્યુ છે. આ તમામ વસ્તુઓ શરીરને અનેક રોગથી બચાવે છે. આ ઉકાળાથી શરીરની ઈમ્યુનિટી બૂસ્ટ થશે.


આદુ વાળી ચા (Ginger Tea): આદુવાળી ચા પીવાથી કિડની ઈન્ફેક્શન, શરદી-ઉધરસ, ગેસ, ગઠિયો વાથી બચાવ થાય છે. આદુમાં એન્ટી ઈન્ફલેમેટરી ગુણ હોય છે જે ફ્લૂથી બચાવે છે અને ઈમ્યુનિટી પણ મજબૂત કરે છે.